- પંજાબમાં ઉથલ-પાથલ મચી છે
- વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલી કોંગ્રેસ હવે ચૂંટણી મોડમાં આવી
- કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનઉની મુલાકાતે છે
લખનઉ: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલી કોંગ્રેસ હવે સમગ્ર રીતે ચૂંટણી મોડમાં આવી ગઇ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનઉની મુલાકાતે છે. મુલાકાતના ચોથા દિવસે પ્રિયંકા કોંગ્રેસની નવગઠિત સ્ક્રીનિંગ કમિટી સાથે બેઠક કરશે. આની અધ્યક્ષતા કોંગ્રેસ મહાસચિવ જિતેન્દ્ર સિંહ કરશે, જ્યારે પાર્ટી સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા અને મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન વર્ષા ગાયકવાડ તેના સદસ્ય છે. જો કે, યૂપીના પ્રભારી અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી સતત ત્રણ દિવસથી કાર્યાલયમાં સંગઠન અને પ્રકોષ્ઠોની બેઠક કરી રહી છે.
પ્રિયંકાએ બેઠક કરીને પોતાની ચૂંટણી રણનીતિ નક્કી કરી
પ્રિયંકાએ બે દિવસ કૌલ હાઉસ પર પદાધિકારીઓ સાથે બેઠક કરીને પોતાની ચૂંટણી રણનીતિ નક્કી કરી. ત્યારબાદ ત્રીજા દિવસે બુધવારે તેઓ કોંગ્રેસના મુખ્યાલય પહોંચ્યા હતા. લગભગ 3.30 ક્લાક સુધી કોંગ્રેસ કાર્યાલય પર પદાધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ પરત કૌલ નિવાસે આવી ગયા હતા. બુધવારે તેમણે બંજારા સમિતિ, મૌર્ય સમાજ અને ડોક્ટર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી હતી.
પ્રિયંકા ગાંધી સોશિયલ મીડિયા ટીમ સાથે બેઠક કરી રહી છે
ગુરુવારે પ્રિયંકા ગાંધી સોશિયલ મીડિયા ટીમ સાથે બેઠક કરી રહી છે. તેથી વિપક્ષી દળો પર પ્રહાર કરી શકે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી સાથે સ્ક્રીનિંગ કમિટીની બેઠક પણ થશે. આ બેઠકમાં ઉમેદવારોની પસંદગી માટે વિચારમંથન કરવામાં આવશે.
પ્રિયંકા ગાંધી એક વાર પણ હજુ સુધી મીડિયા સામે આવી નથી
જો કે ચાર દિવસની મુલાકાતમાં રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી એક વાર પણ હજુ સુધી મીડિયા સામે આવી નથી. તેનું કારણ કોંગ્રેસ પાર્ટીમાં સતત થઇ રહેલી હલચલ માનવામાં આવે છે. પંજાબમાં ઉથલ-પાથલ મચી છે. આ જ કારણ છે કે, પ્રિયંકા ગાંધીને મીડિયાના સવાલોનો સામનો કરવો પડશે. તેથી તે સામે આવવાથી દૂર રહે છે.
રાયબરેલી પણ જશે પ્રિયંકા
પોતાના આ પાંચ દિવસની મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધી ત્રણ દિવસ લખનઉ તો બે દિવસ રાયબરેલી જઇ શકે છે, ત્યાંથી જ તેમનો અમેઠીનો પણ કાર્યક્રમ બની શકે છે. ઉલ્લેખનિય છે કે, પ્રિયંકા ગાંધી છેલ્લી મુલાકાતને અધુરી મૂકી રાયબરેલીથી દિલ્હી ચાલી ગઇ હતી.
આ પણ વાંચો- Mission 2022: પ્રિયંકા ગાંધી UPમાં 10થી વધુ મેગા રેલી સંબોધશે
આ પણ વાંચો- પ્રિયંકા ગાંધી યુપીના ત્રણ દિવસના પ્રવાસે : રાજ્યના વિવિધ ભાગોમાં પ્રતિજ્ઞા પ્રવાસ શરૂ કરશે