- દહેરાદૂનના લગભગ 150 મંદિરોમાં બેનર પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે
- હિન્દુ યુવા વાહિનીના રાજ્ય મહાપ્રધાન જીતુ રંધાવા સામે ગુનો નોંધાયો
- પોલીસ પ્રશાસને તાત્કાલિક મંદિરોની બહારના બેનર પોસ્ટરો કાઢવાનું શરૂ કરી દીધું
દહેરાદૂન: મંદિરોમાં પૂજા-અર્ચના કરવા માટે માત્ર એક માણસ હોવું પૂરતું નથી, પરંતુ હિન્દુ હોવું પણ જરૂરી છે. આજના યુગમાં, તમે આવી હાસ્યાસ્પદ વાતો સાંભળીને ચોકી ભલે જાવ પણ દેહરાદૂન મંદિરોમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પોસ્ટરો કંઈક આવું જ કહેતા હોય છે. હા, આ હુકમનામું હિન્દુ યુવા વાહિની દ્વારા જારી કરાયું છે. આટલું જ નહીં. આ સંદેશ સાથે દહેરાદૂનના લગભગ 150 મંદિરોમાં બેનર પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. જેમાં લખ્યું છે કે, 'આ તીર્થધામ હિન્દુઓનું પવિત્ર સ્થળ છે. તેમાં બિનહિન્દૂનો પ્રવેશ પ્રતિબંધિત છે'. પોલીસે આ કેસમાં હિન્દુ યુવા વાહિનીના રાજ્ય મહાપ્રધાન જીતુ રંધાવા સામે ગુનો નોંધ્યો છે.
દહેરાદૂનમાં આશરે 150 મંદિરોની બહાર એક બેનર લખેલું જોવા મળે છે
દહેરાદૂનમાં આશરે 150 મંદિરોની બહાર એક બેનર લખેલું જોવા મળે છે. જેમાં આ વાક્યો લખાયેલા છે. હિન્દુ યુવા વાહિનીએ દહેરાદૂનના તમામ મંદિરોમાં આ બેનરો લગાવ્યા છે. જેથી કોઈ પણ બિનહિન્દુ વ્યકિતને મંદિરોમાં પ્રવેશ ન મળે. જે બાદ વિવાદ શરૂ થયો છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસને તાત્કાલિક મંદિરોની બહારના બેનર પોસ્ટરો કાઢવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: ઉત્તરાખંડ ગ્લેશિયર દુર્ઘટના: મૃત્યુઆંક વધીને 36, 204 લોકો લાપતા
બેનરો મૌલવીઓ માટેનો સંકેત છે કે મંદિરોમાં બિન-હિંદુઓનો પ્રવેશ પ્રતિબંધિત છે
હિન્દુ યુવા વાહિનીના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ હિન્દુસ્તાનીએ જણાવ્યું હતું કે, મંદિરોમાં તોડફોડ-ચેડા સહિતના તમામ મામલાની સુનાવણી દેશના તમામ ભાગોથી થઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને હિન્દુ યુવા વાહિની પ્રદેશ સંગઠને નિર્ણય કર્યો છે કે પહેલા રાજધાની દહેરાદૂનના તમામ મંદિરોમાં બેનરો લગાવવા જોઈએ. હિન્દુસ્તાનીએ કહ્યું કે, આ બેનરો જે મંદિરોની બહાર સ્થાપિત કરાયા છે. તે બેનરો નથી, પરંતુ મૌલવીઓ માટેનો સંકેત છે કે મંદિરોમાં બિન-હિંદુઓનો પ્રવેશ પ્રતિબંધિત છે.
પોલીસ ટીમોએ મંદિરોની બહારના બેનરો કાઢવાનું શરૂ કર્યું
મંદિરોમાં બેનરો લગાવવામાં આવ્યા હોવાની બાતમી મળતાં પોલીસ વહીવટમાં હંગામો મચી ગયો હતો. ઉતાવળમાં પોલીસ ટીમોએ મંદિરોની બહારના બેનરો કાઢવાનું શરૂ કર્યું. જેથી બેનર-પોસ્ટર અંગે વિરોધ શરૂ ન થાય. એકંદરે, હિન્દુ યુવા વાહિનીના પ્રદેશ અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે તે માત્ર દહેરાદૂન જ નહીં, રાજ્યના પર્વતીય પ્રદેશોમાં પણ બેનરો લગાવશે.
આ પણ વાંચો: ઉત્તરાખંડના CM દ્વારા આપેલા નિવેદન પર પૂર્વ CMની હાંસી, કહ્યું ધન્ય છે તેમનું જ્ઞાન