- વડાપ્રધાન મોદી આજે 'મૈત્રી સેતુ' નું ઉદ્ઘાટન કરશે
- 'મૈત્રી સેતુ' ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા દ્વિપક્ષીય સંબંધો અને મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક
- 1.9 કિમી લાંબો પુલ ભારતના સબરૂમને બાંગ્લાદેશના રામગઢ સાથે જોડે છે
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી આજે 'મૈત્રી સેતુ' નું ઉદ્ધાટન કરશે. આ પુલ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ફેની નદી પર બન્યો છે. PMO દ્વારા માહિતી આપવામાં આવી હતી.
વડાપ્રધાન મોદી ત્રિપુરામાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
PMOએ જણાવ્યું કે, તેઓ કાર્યક્રમ દરમિયાન ત્રિપુરામાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PMOએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન મોદી 9 માર્ચે બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 'મૈત્રી સેતુ' નું ઉદ્ઘાટન કરશે.
આ પણ વાંચો: ગરીબોને મોંઘી દવાઓથી બચાવવા જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા: વડાપ્રધાન મોદી
'મૈત્રી સેતુ' ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા દ્વિપક્ષીય સંબંધો અને મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક
આ પુલ 'મૈત્રી સેતુ' ફેની નદી પર બનાવવામાં આવ્યો છે. આ નદી ત્રિપુરા અને બાંગ્લાદેશમાં ભારતીય સીમા વચ્ચે વહે છે. PMOએ કહ્યું કે 'મૈત્રી સેતુ' ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા દ્વિપક્ષીય સંબંધો અને મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક છે.