ETV Bharat / bharat

પ્રિયંકા ગાંધીએ લખી વડાપ્રધાન મોદીને ચિઠ્ઠી, જો નિયત સાચી છે તો ગૃહ રાજ્યપ્રધાનને કહો રાજીનામું આપે - Pm Modi

પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) લખેલ પત્રમાં લખીમપુર ખેડૂત હત્યાકાંડના પીડિતો પ્રત્યેની પોતાની વેદના ઠાલવી અને કહ્યું ખેડૂત હત્યાકાંડના પીડિતોને ન્યાય મળવો એ તમારા માટે સર્વોપરી હોવું જોઇએ. પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીને (Pm Modi) પત્રમાં એ પણ લખ્યું છે કે જો દેશના ખેડૂતો પ્રત્યે તમારો ઈરાદો ખરેખર સ્પષ્ટ છે તો દેશભરના ખેડૂતો પરના કેસ પાછા ખેંચો અને તમામ શહીદ ખેડૂતોના પરિવારોને આર્થિક અનુદાન આપો. પ્રિયંકા ગાંધી દ્વારા કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાના રાજીનામાની માંગ કરાઇ છે.

પ્રિયંકા ગાંધીએ લખી વડાપ્રધાન મોદીને ચિઠ્ઠી, જો નીયત સાચી છે તો ગૃહ રાજયપ્રધાનને કહો રાજીનામું આપે

author img

By

Published : Nov 20, 2021, 5:47 PM IST

  • પ્રિયંકાએ વડાપ્રધાનને લખેલ પત્રમાં શહીદ થનાર પરિવારોને ન્યાય મળે તેવી માંગ કરાઈ
  • શહીદ ખેડૂતોના પરિવારોને આર્થિક અનુદાનની માંગ કરાઈ
  • ગૃહ રાજયપ્રધાન રાજીનામું આપે તેવી માંગ કરાઈ

લખનઉ: વડાપ્રધાન મોદી (Pm Modi) દ્વારા ગઇકાલે કૃષિ કાયદા પાછા ખેંચાયા બાદ તે અંગે હજુ રાજનીતિ ચાલી જ રહી છે ,ત્યારે કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ અને યૂપી પ્રભારી પ્રિયંકા ગાંધીએ ( Priyanka Gandhi) વડાપ્રધાન મોદીને (Pm Modi) એક ચિઠ્ઠી લખી છે. જેમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું છે લખીમપુર હિંસાના આરોપી આશીષ મિશ્રાના પિત્તા કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા રાજીનામું આપે તેવી માંગ કરી છે. વધુમાં લખ્યું છે કે જો ખેડૂતો પ્રત્યે તમારો ઈરાદો ખરેખર સ્પષ્ટ છે, તો તમે લખનઉમાં આયોજીત DG પરિષદમાં કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન સાથે સ્ટેજ શેર કરશો નહીં.

ગૃહ રાજયપ્રધાન રાજીનામું આપે તેવી માંગ કરાઈ

પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાનને લખ્યું છે કે ગઇકાલે તમે ખેડૂતો પર 3 કાળા કૃષિ -કાયદા લાદવાના અત્યાચારને સ્વીકાર્યો અને તેને પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. મે અખબારોમાં વાચ્યું કે આજે તમે લખનઉમાં યોજાનાર DG પરિષદમાં દેશની કાનૂન વ્યવસ્થા સંભાળનાર અધિકારીઓ સાથે વાતચીત કરશો. લખીમપુર ખેડૂત હત્યાકાંડમાં અન્નદાતાઓ પર કરવામાં આવેલ અત્યાચારો પુરા દેશે જોયો છે. તમે એ પણ જાણો છો કે ખેડૂતોને પોતાની કારથી કચડી નાખનાર મુખ્ય આરોપી તમારી સરકારના કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાનનો પુત્ર છે. રાજકીય દબાણના લીધે આ મામલાને ઉતર પ્રદેશ સરકારે શરૂઆતથી જ ન્યાયને અવાજને દબાવવાનો પ્રયાસ કરાયો હતો. પ્રચલિત સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં કહ્યું હતું કે સરકારનો ઈરાદો જોઈને એવું લાગી રહ્યું છે કે સરકાર કોઈ મુખ્ય આરોપીને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રિયંકાએ માંગ શહીદ થનાર પરિવારોને ન્યાય મળે તેવી માંગ

ઉપરાંત પ્રિયંકાએ પણ લખ્યું છે કે હું લખીમપુરના શહીદ થયેલ ખેડૂતોના પરિવારોને મળી છું,તેઓ અસહ્ય પીડામાં છે. તે તમામ પરિવારોનું કહેવું છે કે તેઓ માત્ર તેમના શહીદ થનાર પરિવારોને ન્યાય મળે તેવું ઇરછે છે, કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાનના રહેતા તેમને ન્યાય મળે તેવી કોઈ આશા નથી. તાજેતરમાં લખીમપુર ખેડૂત હત્યાકાંડ કેસમાં કોઇ જ અપડેટ નથી એટલે શહીદ થયેલ પરિવારોની શંકાઓને સાચી સાબિત કરે છે.

આ પણ વાંચો: કાયદાઓ ખેડૂતોના હિત માટે હતા પણ સમજાવવામાં અને સમજવામાં ક્યાંક ચૂંક થઈ છે: આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલ

સાચુ મન અને પવિત્ર હ્રદયથી ખેડૂતોના હિતને ધ્યાને રાખી કૃષિ કાયદાને પાછો ખેંચયો

તમે દેશના વડાપ્રધાન છો અને તમે દેશના ખેડૂતો પ્રત્યેની જવાબદારીને ખુબ સારી રીતે સમજો છો. દેશના દરેક નાગરીકને ન્યાય મળે તે તમારી ફરજમાં આવે છે. ગઇકાલે રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું હતું કે સાચુ મન અને પવિત્ર હ્રદયથી ખેડૂતોના હિતને ધ્યાને રાખી કૃષિ કાયદાને પાછા ખેંચવાનો અદભુત નિર્ણય લેવાયો છે. વધુમાં એ પણ હતું કે ખેડૂતો પ્રત્યે તમારી નેક નીયત છે. જો આ સાચુ છે તો લખીમપુર ખેડૂત હત્યાકાંડના પીડિતોને ન્યાય મળવો એ પણ તમારા માટે સર્વોપરી હોવું જોઇએ, પરંતુ, કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન, અજય મિશ્રા ટેની હજુ પણ તમારી કેબિનેટમાં તેમનું પદ જાળવી રાખ્યું છે. જો તમે આ પરિષદમાં આરોપીના પિતા સાથે સ્ટેજ શેર કરશો તો પીડિતોના પરિવારજનોને સ્પષ્ટ સંદેશ જશે કે તમે હજુ પણ હત્યારાઓને બચાવનારાઓની સાથે ઉભા છો. ખેડૂતોના સત્યાગ્રહમાં શહીદ થયેલા 700થી વધુ ખેડૂતોનું આ ઘોર અપમાન હશે.

આ પણ વાંચો: કૃષિ કાયદા રદ્દ થયા બાદ અમરિંદર સિંહના નિવેદનથી રાજકારણમાં ગરમાવો, BJP સાથે કામ કરશે!

શહીદ ખેડૂતોના પરિવારોને આર્થિક અનુદાનની માંગ

પ્રિયંકા ગાંધીએ પત્રમાં એ પણ લખ્યું છે કે જો દેશના ખેડૂતો પ્રત્યે તમારો ઈરાદો ખરેખર સ્પષ્ટ છે, તો તમારા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી સાથે મંચ પર ન બેસો, તેમને હાંકી કાઢો. દેશભરના ખેડૂતો પરના કેસ પાછા ખેંચો અને તમામ શહીદ ખેડૂતોના પરિવારને આર્થિક અનુદાન આપવું જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.