ETV Bharat / bharat

Pulitzer Prize 2022:દાનિશ સિદ્દિકી સહિત આ 4 ભારતીયોને મળ્યો પુલિત્ઝર પુરસ્કાર 2022 - Pulitzer Prize 2022

સિદ્દીકીને બીજી વખત પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો (Pulitzer Prize 2022) છે. 2018 માં, રોહિંગ્યા શરણાર્થી કટોકટી પરના ફોટોગ્રાફ્સ માટે તેમને રોઇટર્સ સાથે કામ કરતી વખતે પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Pulitzer Prize 2022:દાનિશ સિદ્દિકી સહિત આ 4 ભારતીયોને મળ્યો પુલિત્ઝર પુરસ્કાર 2022થી સન્માનિત

author img

By

Published : May 10, 2022, 11:18 AM IST

Updated : May 10, 2022, 11:25 AM IST

ન્યુઝ ડેસ્ક: સ્વર્ગસ્થ ફોટો જર્નાલિસ્ટ ડેનિશ સિદ્દીકી સહિત 4 ભારતીયોને (Pulitzer Prize in Journalism) 'ફીચર ફોટોગ્રાફી કેટેગરીમાં' પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં (Pulitzer Prize 2022) આવ્યા છે. 'ધ પુલિત્ઝર પ્રાઈઝ'ની વેબસાઈટ (Pulitzer winners announced) અનુસાર, સિદ્દીકી અને તેના સહયોગી અદનાન આબિદી, સના ઈર્શાદ મટ્ટૂ અને ન્યૂઝ એજન્સી 'રોયટર્સ'ના અમિત દવેને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. ભારતમાં કોવિડ-19 સંબંધિત ફોટોગ્રાફ્સ માટે તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: શ્રીલંકામાં આર્થિક સંકટઃ રાજપક્ષેના ઘરને લાગાવી આગ, 3 ના મોત

સિદ્દીકીને બીજી વખત પુલિત્ઝર પુરસ્કાર: સિદ્દીકી (38)ની ગયા વર્ષે જુલાઈમાં અફઘાનિસ્તાનમાં હત્યા કરવામાં આવી હતી. અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડક જિલ્લામાં અફઘાન સૈનિકો અને તાલિબાન વચ્ચેની હિંસક અથડામણની (coverage of withdrawal from Afghanistan) તસવીરો લેતી વખતે તેની હત્યા કરવામાં આવી હતી. સિદ્દીકીને બીજી વખત પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો છે. 2018 માં, રોહિંગ્યા શરણાર્થી કટોકટી પરના ફોટોગ્રાફ્સ માટે તેમને રોઇટર્સ સાથે કામ કરતી વખતે પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેણે અફઘાનિસ્તાન અને ઈરાનમાં થયેલા યુદ્ધો, હોંગકોંગમાં પ્રદર્શનો અને નેપાળમાં ભૂકંપ જેવી મહત્વની ઘટનાઓના ફોટોગ્રાફ લીધા હતા.

'બ્રેકિંગ ન્યૂઝ ફોટોગ્રાફી કેટેગરીમાં' એવોર્ડ: સિદ્દીકીએ દિલ્હીના જામિયા મિલિયા ઈસ્લામિયામાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. તેમજ 'લોસ એન્જલસ ટાઇમ્સ'ના માર્કસ યામને 'બ્રેકિંગ ન્યૂઝ ફોટોગ્રાફી કેટેગરીમાં' એવોર્ડ મળ્યો (Surfside condominium collapse in Florida) હતો. તેણે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોની પીછેહઠને કારણે લોકોના જીવન પર અસર દર્શાવતી તસવીરો લીધી હતી. ગેટ્ટી ઈમેજીસના વિન મેકનેમી, ડ્રુ એન્ગેરર, સ્પેન્સર પ્લેટ, સેમ્યુઅલ કોરમ અને જ્હોન ચેરીને પણ 'બ્રેકિંગ ન્યૂઝ ફોટોગ્રાફી કેટેગરીમાં' પુલિત્ઝર પુરસ્કાર મળ્યો. તેણે અમેરિકી સંસદ પર હુમલા સાથે જોડાયેલી તસવીરો લીધી હતી.

આ પણ વાંચો: Char Dham Yatra 2022: અત્યાર સુધીમાં 19 શ્રદ્ધાળુઓના મોત, 1.5 લાખ લોકોએ કર્યા દર્શન

પુલિત્ઝર પુરસ્કારો આપવાની મંજૂરી: વર્ષ 1912માં, કોલંબિયા યુનિવર્સિટીએ વિવિધ કેટેગરીમાં પુલિત્ઝર પુરસ્કારો આપવાની યોજનાને મંજૂરી આપી હતી. તેની સ્થાપના હંગેરિયન-અમેરિકન ફોટો જર્નાલિસ્ટ જોસેફ પુલિત્ઝર દ્વારા કરવામાં આવી હતી. 1917માં પ્રથમ વખત પુલિત્ઝર પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા હતા.

Last Updated : May 10, 2022, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.