પુંછ: જમ્મુ અને કાશ્મીરના પુંછમાં આર્મી ટ્રક પર હુમલો કરનારા આતંકવાદીઓએ બખ્તરની ઢાલમાં ઘૂસી જવા માટે સક્ષમ સ્ટીલ કોર બુલેટનો ઉપયોગ કર્યો હતો અને સૈનિકોના શસ્ત્રો સાથે ફરાર થઈ ગયા હતા. આતંકીઓને શોધવા માટે ચાલી રહેલા અભિયાન વચ્ચે અધિકારીઓએ આ માહિતી આપી હતી.
સેનાની ટ્રક પર હુમલો: તેમણે કહ્યું કે હુમલાખોરોમાંથી એકે સામેથી ટ્રકને નિશાન બનાવ્યું હોવાનું માનવામાં આવે છે, જ્યારે અન્ય આતંકવાદીઓએ બીજી બાજુથી ગોળીબાર કર્યો અને ગ્રેનેડ ફેંક્યા. આતંકવાદીઓએ ભાટા ધુરિયાનના ગાઢ જંગલ વિસ્તારમાં ઈફ્તાર માટે ખાદ્યપદાર્થો લઈ જઈ રહેલી સેનાની ટ્રક પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાન શહીદ થયા હતા અને એક ઈજાગ્ર્સ્ત થયો હતો. આ સૈનિકો આતંકવાદ વિરોધી કામગીરી માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સના એક યુનિટના હતા.
સૈનિકોને જવાબી કાર્યવાહી કરવાનો સમય ન મળ્યો: અધિકારીઓએ જણાવ્યું કે, નેશનલ સિક્યોરિટી ગાર્ડ અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સહિત વિવિધ એજન્સીઓના નિષ્ણાતોએ ઘાતક હુમલાની સચોટ તસવીર મેળવવા માટે છેલ્લા બે દિવસમાં સ્થળની મુલાકાત લીધી છે. હુમલાખોરો પૈકીના એકે સામેથી વાહનને નિશાન બનાવ્યું હોવાનું માનવામાં આવે છે જ્યારે તેના સાથીઓએ સામેથી વાહન પર ગોળીબાર કર્યો હતો અને ગ્રેનેડ ફેંક્યા હતા, જેના કારણે સૈનિકોને જવાબી કાર્યવાહી કરવાનો સમય મળ્યો ન હતો, એમ તેમણે જણાવ્યું હતું.
સ્ટીલ કોર બુલેટનો ઉપયોગ: તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સ્ટીલ કોર બુલેટનો ઉપયોગ કર્યો હતો જે કોઈપણ બખ્તરબંધ કવચમાં પ્રવેશ કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે ભાગતા પહેલા આતંકવાદીઓએ જવાનોના હથિયાર અને દારૂગોળો ચોરી લીધો હતો. જ્યાં હુમલો થયો હતો તે વિસ્તાર લાંબા સમયથી આતંકવાદ મુક્ત માનવામાં આવે છે, પરંતુ ભાટા ધુરિયન જંગલ વિસ્તાર આતંકવાદીઓ માટે ઘૂસણખોરીનો માર્ગ છે. અહીંથી આતંકવાદીઓ ભૌગોલિક સ્થિતિ, ગાઢ જંગલનો ફાયદો ઉઠાવીને નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચો: Amritpal Arrested: પંજાબમાં કાયદો તોડવાનો અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ - CM માન
ડ્રોન અને ડોગ સ્ક્વોડની મદદ: અધિકારીઓએ કહ્યું કે પૂંચ હુમલાના સંબંધમાં પૂછપરછ માટે 12થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે સુરક્ષા દળો ગાઢ જંગલમાં આતંકવાદીઓને શોધવા માટે ડ્રોન અને ડોગ સ્ક્વોડની મદદ લઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે માનવામાં આવે છે કે આતંકવાદીઓ ગાઢ જંગલમાં સુરક્ષિત આશ્રય બનાવવામાં સફળ થયા છે અથવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસણખોરી કરી શકે છે.
આ પણ વાંચો: Atiq-Ashraf Shooters: અલકાયદાની ધમકી બાદ જેલમાં સુરક્ષા વધી, અતીક-અશરફના ત્રણ શૂટરોને આજે પ્રતાપગઢ લવાશે
પાંચ આતંકવાદીઓ સામેલ હતા: અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે વિદેશી ભાડૂતી સહિત પાંચ આતંકવાદીઓ હુમલામાં સામેલ હતા. ઓચિંતો હુમલો કર્યા પછી આતંકવાદીઓએ સંભવતઃ ગ્રેનેડ તેમજ 'સ્ટીકી બોમ્બ'નો ઉપયોગ કર્યો હતો જેણે વાહનને આગ લગાડી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાના ગુનેગારો એક વર્ષથી રાજૌરી અને પૂંછમાં હોવાનું માનવામાં આવે છે અને તેઓને વિસ્તારની પૂરતી જાણકારી હતી. આ વિસ્તાર જમ્મુ કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF)નો ગઢ છે કારણ કે તેનો કમાન્ડર રફીક અહેમદ ઉર્ફે રફીક નાઈ આ વિસ્તારનો રહેવાસી છે. સૂત્રોએ જણાવ્યું કે હાલમાં રાજૌરી અને પૂંચ વિસ્તારમાં ત્રણથી ચાર આતંકવાદી જૂથો સક્રિય છે.
(PTI-ભાષા)