ETV Bharat / bharat

ASI બનવા બે મહિનાની ગર્ભવતીએ 400 મીટર દોડ સહિતની શારીરિક પરીક્ષાઓ પાર કરી - ગર્ભવતી મહિલા

કર્ણાટકની એક મહિલાએ ગર્ભવતી હોવા છતાં 400 મીટર દોડ, લાંબી કૂદ, ​​શોટ પુટ જેવી તમામ અડચણોને પાર કરીને પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની શારીરિક પરીક્ષા પાસ કરી હતી. વધુ વિગત વાંચો.

ASI બનવા બે મહિનાની ગર્ભવતીએ 400 મીટર દોડ સહિતની શારીરિક પરીક્ષાઓ પાર કરી

author img

By

Published : Aug 13, 2021, 5:43 PM IST

  • કર્ણાટકના કલબુર્ગીમાં મહિલાની હિંમતનો પરચો મળ્યો
  • સગર્ભા હોવા છતાં તમામ શારીરિક પરીક્ષણમાં પાસ
  • 24 વર્ષની અશ્વિનીએ ઉઠાવ્યું મોટું જોખમ

કંઇક કરવા માગતા હો તો સંજોગો નડતાં નથી. કર્ણાટકની એક મહિલાએ આ વાત સાચી સાબિત કરી છે. કલબુર્ગીમાં ગર્ભવતી મહિલાએ પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની શારીરિક તપાસમાં જ ભાગ લીધો ન હતો પરંતુ ડૉક્ટરની સલાહને અવગણીને બુધવારે તેણીને ડીએઆર પોલીસ ગ્રાઉન્ડમાં ક્લોલિફાઇ પણ કર્યું હતું. 24 વર્ષની અશ્વિની સંતોષ કોરે (Ashwini Santhosh Kore) 10 અઠવાડિયાની ગર્ભવતી છે.

બાળક માટે જોખમી

એક મીડિયા રિપોર્ટ અનુસાર બીદરના (Bidar) એન્જિનિયર અશ્વિનીએ બે વખત શારીરિક પરીક્ષા પાસ કરી હતી, પરંતુ લેખિત પરીક્ષા પાસ કરી શક્યાં ન હતાં. આ વખતે તે મૂંઝવણમાં હતાં કે ગર્ભવતી હોવાથી શારીરિક પરીક્ષણમાં ભાગ લેવો કે નહીં. તે કહે છે કે તેના ગાયનેકોલોજિસ્ટે સલાહ આપી હતી કે આમ કરવું તેના માટે અને અજન્મા બાળક માટે ખતરનાક બની શકે છે.

400 મીટરની દોડ પણ પૂરી કરી

અશ્વિની સંતોષ કોરેકોના બાળકને લઈને ચિંતિત હતી, તેથી તેણીએ પોતાની ગર્ભાવસ્થાને ટાંકીને અધિકારીઓને 400 મીટર દોડમાંથી મુક્તિ આપવા વિનંતી કરી હતી. પરંતુ અધિકારીઓએ નિયમોને ટાંકીને ના પાડી. અશ્વિનીએ હાર ન માની, તેણે 400 મીટર દોડમાં પણ જોડાવાનું નક્કી કર્યું. તેે દોડ 1.36 મિનિટમાં પૂર્ણ કરી. એટલું જ નહીં, તેણે લાંબી કૂદ, શોટ પુટ જેવી તમામ પરીક્ષા પાસ કરી.

પસંદગી સમિતિની સ્પષ્ટતા

જોકે આ અંગે નોર્થ-ઇસર્ટર્ન રેન્જના IGP મનીષ ખરબીકર (Manish Kharbikar)નું કહેવું છે કે તેમને અને પસંદગી સમિતિના સભ્યો મહિલાની સગર્ભાવસ્થા વિશે જાણતાં ન હતાં. તેમનું કહેવું છે કે ઘણાં સગર્ભા ઉમેદવારો શારીરિક કસોટીની પરવાનગી નહીં મળે તે ડરથી પસંદગી સમિતિને તેમની સ્થિતિની જાણ કરતાં નથી.

આ પણ વાંચોઃ દેશભરમાં વધી રહેલા પેટ્રોલના ભાવ વચ્ચે તમિલનાડુ સરકારે કર્યો 3 રૂપિયાનો ઘટાડો, જાણો શા માટે

આ પણ વાંચોઃ લાહૌલ સ્પીતિમાં ભૂસ્ખલન, ચંદ્રભાગા નદીનો રોકાયો પ્રવાહ, ગામ ખાલી કરવાનો આદેશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.