પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj Uttar Pradesh) જિલ્લાના કરચના વિસ્તારના દિહા ગામમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. જ્યાં પરિવારના સભ્યોએ તેમની 18 વર્ષની પુત્રીના મૃતદેહને (Family Stay with Dead body) માત્ર તંત્ર-મંત્ર દ્વારા પુનઃજીવિત કરશે એવી આશા સાથે મૃતદેહ (Dead Body in Home) ઘરમાં રાખી મૂક્યો. અંધશ્રદ્ધામાં 3 દિવસ સુધી દીકરીના મૃતદેહનો અંતિમ સંસ્કાર (Cremation procedure) કરાયો ન હતો. મંગળવારે સાંજે જ્યારે ગ્રામજનોને આ અંગેની જાણ થઈ કે, ઘરમાં મૃતદેહને બંધ કરી દીધો છે. આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જ્યારે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ ભયાનક દ્રશ્ય જોયું તો દરેકની આત્મા કંપી ઉઠી.
આ પણ વાંચોઃ 'ચાર્લી'ના આ એક કામથી દુષ્કર્મ અને હત્યા કેસમાં ફરાર આરોપી ઝડપાયો
પોસ્ટમોર્ટમ મોકલાયો દેહઃ હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. કરચના પોલીસ સ્ટેશન વિસ્તારના દિહા ગામમાં અભયરાજ યાદવ પરિવારમાં આ ઘટના બની હતી. સૂત્રોનું માનીએ તો અભયરાજની પુત્રી 18 વર્ષની દીપિકાનું 3 દિવસ પહેલા શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. 3 દિવસ સુધી પરિવારના સભ્યોએ દીપિકાના અંતિમ સંસ્કાર કર્યા ન હતા.
ઘરમાં તંત્રમંત્રઃ પરિવારજનો ઘરની અંદર તંત્ર-મંત્ર દ્વારા દીકરીને જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. ગ્રામજનોની જાણ પર કરચના પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. યુવતીના મૃતદેહની આસપાસ તંત્ર-મંત્રની વસ્તુઓ મૂકી રાખી હતી. પોલીસે પગલાં લીધા ત્યારે પરિવારજનોએ વિરોધ કર્યો હતો.
આ પણ વાંચોઃ એપથી લોન લેવી યુવાનને ભારે પડી,ભરવું પડ્યું અંતિમ પગલું
મૃતદેહનો કબજો લેવાયોઃ પોલીસે કોઈક રીતે પરિવારના કબજામાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારની માનસિક સ્થિતિ સારી નથી, જેના કારણે પહેલા તેમની માનસિક સ્થિતિની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.