ગાંધીનગર : જો તમે દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરવા માંગો છો. તો ભારતીય પોસ્ટ ઓફિસ ખૂબ સારો વિકલ્પ છે. પરંતુ શું તમે જાણો છો કે, પોસ્ટ ઓફિસ RD અથવા SIP બેમાંથી કયો વિકલ્પ તમારા માટે વધુ સારો સાબિત થશે ?
મ્યુચ્યુઅલ ફંડ : તમે રોકાણ માટે RD ને બદલે મ્યુચ્યુઅલ ફંડ પણ પસંદ કરી શકો છો. આજકાલ ઘણા લોકો SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરે છે. આમાં તમને વધુ વ્યાજ મળે છે. પરંતુ કેટલું વ્યાજ મળશે તેની ખાતરી નથી. કારણ કે આ યોજના શેરબજાર સાથે જોડાયેલી છે. ચાલો તમને જણાવીએ કે, તમને પોસ્ટ ઓફિસ RD અને SIP બંનેમાં વધુ નફો ક્યાં મળશે? જેથી તમે નક્કી કરી શકો કે તમારે ક્યાં રોકાણ કરવું જોઈએ.
RD ના વ્યાજ દર : પોસ્ટ ઓફિસ RD ના વ્યાજ દર 1 જુલાઈથી વધારવામાં આવ્યા છે. આ સરકારી યોજના પર હાલમાં 6.5 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જે અગાઉ 6.2 ટકા હતું. એટલે કે હવે પોસ્ટ ઓફિસ RD પર પહેલા કરતા વધુ નફો મળે છે. પોસ્ટ ઓફિસ RD 5 વર્ષ માટે હોય છે જેમાં ચોક્ક્સ વ્યાજ મળે જ છે.
SIP દ્વારા રોકાણ : હવે SIP વિશે થોડી જાણકારી મેળવીએ. જો તમે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને ₹ 5000 નું રોકાણ કરો છો. તો તમારું રોકાણ એટલું જ રહેશે જેટલું તમે RD માં રોકાણ કરશો. પરંતુ આમાં નફો વધુ સારો રહેશે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, SIPમાં સરેરાશ 12 ટકા વળતર મળે છે. આ કિસ્સામાં 3,00,000 રૂપિયાના રોકાણ પર તમને 1,12,432 રૂપિયા વ્યાજ મળશે. આમ 5 વર્ષ પછી તમને મૂડી અને વ્યાજ સહિત કુલ 4,12,432 રૂપિયા મળશે. જો તમે વ્યાજની દ્રષ્ટિએ સરખામણી કરો તો SIP માં મળતું વ્યાજ RDની સરખામણીમાં લગભગ બમણું છે. જો તમારું નસીબ તમારી સારું રહ્યું અને નફો સારો થાય તો મુદતની રકમ વધુ હોઈ શકે છે.
RD દ્વારા રોકાણ : જો તમે એકવાર RD માં સ્કીમ શરૂ કરો છો તો તમારે સતત 5 વર્ષ સુધી દર મહિને એક નિશ્ચિત રકમનો હપ્તો ચૂકવવો પડે છે. જેમાંથી તમે મુદત પહેલા રકમ ઉપાડી શકતા નથી. પરંતુ જરૂરી હોય તો તમે ખાતું ખોલવાની તારીખથી ત્રણ વર્ષ પછી ગમે ત્યારે તેને બંધ કરી શકો છો. પરંતુ જો તમે પાકતી મુદતના એક દિવસ પહેલા પણ આ ખાતું બંધ કરો છો. તો તમને વ્યાજ પોસ્ટ ઓફિસ બચત એકાઉન્ટના હિસાબથી આપવામાં આવે છે.
SIP નો હિસાબ સરળ : જ્યારે SIPમાં એવું નથી. જો કોઈ કારણોસર તમે 5 વર્ષ સુધી સતત રોકાણ કરવાની સ્થિતિમાં નથી. તો તમે તેને ગમે ત્યારે બંધ કરી અને રકમ ઉપાડી શકો છો. આવા કિસ્સામાં તમે SIP દ્વારા શેરબજારમાં જેટલી પણ રકમનું રોકાણ કર્યું છે. તે રકમ પર શેરબજારની હાલની સ્થિતિના હિસાબે મળવાપાત્ર વ્યાજ સહિત કુલ રકમ પરત કરવામાં આવશે. આ સિવાય જો તમે થોડા સમય માટે SIP ને રાખવા માંગતા હો તો તમે તે પણ કરી શકો છો. બાદમાં તમે તેને કોઈપણ સમયે ફરીથી શરૂ કરી શકો છો. આવી સ્થિતિમાં જો તમે વચ્ચે હપ્તો ન ભરી શકો તો તેના માટે કોઈ દંડ ભરવો પડતો નથી.
અધધ ફાયદો : ધારો કે, તમે પોસ્ટ ઓફિસમાં દર મહિને રુ.5000 ની RD શરૂ કરો છો. તો તમે એક વર્ષમાં ₹60,000 અને 5 વર્ષમાં કુલ ₹3,00,000નું રોકાણ કરશો. વ્યાજ દર 6.5 મુજબ તમને આ રોકાણ કરેલી રકમ પર વ્યાજ તરીકે કુલ રૂ. 54,957 મળશે. બીજી તરફ પાકતી મુદતના સમયે જમા રકમ અને વ્યાજની રકમ સહિત કુલ રૂ. 3,54,957 પ્રાપ્ત થશે.