બિલાસપુરઃ છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના મસ્તુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશજીની (Bilaspur ganesh idols stolen) મૂર્તી ચોરાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. ગ્રામ પંચાયત ઈટવા પાલીની અર્પા નદીના કિનારે આવેલી ભંવરગણેશની અતિ (Bhanwar ganesh idols stolen) પ્રાચીન મૂર્તિની ચોરી થઈ છે. ગત રાત્રે, 100 વર્ષ જૂના પ્રસિદ્ધ પ્રાચીન ભંવર ગણેશ મંદિરમાંથી એક કિંમતી ગ્રેનાઈટની (Ganesh Idol Theft Case) મૂર્તિ ચોરાઈ ગઈ છે.
આ પણ વાંચો: શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર માર્યો, ગંભીર હાલતમાં દાખલ
અગાઉ થઈ ચૂકી છે ચોરીઃ ખરેખર મસ્તુરી વિસ્તારમાં મૂર્તિ ચોરીનો આ કોઈ નવો મામલો નથી. અગાઉ વર્ષ 2003માં પણ આ જ મૂર્તિ ચોર ચોરીને લઈ ગયા હતા. થોડા સમય પહેલા પણ મસ્તુરી વિસ્તારના દેવકીરી ગામમાં બ્રહ્માજીની મૂર્તિની ચોરી થઈ હતી. પોલીસ તે ચોરો અને બ્રહ્માજીની મૂર્તિને સક્રિયપણે શોધી રહી હતી. દરમિયાન વર્ષ 2004માં, પોલીસને માહિતી મળી કે ચોર બિલાસપુરમાં સિરગીટ્ટી થઈને બ્રહ્માજીની મૂર્તિ લઈ જવાના છે. પોલીસે બીઈસી ફર્ટિલાઈઝર પાસે નાકાબંધી કરીને આ પહેલાના કેસમાં ચોરને પકડ્યા હતા. પરંતુ બ્રહ્માજીની મૂર્તિને બદલે ભંવર ગણેશજીની મૂર્તિ ચોર પાસેથી મળી આવી હતી.
કેવી રીતે થઈ ચોરીઃ આ પછી, 2007 માં ચોરેએ ફરીથી તે જ મૂર્તિની ચોરી કરી હતી. પરંતુ થોડા દિવસો પછી ચોર એ જાતે જ મંદિરમાં તેની સ્થાપના કરી. 2016 માં પણ એક ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. જેમાં દાન પેટી અને મૂર્તિના કાનનો ભાગ લઈ કાપી લેવાયો હતો. જેમાં ખાસ કરીને ઘરેણા ચડાવેલા હોય છે. આ વખતે ચોરીની આ ઘટના ગુરુવારે મોડી રાત્રે 1 થી 2 વાગ્યાની આસપાસની બની હોવાનું કહેવાય છે. ચોરી દરમિયાન ચોર એ મંદિરના પૂજારી મહેશ કેવટને બંધક બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. શુક્રવારે સવારે ગ્રામજનો જ્યારે મંદિરમાં પૂજા માટે અંદર ગયા ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે ચોરોએ પૂજારીને ટેપથી બાંધી દીધો હતો. મંદિરમાં કોઈ મૂર્તિ ન હતી. જેની માહિતી ગ્રામજનો એ અન્ય લોકોને આપી હતી.
આ પણ વાંચો: ક્રુરતાની હદ પાર, નિર્દોષને યુરિયન પિવડાવી આખી રાત લાકડીઓ વડે માર માર્યો
કેટલી કિંમતી છે મૂર્તિઃ આ કેસમાં મળતી માહિતી મુજબ આ મૂર્તિ 3 ફૂટ ઊંચી છે અને તેનું વજન 65 કિલો છે. આ સાથે પ્રાચીન અને અમૂલ્ય મૂર્તિની કિંમત પણ કરોડોમાં હોવાનું કહેવાય છે. ત્યારે જૂના મંદિરમાંથી ભંવર ગણેશની મૂર્તિની ચોરીની ઘટનાથી સ્થાનિક લોકો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.સમગ્ર વિસ્તારના લોકોને મંદિરમાં ઊંડી આસ્થા છે. જેથી ચોરીની આ ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરના પૂજારી સહિત સેંકડો લોકોએ પોલીસને અપીલ કરી છે કે, ચોરોને વહેલી તકે પકડવામાં આવે અને મૂર્તિ પરત મળે અને ગુનેગારોને કડક સજા આપવામાં આવે.