ETV Bharat / bharat

Maharashtra News: ઉદ્ધવ ઠાકરે જૂથની ગર્ભવતી મહિલા કાર્યકર્તા પર હુમલો, હોસ્પિટલમાં સારવાર હેઠળ - ગર્ભવતી મહિલા કાર્યકર્તા પર હુમલો

થાણેમાં ઉદ્ધવ ઠાકરે જૂથની યુવા સેના કાર્યકર રોશની શિંદેને 20 મહિલાઓએ માર માર્યો હતો. કારણ કે તેણે સોશિયલ મીડિયા પર શિંદે ગ્રુપ વિરુદ્ધ પોસ્ટ કરી હતી. તે સાત મહિનાની ગર્ભવતી છે અને હુમલા બાદ તેને સ્થાનિક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.

Maharashtra News:
Maharashtra News:
author img

By

Published : Apr 4, 2023, 7:24 PM IST

થાણે: થાણેમાં શિવસેનાની સાત મહિનાની ગર્ભવતી મહિલા કાર્યકર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. પૂર્વ સીએમ અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, તેમની પત્ની અને પુત્ર આદિત્ય ઠાકરે પાર્ટી કાર્યકરો રોશની શિંદે-પવારની તબિયત પૂછવા માટે થાણે પહોંચ્યા હતા.

શિંદે ગ્રુપ વિરુદ્ધ પોસ્ટ: શિંદેએ આ મુદ્દે અધિકારીઓની બેઠક યોજી હતી. આ બેઠકે શિવસેનાના જૂથો વચ્ચે વધુ એક રાજકીય વિવાદનું સ્વરૂપ લીધું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રોશની શિંદે-પવાર પર હુમલાનું કારણ સોમવારે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટ હતી, જેણે હરીફ પાર્ટીના કાર્યકરોને ઉશ્કેર્યા હતા. આ બનાવ અંગે કાસરવડાવલી પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Fake Pmo Officer: PMOનો અધિકારી બની કાશ્મીરમાં કળા કરનાર ક્રાઈમ બ્રાન્ચની કાળકોઠરીમાં, કોણ છે માસ્ટર માઇન્ડ?

ગર્ભવતી મહિલા કાર્યકર્તા પર હુમલો: સોમવારે મોડી રાત્રે શિવસેનાના કાર્યકરોના એક જૂથે રોશની શિંદે-પવાર પર હુમલો કર્યો અને તેઓ વિસ્તાર છોડીને ભાગી ગયા. પ્રેગ્નન્સીના એડવાન્સ સ્ટેજમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રોશની શિંદે-પવારને આજે સવારે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. આ હુમલાની નિંદા કરતા સેના (યુબીટી)ના વરિષ્ઠ નેતા સુષ્મા અંધારેએ કહ્યું કે આ સમગ્ર રાજ્યમાં વારંવાર થઈ રહ્યું છે.

આ પણ વાંચો: WB Violence Hooghly: હુગલીમાં ફરી થયો પથ્થરમારો, ટ્રેન સેવા કરવામાં આવી સ્થગિત

પોલીસ નથી સાંભળતી વાત: તેમણે પક્ષના અન્ય કાર્યકર ગિરીશ કોલ્હેનું ઉદાહરણ ટાંક્યું, જેને માર મારવામાં આવ્યો હતો. CMના હોમ ટાઉન કલ્યાણ નગરમાં અન્ય એક મહિલા કાર્યકર્તાને માર મારવામાં આવ્યો હતો. અંધારેએ કહ્યું કે જ્યારે અમે (વિપક્ષ) પોલીસ ફરિયાદ કરવા જઈએ છીએ ત્યારે અમારી વાત સાંભળવામાં આવતી નથી, પરંતુ શાસક ગઠબંધનને ટેકો આપનારા ગુનેગારોને અમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે અને તાત્કાલિક પગલાં લેવામાં આવે છે.

(IANS)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.