કોલકાતા: ઈમારતના બાંધકામને લઈને ચાલી રહેલા વિવાદમાં નારકેલડાંગામાં આઠ મહિનાની ગર્ભવતી મહિલાને પેટ પર લાત મારવા બદલ પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. મહિલાને ગંભીર હાલતમાં કોલકાતા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે નારકેલડાંગા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. તે જ સમયે, પોલીસે વિસ્તારના CCTV કેમેરાના ફૂટેજને સ્કેન કર્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. (Beating Pregnant Woman)
આ પણ વાંચો : ચોરીના આરોપીને બહારથી આવેલા લોકો દ્વારા લોકઅપમાં જ ઢોરમાર, વીડિયો વાયરલ
મહિલા સાથે મારપીટ : તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય પરેશ પાલ અને કાઉન્સિલર સ્વપન સમદ્દાના સમર્થકો પર મહિલા સાથે મારપીટ કરવાનો આરોપ છે. જાણવા મળ્યુ છે કે, નારકેલડાંગાના રહેવાસી શિવશંકર દાસ અને તેમના પુત્ર દીપક દાસે જણાવ્યું હતું કે, તેઓ આ વિસ્તારમાં ગેરકાયદે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન બિઝનેસનો વિરોધ કરતા હતા. જેના કારણે ધારાસભ્ય અને કાઉન્સિલરના સમર્થકોએ તેમને જમીન વિવાદ ઉકેલવા માટે બોલાવ્યા હતા. મળવાની ના પાડતા આરોપીઓએ દીપકને માર માર્યો હતો. જેની ફરિયાદના આધારે પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી હતી. Crime with Pregnant Woman
આ પણ વાંચો : યાત્રાધામ અંબાજી બન્યું માથાભારેનું ધામ, કર્મચારીને માર મારતો વીડિયો વાયરલ
ધારાસભ્ય પર આરોપ : કોર્ટમાંથી જામીન મળ્યા બાદ જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે, આરોપીઓએ તોડફોડ કરી હતી. દીપકે આરોપ લગાવ્યો કે, રવિવારે ધારાસભ્યના સમર્થકો ઘરમાં ઘૂસી ગયા અને આઠ મહિનાની ગર્ભવતી મહિલાના પેટમાં લાત મારી અને ઘરના અન્ય બાળકોને પણ માર માર્યો હતો. તેણે કહ્યું કે, ઘરમાંથી પૈસાની પણ ચોરી થઈ છે. પીડિત પરિવારનું કહેવું છે કે, જ્યારે ઘરમાં હિંસા ચાલી રહી હતી ત્યારે પણ તેઓએ પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ નારકેલડાંગા પોલીસ સ્ટેશને કોઈ કાર્યવાહી કરી ન હતી. એટલું જ નહીં, ધરપકડની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટના અંગે ધારાસભ્ય પરેશ પાલે જણાવ્યું હતું કે, હું ફરિયાદીઓને ઓળખતો નથી અને મારો આ ઘટના સાથે કોઈ સંબંધ નથી. councillor allegedly beaten pregnant woman