ETV Bharat / bharat

પ્રમુખસ્વામીના જન્મશતાબ્દિ મહોત્સવને લઈ તૈયારી શરૂ, 600 એકરમાં સિટી તૈયાર કર્યું - પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી 2022

સ્વામિનારાયણ ધર્મના બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની 100 વર્ષનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં (Pramukh Swami Maharaj Shtabadi 2022) ધામધૂમથી ઉજવાશે. જેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અમદાવાદના ઓગણજ ખાતે આ માટે એક ખાસ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. એક મહિના સુધી ચાલું રહેનારા આ મહોત્સવમાં દરરોજ જુદા જુદા આધ્યાત્મિક-સામાજિક (Ahmedabad Pramukh Swami Maharaj Shtabadi Festival) કાર્યક્રમોની સાથે સાથે એક વિશિષ્ટ પ્રદર્શની પણ તૈયાર કરાઈ છે. જે માટે સમગ્ર સિટી તૈયાર કરાયું છે. જેને પ્રમુખ સ્વામી નગર એવું નામ અપાયું છે. અંદાજીત 54 દેશના આવી ભક્તો તેમજ વિશ્વના અન્ય દેશોના વડાપ્રધાનને પણ આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં યોજાશે પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી મહોત્સવ જાણો શું હશે વિશેષતા

author img

By

Published : Nov 6, 2022, 11:54 AM IST

Updated : Nov 6, 2022, 12:33 PM IST

અમદાવાદઃ સ્વામિનારાયણ સમાજના લોક સેવા સાંસ્કૃતિક પ્રચાર અને અધાત્મક ક્ષેત્ર, અનન્ય યોગદાન આપનાર શરૂ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં યોજાશે. સરદાર પટેલ રિંગ રોડ પર આંતરરાષ્ટ્રીય કક્ષાની (International Event Ahmedabad) કોઈ ઈવેન્ટ હોય એવી ઉજવણીની તડામાર (Pramukh Swami Nagar Ahmedabad) તૈયારીઓ થઈ રહી છે. જેમાં દરેક સ્તરના દેશ વિદેશના લાખો લોકો પ્રમુખસ્વામી મહારાજની હૃદયપૂર્વક ભાવાંજલિ આપવા હાજર રહેશે. આ સાથે એક સમગ્ર એક નગર અહીં ઊભું કરવામાં આવ્યું છે. જેની અંદર વિવિધ સંસ્કૃતિ,કલ્ચર વન્ડરલેન્ડ, સાંસ્કૃતિક પ્રવેશદારો, ભવ્ય, સ્મારક પ્રતિમા, (Akshardham Exhibition Ahmedabad) પ્રદર્શન ખંડો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

પ્રમુખસ્વામીના જન્મશતાબ્દિ મહોત્સવને લઈ તૈયારી શરૂ, 600 એકરમાં સિટી તૈયાર કર્યું

600 એકરમાં નગરઃ તારીખ 15 ડિસેમ્બર 2022 થી 15 જાન્યુઆરી 2023 સુધી ચાલનારા પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ખાસ વાત એ છે કે, અહીં 600 એકરની જમીન પર એક નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા ખંડ તૈયાર કરીને એક ઝાંખી ઊભી કરવામાં આવી છે. આ નિર્માણકાર્ય છેલ્લા એક વર્ષથી ચાલું છે. જે હવે અંતિમ તબક્કામાં છે. જેને તારીખ 15 ડિસેમ્બરના રોજ ખુલ્લુ મૂકવામાં આવશે. આ નગરનું નામ પ્રમુખસ્વામી મહારાજ નગર અપાયું છે. પ્રમુખસ્વામી મહારાજ નગરની અંદર વિવિધ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિનું થવાની છે. આ સાથે જ અનેક એવા આધ્યાત્મિક આકર્ષણ પણ જોવા મળશે.

અમદાવાદમાં યોજાશે પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી મહોત્સવ જાણો શું હશે વિશેષતા
અમદાવાદમાં યોજાશે પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી મહોત્સવ જાણો શું હશે વિશેષતા

7 ગેટથી પ્રવેશઃ પ્રમુખસ્વામી મહારાજના નગરમાં પ્રવેશ મેળવવા માટે કુલ 7 સાંસ્કૃતિક પ્રવેશદ્વાર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સરદાર પટેલ રીંગ રોડ પરથી પ્રમુખસ્વામી મહારાજનો મુખ્ય પ્રદેશ દ્વારા જોઈ શકાશે. જે મુખ્ય પ્રવેશદ્વાર 280 ફૂટ પહોળો અને 51 ફૂટ ઊંચો છે. જ્યારે અન્ય છ પ્રવેશદ્વારમાં કડા અને કારીગરની નમૂનો જોવા મળી રહ્યો છે. જે 116 ફૂટ લંબાઈ અને 38 ફૂટ ઊંચાઈ ધરાવે છે.

30 ફૂટની પ્રતિમાઃ આ નગરની અંદર પ્રવેશતા જ એક વિશાળ ચોક તૈયાર કરાયો છે. જેમાં 15 ફૂટ ઊંચી પીઠિકા પર ભ્રમણ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની વિશાળ 30 ફૂટ ઊંચી પ્રતિમા મૂકાશે. જે સૌથી મોટું અને મહત્ત્વ આકર્ષણ બની રહેશે. જેને વંદન કરીને તમામ ભક્તો તથા મુલાકાતીઓ અંજલી આપશે. આ સાથે જ નગરની મધ્યમાં દિલ્હીમાં આવેલા ભવ્ય અક્ષરધામની (Akshardham Temple Delhi) પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેનો એક નઝારો લોકોને મંત્રમુગ્ધ કરી દેશે. અક્ષરધામ મંદિરની 67 ફૂટ ઊંચી પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. જે માટે ખાસ કારીગરોને અહીં કામ આપવામાં આવ્યું છે.

બાળનગરી: દુનિયાભરના ભાવિકો તથા ભક્તજનોને (Balnagari Akshardham) આવકારતી આ નગરીમાં બાળકો માટે એક ખાસ બાળનગરી તૈયાર કરવામાં આવી છે. જેમાં 17 એકર જમીનમાં બાળકોના સંસ્કાર શિક્ષણ અને આરોગ્યની પરિણામો લઈને અનેક એવા ખંડ ઊભા કરાયા છે. આ સમગ્ર નગર એક ગેલેરી ફોર્મેટમાં ઊભું કરવામાં આવ્યું છે. જાણે કોઈ આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશનમાં આવ્યો હોવાની અનુભૂતિ થશે.

લાઈટ એન્ડ સાઉન્ડ શૉઃ આ મહોત્સવમાં વિવિધ આકર્ષણનો કેન્દ્ર હશે. પરંતુ તેમાં ખાસ આકર્ષણ કેન્દ્ર લાઈટ એન્ડ સાઉન્ડ શો છે. જે રાત્રી દરમિયાન અનોખો આનંદ આપશે. જેમાં બાળકો રંગારંગ પ્રસ્તુતિ કરશે. આ ઉપરાંત વૈદિક કુટીર, અખંડ ભજન પણ તૈયાર કરવામાં આવ્યા છે. એક મહિના સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંતો મહંતો મહાનુભાવો દ્વારા પ્રેરણાદાયી અને આધ્યાત્મિક પ્રવચનનો પણ કાર્યક્રમ આયોજીત કરાયો છે. આ નગરની અંદર અલગ અલગ પ્રકારના ફૂલો, પ્રાણીઓ, પક્ષીઓની ભાગીરથ, જ્યોતિમય રચનાઓ અને શાશ્વત સંદેશ આપતો હોય તેવો ખંડ આકર્ષણનું કેન્દ્ર પણ બની રહેશે.

70 હજાર સ્વયં સેવકઃ આ કાર્યક્રમનીમાં 70 હજારથી પણ વધુ સ્વયંસેવકો રાત-દિવસ સેવા આપી રહ્યા છે. જેમાં કુલ 45 જેટલા અલગ અલગ વિભાગો તૈયાર કરવામાં આવે છે. એ દરેક વિભાગમાં અલગ-અલગ કામની ફાળવણી કરવામાં આવી છે. મહોત્સવને લઈને આશ્રમ મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી વિવિધ ફૂલો લાવવામાં આવ્યા છે અને આ ફૂલના વિકાસ કરવા માટે ટપક સિંચાઈ પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન-રાષ્ટ્રપતિને આમંત્રણઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે વિશ્વના સાઉથ આફ્રિકાના વિવિધ દેશો અમેરિકા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, ઇંગ્લેન્ડ સહિતના અનેક દેશોના વડાપ્રધાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ શતાબ્દી મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. આ સાથે વિશ્વના 54 દેશોના ભાવીભક્તો પણ હાજર રહે તેવી સંભાવના જોવા મળી રહી છે.

Last Updated : Nov 6, 2022, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.