ETV Bharat / bharat

Punjab Assembly Election 2022: AAPએ ભગવંત માનની CM ઉમેદવાર તરીકે જાહેરાત કરી - face of the Chief Minister of AAP

ભગવંત માન AAPના CMનો (face of the Chief Minister of AAP) ચહેરો હશે. 13 જાન્યુઆરીએ કેજરીવાલે પંજાબના લોકોને મુખ્યપ્રધાન પદ (Kejriwal to announce AAP's Punjab CM face) માટે તેમના મનપસંદ ઉમેદવારોનું નામ આપવાની અપીલ કરી હતી. આ સંદર્ભે તેણે મોબાઈલ નંબર પણ જાહેર કર્યો હતો.

Kejriwal to announce AAP's Punjab CM face today

author img

By

Published : Jan 18, 2022, 12:29 PM IST

Updated : Jan 18, 2022, 5:03 PM IST

પંજાબ: ભગવંત માન પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 (Punjab Assembly Election 2022) માટે આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનનો ચહેરો (face of the Chief Minister of AAP) હશે. તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે ચૂંટણીમાં જતા પહેલા મુખ્યપ્રધાનનો ચહેરો જનતાની સામે લાવવામાં આવશે. મુખ્યપ્રધાન પદના ઉમેદવારની વાત કરીએ તો પાર્ટીએ ભગવંત માનને પંજાબના સીએમ ચહેરા તરીકે જાહેર કર્યા છે. ભગવંત માન પાર્ટીમાં સીએમ ચહેરાની રેસમાં આગળ હતા.

ભગવંત માનના નામની સીએમ ઉમેદવાર તરીકે જાહેરાત

મુખ્યપ્રધાન પદની ઉમેદવારીને લઈને પાર્ટીમાં આંતરિક લડાઈ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, કેટલાક નેતાઓ એવા છે જે નથી ઈચ્છતા કે ભગવંત માનના નામની જાહેરાત કરવામાં આવે. ભૂતકાળમાં પક્ષ છોડી ચૂકેલા ધારાસભ્યોનું પણ આ કારણ માનવામાં આવતું હતું. જોકે હવે સીએમના ચહેરાની જાહેરાત કરવામાં આવી રહી છે, તેનો અર્થ એ છે કે જે ચાલી રહ્યું હતું તે શાંત થઈ ગયું છે.

22 લાખથી વધુ પ્રતિસાદ મળ્યા

AAP નેતાએ જણાવ્યું હતું કે, પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મુખ્ય પ્રધાનપદનો ચહેરો પસંદ કરવાના પક્ષના અભિયાનના ભાગરૂપે 22 લાખથી વધુ પ્રતિસાદ મળ્યા છે. 13 જાન્યુઆરીએ કેજરીવાલે પંજાબના લોકોને મુખ્યપ્રધાન પદ માટે તેમના મનપસંદ ઉમેદવારોના નામ આપવાની અપીલ કરી હતી. આ સંદર્ભે તેણે મોબાઈલ નંબર પણ જાહેર કર્યો હતો.

AAP કન્વીનરે પોતાને મુખ્યપ્રધાન પદની રેસમાંથી બહાર જાહેર કરી દીધા

કેજરીવાલે (Kejriwal to announce AAP's Punjab CM face) કહ્યું હતું કે, તેઓ AAP સાંસદ ભગવંત માનને મુખ્યપ્રધાન પદના ચહેરા તરીકે જાહેર કરવા માગે છે પરંતુ માન પંજાબના લોકો પર નિર્ણય છોડવાનો આગ્રહ રાખતા હતા. આ સાથે AAP કન્વીનરે પોતાને મુખ્યપ્રધાન પદની રેસમાંથી બહાર જાહેર કરી દીધા હતા. પંજાબમાં AAPના મુખ્યપ્રધાન પદના ઉમેદવારના નામની જાહેરાત મંગળવારે બપોરે 12 વાગ્યે કરવામાં આવશે, કેજરીવાલે અહીં એક કાર્યક્રમમાં પત્રકારોને જણાવ્યું હતું. AAP નેતા અને પંજાબ એસેમ્બલીમાં વિપક્ષના નેતા હરપાલ સિંહ ચીમાએ કહ્યું, "17 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યા સુધી લગભગ 22 લાખ લોકોએ પાર્ટીના નંબર પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને મુખ્યપ્રધાન પદ માટે પસંદગીના ઉમેદવારની જાહેરાત કરી હતી.

પંજાબમાં મુખ્યપ્રધાન પદના ચહેરા સાથે માત્ર AAP જ મેદાનમાં ઉતરશે: રાઘવ ચઢ્ઢા

આ દરમિયાન AAP નેતા રાઘવ ચઢ્ઢાએ ચંદીગઢમાં જણાવ્યું હતું કે, પાર્ટીને મુખ્યપ્રધાનના ચહેરા માટે એસએમએસ, વૉઇસ કૉલ્સ અને વૉટ્સએપ સંદેશાઓ દ્વારા જવાબો મળ્યા છે અને પાર્ટીની IT ટીમ દરેક કૉલ અને સંદેશનું વિશ્લેષણ કરી રહી છે. કેજરીવાલ મંગળવારે મુખ્યપ્રધાન પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. ચઢ્ઢાએ દાવો કર્યો કે, પંજાબમાં મુખ્યપ્રધાન પદના ચહેરા સાથે માત્ર AAP જ મેદાનમાં ઉતરશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસ સહિત અન્ય કોઈ પક્ષે મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા નથી.

પંજાબની 117 વિધાનસભા સીટો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થશે

એક પ્રશ્નના જવાબમાં ચઢ્ઢાએ કહ્યું કે, ઉમેદવારોની આગામી યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પાર્ટીએ અત્યાર સુધીમાં 112 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પંજાબની 117 વિધાનસભા સીટો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. 10 માર્ચે મતગણતરી થશે. ચૂંટણી પંચે સોમવારે પંજાબમાં ગુરુ રવિદાસ જયંતિને ધ્યાનમાં રાખીને 14 ફેબ્રુઆરીને બદલે 20 ફેબ્રુઆરીએ મતદાન કરાવવાની રાજકીય પક્ષોની વિનંતીને સ્વીકારી લીધી છે.

Last Updated : Jan 18, 2022, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.