ETV Bharat / bharat

PUNJAB ELECTION RESULT 2022: AAPની આગેકૂચથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ, કહ્યું- સિદ્ધુને પંજાબમાં તાળા લાગશે

પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ દેખાવા (PUNJAB ELECTION RESULT 2022) લાગ્યો છે. આમ આદમી પાર્ટી ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે, તેમને મળેલી એડવાન્સથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંગરુરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉજવણી (AAP CELEBRATION IN SANGRUR) કરતા જોવા મળ્યા હતા.

PUNJAB ELECTION RESULT 2022:  AAPની આગેકૂચથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ, કહ્યું- સિદ્ધુને પંજાબમાં તાળા લાગશે
PUNJAB ELECTION RESULT 2022: AAPની આગેકૂચથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ, કહ્યું- સિદ્ધુને પંજાબમાં તાળા લાગશે
author img

By

Published : Mar 10, 2022, 12:16 PM IST

સંગરુર (પંજાબ): પંજાબમાં AAPના ઉદય બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ (AAP CELEBRATION IN SANGRUR) છે. સંગરુરમાં ઉજવણીના મૂડમાં જોવા મળતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કહ્યું કે, પંજાબમાં પરિણામોની ઘોષણા બાદ સિદ્ધુનો હંગામો બંધ થઈ જશે. પંજાબની વિધાનસભામાં 117 સભ્યો છે, આવી સ્થિતિમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને 59 બેઠકોનો આંકડો મેળવવો પડશે.

આ પણ વાંચો: Assembly Election 2022 Result: યુપી સહીત ભારતના આ 5 રાજ્યોમાં મહામુકાબલાની મતગણતરી, જાણો કેટલી સીટોની જરૂર પડશે?

AAPએ પંજાબમાં ભગવંત માનના ચહેરા પર ચૂંટણી લડી રહી છે

આમ આદમી પાર્ટી પંજાબમાં ભગવંત માનના ચહેરા પર ચૂંટણી લડી રહી છે. 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAPએ 20 બેઠકો જીતી હતી. વોટ ટકાવારીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને 23 ટકાથી વધુ વોટ મળ્યા છે. પંજાબ ચૂંટણી 2022માં, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), SAD-બહુજન સમાજ પાર્ટી (BSP) ગઠબંધન, BJP-PLC-SAD (યુનાઇટેડ) એ પંજાબમાં સરકાર બનાવવાના પ્રયાસો કર્યા. AAPને પંજાબના પાંચ જિલ્લાઓ- હોશિયાર, કપૂરથલા, મોગા, રૂપનગર અને SAS નગર જિલ્લામાં એક-એક બેઠક મળી. AAP ઉમેદવારોએ સંગરુર, ફરીદકોટ અને માનસા જિલ્લામાં બે-બે બેઠકો જીતી હતી. આ સિવાય આમ આદમી પાર્ટીએ લુધિયાણા, ભટિંડા અને બરનાલા જિલ્લામાં ત્રણ-ત્રણ બેઠકો જીતી હતી.

2014ની લોકસભા ચૂંટણીમાં AAPએ હાથ અજમાવ્યો હતો

2014ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ હાથ અજમાવ્યો હતો. AAPએ લોકસભાની 13માંથી 4 બેઠકો જીતી હતી. આમ આદમી પાર્ટીને લગભગ 20 ટકા વોટ મળ્યા છે. જો કે, લોકસભા ચૂંટણી 2019માં આમ આદમી પાર્ટીએ પંજાબમાંથી માત્ર એક સીટ જીતી હતી. ભગવંત માન સંગરુરથી લોકસભા માટે ચૂંટાયા હતા.

આ પણ વાંચો: Punjab Election 2022 Vip Candidate: પંજાબમાં AAPનું 'ઝાડૂ' ચાલશે કે કોંગ્રેસ બનશે કિંગમેકર?

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022

પંજાબમાં 2017માં સત્તાધારી કોંગ્રેસને 77 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને માત્ર ત્રણ બેઠકો મળી હતી. શિરોમણી અકાલી દળે 15 બેઠકો જીતી હતી. અગાઉ, AAP 2012ની પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન અસ્તિત્વમાં આવી ન હતી. પંજાબની 117 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી. કોંગ્રેસ 77 બેઠકો જીતીને 10 વર્ષ બાદ સત્તામાં પરત ફરી છે. આમ આદમી પાર્ટી 20 બેઠકો જીતીને મુખ્ય વિપક્ષી પાર્ટી બની. શિરોમણી અકાલી દળ, જે 10 વર્ષ સુધી સત્તામાં હતું, તે માત્ર 18 બેઠકો પર જ ઘટી ગયું.

પાંચ રાજ્યોમાં એક સાથે ચૂંટણી

2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે ગત 8 જાન્યુઆરીના રોજ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી. પંજાબ ઉપરાંત ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ વખતે, પંજાબ (Punjab Assembly Election) માં પરંપરાગત કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ (SAD)ને બદલે, સ્પર્ધા પંચકોણીય હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું, પરંતુ તમામ અનુમાનોને સદંતર ફગાવી દેવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.