- રવિવારે દેશમાં ઉજવાશે 75મો સ્વતંત્રતા દિવસ
- સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિએ કર્યું રાષ્ટ્રજોગ સંબોધન
- સંબોધનમાં દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 75માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનથી આપણને આઝાદી મળી છે. આપણને ગાંધીજીની પ્રેરણાથી આઝાદી મળી હતી. આ સાથે દેશવાસીઓને દિકરીઓ આગળ વધે તે માટે પ્રોત્સાહન આપવા અપીલ પણ કરી હતી.
કોરોના મહામારીમાંથી હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યા નથી
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ વર્ષે કોરોના મહામારીની બીજી લહેરથી દેશ હજુ સુધી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યો નથી. આપણે ઈતિહાસનો સૌથી મોટો રસીકરણનો કાર્યક્રમ શરૂ કરી દીધો છે. આ અભૂતપૂર્વ સંકટનો સમય હતો. ભારતે આ સમયમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હતી. આ સાથે તેમણે તમામ દેશવાસીઓને વેક્સિન લેવા માટે પણ અપીલ કરી હતી.
મેડલ મેળવનારા ખેલાડીઓને કર્યા સન્માનિત
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ મેળવનારા ખેલાડીઓને પણ સન્માનિત કર્યા હતા. આ સાથે તેમણે કહ્યું હતું કે, આ વખતે ભારતીય ખેલાડીઓએ સૌથી વધારે મેડલ્સ મેળવ્યા છે. તેમની ઉપલબ્ધીઓ પર સમગ્ર દેશને ગૌરવ છે.