ETV Bharat / bharat

New Delhi News: કેન્દ્ર સરકાર સંસદના વિશેષ સત્રમાં દેશનું નામ ઈન્ડિયામાંથી બદલીને ભારત કરવાનો ઠરાવ પસાર કરી શકે છેઃ કૉંગ્રેસ - G20 Summit

મંગળવારે કેન્દ્ર સરકારના સૂત્ર દ્વારા ઈટીવી ભારતને જાણકારી મળી છે કે 18મી સપ્ટેમ્બરે શરૂ થનારા વિશેષ સત્રમાં દેશનું નામ બદલવાનો ઠરાવ સરકાર લાવી શકે છે. કૉંગ્રેસ નેતા જયરામ રમેશે આ ઘટના પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે G20 ડિનરના આમંત્રણમાં "પ્રેસિડેન્ટ ઓફ ભારત" લખવા બાબતને સંઘ રાજ્યો પર હુમલો ગણાવ્યો છે. વાંચો કેન્દ્ર સરકારના વલણ પર કૉંગ્રેસ અને યુઝર્સની પ્રતિક્રિયા

કેન્દ્ર સરકાર દેશનું નામ બદલી શકે છેઃ જયરામ રમેશ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 1:37 PM IST

હૈદરાબાદ/નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દેશનું નામ 'ઈન્ડિયા'માંથી બદલીને 'ભારત' કરવાનો ઠરાવ સંસદના વિશેષ સત્રમાં રજૂ કરે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. સૂત્રો અનુસાર 18થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા વિશેષ સત્રમાં કેન્દ્ર સરકાર દેશનું નામ બદલવા મુદ્દે ઠરાવ લાવી શકે છે.

જયરામ રમેશના વાકપ્રહારઃ આ મુદ્દે ભાજપ સરકાર પર કૉંગ્રેસના નેતા જયરામ રમેશે વાકપ્રહાર કર્યો છે. જયરામ રમેશે એકસ હેન્ડલ પર જણાવ્યું કે કેન્દ્ર સરકારે G20 સમિટ ડિનરના આમંત્રણમાં "પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા"ને બદલે "પ્રેસિડેન્ટ ઓફ ભારત" લખ્યું છે. આ સાબિત કરે છે કે કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર દેશનું નામ ઈન્ડિયામાંથી બદલીને ભારત કરી દેવા માંગે છે. "હવે, બંધારણની કલમ 1ને કંઈક આ રીતે વાંચવામાં આવી શકે છે.'ભારત, જે અગાઉ ઈન્ડિયા હતું,તે સંઘ રાજ્ય રહેશે.' પરંતુ કેન્દ્ર સરકારે આ સંઘ રાજ્ય સંકલ્પના પર પણ આક્રમણ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી 26 વિપક્ષી દળોએ સાથે મળી ગઠબંધન 'ઇન્ડિયા'(Indian National Developmental Inclusive Alliance)ની રચના કરી છે ત્યારથી સત્તાપક્ષ ભાજપ આ મુદ્દે ટીકા કરી રહ્યું છે.

  • So the news is indeed true.

    Rashtrapati Bhawan has sent out an invite for a G20 dinner on Sept 9th in the name of 'President of Bharat' instead of the usual 'President of India'.

    Now, Article 1 in the Constitution can read: “Bharat, that was India, shall be a Union of States.”…

    — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આસામ મુખ્ય પ્રધાને ભારત શબ્દ વાપર્યોઃ ભાજપના કેટલાક નેતાઓ પણ હવે ઈન્ડિયા શબ્દને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવા લાગ્યા છે. જેમાં આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમાનો પણ સમાવેશ થાય છે. તેમણે એક્સ હેન્ડલમાં પોતાની પ્રોફાઈલ મુખ્ય પ્રધાન, આસામ, ભારત લખ્યું છે.

યુઝર્સની પ્રતિક્રિયાઃ એક એક્સ યુઝર્સ લખે છે કે ભાજપ ચૂંટણી જીતવા માટે આ કક્ષાએ કઈ રીતે ઉતરી શકે છે, કે જ્યાં વિપક્ષે ઈન્ડિયા નામનો ઉપયોગ કર્યો તો હવે ભાજપ આપણા દેશના નામ ઈન્ડિયાને લેતા પણ શરમાય છે. બીજા એક્સ યુઝર્સ લખે છે કે, અમે જ્યારે બીજેપીની ઉતરતી કક્ષા વિશે વિચારીએ છીએ ત્યારે તે વધુ નીચે ઉતરીને અમને ખોટા સાબિત કરે છે. જો તેમણે G20 ડિનરના આમંત્રણમાં 'ઈન્ડિયા'ને બદલે 'ભારત' શબ્દ વાપરવો હોય તો આમંત્રણ હિન્દીમાં લખવું જોઈએ.

  1. Congress Yatra: કૉંગ્રેસ હવે અરૂણાચલપ્રદેશથી ગુજરાત સુધી યોજશે યાત્રા, લોકસભા ચૂંટણી માટેનો માસ્ટર સ્ટ્રોક
  2. Surjewala Controversy: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલાએ બીજેપી સમર્થકો અને મતદારોને રાક્ષસીય પ્રકૃતિના કહ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.