- પોટ્રોનિક્સએ લોન્ચ કર્યા નવા ઇયરફોન
- કંપનીની સૌથી નવી પ્રોડક્ટ
- અનેક આધુનિક સુવિધાથી સજ્જ
નવી દિલ્હી : પોટ્રોનિક્સએ એક્ટીવ CVC 8.0 નોઇઝ રિડક્શન તકનીકથી સજ્જ વાયરલેસ સ્પોટ્સ નેકબેન્ડ હાર્મોનિક્સ 230 લોન્ચ કર્યા પ્રીમયન વાયરલેસ હેડસેટની સીરીઝમાં આ કંપનીની સૌથી નવી પ્રોડક્ટ છે. બહાર ભલે ગમે તેટલો અવાજ હોય નવો વાયરલેસ નેકબેન્ડ તેની કોઇ ચિંતા કર્યા વગર સાંભળવાવાળાને એકદમ સાફ અવાજ સંભળાય છે, સાથે સાથે આ દરેક આકારના કાનમાં સારી રીતે ફિટ થઈ જાય છે. આનું કારણ એ છે કે વાયરલેસ ઇયરફોન 3 અલગ-અલગ બડ સાઇઝની સાથે આવે છે.
ફાસ્ટ ચાર્જિંગ
કંપનીના પ્રવક્તાની મુજબ આને પૂરી રીતે ચાર્જ થવા માટે માત્ર 2 કલાક લાગે છે. આ પછી હાર્મોનિક્સ 230 નેકબેન્ડ 7 કલાક સુધી તમને સેવા આપી શકી છે. 5 મિનીટના રેપિડ ચાર્જના બાદ હેડસેટ તમને 2 કલાક સેવા આપવાની ક્ષમતા રાખે છે. જો તમે આને 20 મિનીટ સુધી ચાર્જ કર્યું છે તો તે 4 કલાક સુધી ચાલી શકે છે. હાર્મોનિક્સ 230 નેકબેન્ડ સ્ટાઇલ અને કમ્ફર્ટનુ એકદમ જોરદાર મિશ્રણ છે અને તેવા લોકોને વધારે પસંદ આવશે જે કામ કરતા વખતે સારુ મ્યુઝિક સાંભળવા માંગતા હોય છે. પોતાના સ્માર્ટ, ઇન લાઇન કંટ્રોલ્સની સાથે આ વાયરલેસ હેડસેટ વર્ક આઉટની દરમિયાન તમારો સારો સાથીદાર બની શકે છે.
આ પણ વાંચો : નોકિયાએ ફિલ્પકાર્ટ પર બ્લુટૂથ નેકબેન્ડ અને વાયરલેસ ઇયરફોન લોન્ચ કર્યા
ઇયર ફોન ખુબ જ હલ્કા
કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ લિક્વીડ સિલીકોનથી બનેલા હોવાને કારણે આ ખુબ જ હલ્કા છે અને કોઇ પણ ડોકમાં લગાવીને આંનદ લઇ શકે છે આ દરમિયાન આ હેડફોનના ગૂંચવાવાનો કોઇ વિકલ્પ નથી. આ સિવાય જ્યારે આ ઇયરફોન વપરાશમાં નથી ત્યારે આની પાછળ લાગેલા શક્તિશાળી ચુંબકો બંન્ને ઇયરબર્ડસને એક સાથે રાખવામાં મદદ કરે છે.હાર્મોનિક્સ 230માં 10 મીમીના ડ્રાઇવર લાગેલા છે જે સાધારણ ઇયરફોન કરતા 20 ટકા મોટા છે અને આ તમને આખો દિવસ સ્પષ્ટતાની સાથે હાઈ ડિટેલ ટ્રિબલ પ્રદાન કરવામાં સક્ષમ છે.
આ પણ વાંચો : ભારતમાં નોકિયાએ 5.4 અને 3.4 લોન્ચ કર્યો
માત્ર 1,999માં ઉપલ્બ્ધ
પોટ્રનિક્સ હાર્મોનિક્સ 230ની કિમંત માત્ર 1,999 રૂપિયા છે અને આ સ્ટાઇલીશ બ્લેક અને બ્લૂ રંગમાં ઉપલબ્ધ છે. હાલમાં આ બધા જ પ્રમુખ ઓનલાઇન સ્ટોર અને ઓફલાઇન સ્ટોરમાં ઉપલબ્ધ છે. હાર્મોનિક્સ 230 એક વર્ષની વોરંટીની સાથે ઉપલ્બ્ધ છે.