- મોદીએ કોવિડ-19 વૈશ્વિક સમ્મેલનને સંબોધ્યુ
- ભારત દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે : મોદી
- કોરોના મહામારીમાં સહકાર આપવા બદલ આભાર: મોદી
દિલ્હી : વડાપ્રધાન મોદીએ કોવિડ-19 વૈશ્વિક સમ્મેલનને વીડિયો કોન્ફરન્સના દ્વારા સંબોધિત કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, અમે અમારી કોવિડ રસી 95 દેશોને આપી છે. ભારતમાં કોવિડની બીજી લહેર દરમિયાન દુનિયા ભારતની સાથે ઉભી છે. વડાપ્રધાનને કહ્યું," ભારતને મુશ્કેલ સમયમાં સાથ અને સહકાર આપવા બદલ ખૂબ-ખૂબ આભાર".
આ પણ વાંચો : મોરબી ટીંબડી પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત
ભારતમાં સૌથી મોટું રસી અભિયાન ચલાવી રહ્યું છે
વડાપ્રધાન મોદીએ કહ્યું," ભારત દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે, કેટલાક દિવસ પહેલા ભારતમાં એક દિવસમાં અઢી કરોડ લોકોને રસીના ડોઝ આપ્યા હતા. અત્યારસુધી ભારત 20 કરોડ રસીના ડોઝ આપી ચુક્યું છે". મોદીએ આગળ કહ્યું કે," રસી પ્રમાણપત્રની પરસ્પર માન્યતા દ્વારા આંતરરાષ્ટીય યાત્રા આસાન બનાવી શકાય છે" તેમણ કહ્યું કે, " દુનિયાને રસી આપૂર્તી કરાવવા માટે કાચા માલના આપૂર્તી શ્રૃખંલાને ખોલવી જોઈએ.
આ પણ વાંચો : 'નો રિપીટ' સરકારમાં 'રિપીટ નિર્ણય' : સોમ-મંગળ પ્રધાનો અને અધિકારીઓને સચિવાલયમાં ફરજીયાત હાજર રહેવા સૂચન