- સવારે 10:30 વાગ્યે વડાપ્રધાન મોદી બનારસ પહોંચશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં લીધેલો સંકલ્પ આજે પૂરો થશે
- વિશ્વનાથ મંદિર પરિસર દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું
વારાણસીઃ દેશના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વનો (Kashi Vishwanath) દિવસ છે, તેનું મોટું કારણ એ છે કે, વારાણસીમાં 251 વર્ષ બાદ કાશી વિશ્વનાથ મંદિરને ભવ્ય વિશ્વનાથ ધામમાં (Kashi Vishwanath Corridor) બદલવાનો સંકલ્પ પૂર્ણ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Varanasi PM Narendra Modi's inauguration) 2014માં લીધેલો સંકલ્પ આજે સોમવારે પૂરો થવા જઈ (Kashi Vishwanath Corridor project) રહ્યો છે. આજે સોમવારે સવારે 10:30 વાગ્યે વડાપ્રધાન મોદી બનારસ પહોંચશે અને કાલ ભૈરવના દર્શન કર્યા પછી લગભગ દોઢ કલાક વિશ્વનાથ કોરિડોર માટે ( kashi vishwanath temple corridor inauguration) પ્રસ્થાન કરશે.
વિશ્વનાથ મંદિર પરિસર દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું
વિશ્વનાથ કોરિડોર સંકુલમાં બનેલા મંદિર ચોકમાં 15 મિનિટ વિશેષ પૂજા અને પછી સંતોની સાથે પદ્મ પુરસ્કારો મેળવનાર કાશીના લોકો અને 12 રાજ્યોના મુખ્યપ્રધાનો અને 21 નાયબ મુખ્યપ્રધાનો સાથે લગભગ 3 થી 4 હજાર લોકોની ભીડને વડાપ્રધાન મોદી (PM Narendra Modi in Kashi) સંબોધિત કરશે. સમગ્ર મંદિર પરિસરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ફૂલોના હાર, બેસવાની વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે અથવા તો એમ કહી શકાય કે, તૈયારી પૂર્ણ થઈ ગઈ છે, બસ વડાપ્રધાન મોદીના આગમનની રાહ જોવાઈ રહી છે.
વિશ્વનાથ ધામને શણગારવાની તૈયારીઓ પણ પૂર્ણ
વિશ્વનાથ ધામને શણગારવાની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે, વિશ્વનાથ ધામની ભવ્યતાને પૂર્ણ કરવા માટે એક પછી એક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગંગા નદી તરફના રસ્તાથી શરૂ કરી 24 અલગ-અલગ મંદિરના કોરિડોર અને મંદિર ચોકથી થઈને ગર્ભગૃહ તરફ જવાના માર્ગને સંપૂર્ણ રીતે તોરણોથી શણગારવામાં આવ્યો છે.
વડાપ્રધાનના આગમનને ભવ્ય બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ
વિશ્વનાથ મંદિર પરિસર સંપૂર્ણપણે રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. દિવાળી અને દેવ દિવાળીનો અદભુત નજારો નિહાળવા માટે 13 ડિસેમ્બરની સાંજની પણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને ભવ્ય બનાવવા માટે ડમરુ અને શંખનાદ કર્યા પછી ઘંટા ઘડિયાર અને પૂજારીઓની આખી ટીમ તૈયાર કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી મંદિર ચોકમાં લોકોને સંબોધિત કરશે, જેમાં સંત મોરારી બાપુ, બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર, મહામંડલેશ્વર, શંકરાચાર્ય સહિત અનેક પ્રખ્યાત સંતો ઉપસ્થિત રહેશે. કુલ 251 સંતોની સાથે દેશભરમાંથી પ્રતિષ્ઠિત હસ્તીઓની વિશાળ ટીમ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન 12 રાજ્યોના મુખ્યપ્રધાનો અને 21 નાયબ મુખ્યપ્રધાનોને સંબોધિત કરશે
વડાપ્રધાન મોદી મંદિર પરિસરમાં 12 રાજ્યોના મુખ્યપ્રધાનો અને 21 નાયબ મુખ્યપ્રધાનોને પણ સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી લગભગ 12:00 વાગ્યા સુધીમાં અહીં પહોંચશે અને લગભગ દોઢ કલાક સુધી મંદિરના પરિસરમાં હાજર રહેશે. કોરિડોરની ભવ્યતાને નિહાળ્યા બાદ વડાપ્રધાન મોદી અહીં સ્થાપિત અહિલ્યાબાઈ હોલકર, ભારત માતા અને આદિ શંકરાચાર્યની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા પછી બાબા વિશ્વનાથના મંદિર પરિસરમાં પ્રવેશ કરશે.
આ પણ વાંચો:
Depositors First Programme: વડાપ્રધાન મોદી, હવે બેંક ડૂબી જાય તો પણ ડિપોઝિટર્સને મળશે રૂપિયા 5 લાખ