ETV Bharat / bharat

Politics of Uttarakhand: ઉત્તરાખંડની રાજનીતિમાં આવી શકે છે ભૂકંપ, રાજ્યને નવા મુખ્યપ્રધાન મળે તેવી શક્યતા - Tirath Singh Rawat

દેશની રાજનીતિમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ ખૂબ જ રોમાંચક થઈ ગઈ છે. ETV Bharatના સૂત્રો તરપથી મળેલી માહિતી અનુસાર, ઉત્તરાખંડ રાજ્યમાં ફરી એક વાર સત્તા પરિવર્તન થઈ શકે છે. આગામી દિવસો તીરથસિંહ રાવત (Tirath Singh Rawat) સહિત રાજ્યના લોકો માટે મહત્ત્વના સાબિત થશે. મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા (JP Nadda) અને અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કર્યા પછી મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત (Chief Minister Tirath Singh Rawat)ને દિલ્હીમાં જ રોકાઈ જવા કહેવાયું છે. તેમને પરત ઉત્તરાખંડ જવું હતું. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પ્રધાન સતપાલ મહારાજ (Minister Satpal Maharaj) અને ધનસિંહ રાવત (Dhansinh Rawat)ને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

Politics of Uttarakhand: ઉત્તરાખંડની રાજનીતિમાં આવી શકે છે ભૂકંપ, રાજ્યને નવા મુખ્યપ્રધાન મળે તેવી શક્યતા

author img

By

Published : Jul 2, 2021, 9:51 AM IST

  • ઉત્તરાખંડની રાજનીતિ (Politics of Uttarakhand)માં આવી શકે છે મોટો ભૂકંપ
  • રાજ્યને નવા મુખ્યપ્રધાન (The new CM) મળે તેવી શક્યતા સેવાઈ રહી છે
  • મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે (Chief Minister Tirath Singh Rawat) જે. પી. નડ્ડા (JP Nadda) અને અમિત શાહ (Amit Shah) સાથે દિલ્હીમાં કરી મુલાકાત

દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં નેતૃત્વ પરિવર્તન (leadership change)ની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત (Chief Minister Tirath Singh Rawat)ને અચાનક જ દિલ્હી બોલાવવામાં આવ્યા પછીથી ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવી પણ અટકળો છે કે, આગામી કેટલાક દિવસની અંદર ઉત્તરાખંડને નવા મુખ્યપ્રધાન (The new CM) મળી શકે છે. ETV Bharatને વિશેષ સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર, ભાજપનું હાઈકમાન્ડ (BJP's high command) ઉત્તરાખંડમાં ફરી એક વાર નેતૃત્વ પરિવર્તન (Leadership change)નું મન બનાવી રહ્યું છે. એ પણ સ્પષ્ટ નથી થયું કે, હવે રાજ્યનો કમાન્ડ કોના હાથમાં સોંપવામાં આવશે.

આ પણ વાંચો- ઉત્તરાખંડના CM દ્વારા આપેલા નિવેદન પર પૂર્વ CMની હાંસી, કહ્યું ધન્ય છે તેમનું જ્ઞાન

ચૂંટણી પંચે રાજ્યમાં પેટા ચૂંટણી યોજવા કહી હતી ના

ગઈ 5 મેએ ભારતના ચૂંટણી પંચે (Election Commission of India) પેટાચૂંટણી કરાવવાની ના પાડી દીધી હતી. ચૂંટણી પંચે કોરોનાથી સર્જાયેલી પરિસ્થિતિનું બહાનું આપ્યું હતું. ત્યારબાદથી આ મુદ્દો ચર્ચામાં હતો. કારણ કે, મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતને 6 મહિનાની અંદર 9 સપ્ટેમ્બર પહેલા વિધાનસભાના સભ્ય બનવાનું હતું, જે તેઓ ચૂંટણી લડ્યા વગર નહીં બની શકે. તેવામાં મુખ્યરૂપથી એક માત્ર વિકલ્પ નેતૃત્વ પરિવર્તનનો જ બચ્યો છે.

આ પણ વાંચો- Gujarat Assembly election 2022: પોતાની જ્ઞાતિના મુખ્યપ્રધાનની ચોતરફથી માગ ! શું કરશે ભાજપ ?

પેટા ચૂંટણી ન હોવાના કારણે નેતૃત્વ પરિવર્તન (Leadership change)જ એક વિકલ્પ

મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે (Chief Minister Tirath Singh Rawat) 10 માર્ચે મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા અને તેઓ લોકસભા સાંસદ પણ છે. તેવામાં તીરથસિંહ રાવત (Tirath Singh Rawat)ને મુખ્યપ્રધાન યથાવત રહેવા માટે શપથગ્રહણના 6 મહિનાની અંદર વિધાનસભાની સભ્યતા લેવી પડશે. એટલે કે તેમને કોઈ પણ વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી જીતવી પડશે, પરંતુ ચૂંટણી પંચે એ પણ કહ્યું હતું કે, જો કોઈ પણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે એક વર્ષ કે પછી તેનાથી ઓછો સમય બચે છે તે ત્યાં પેટા ચૂંટણી ન કરાવી શકાય. તેવામાં જો રાજ્યમાં ખાલી બેઠકો પર નજર કરીએ તો ગંગોત્રી, હલ્દ્વાની વિધાનસભા બેઠક (Gangotri, Haldwani assembly seat) અત્યારે ખાલી છે, પરંતુ આ બેઠક પર પેટા ચૂંટણી મુશ્કેલ લાગી રહી છે, જેના કારણે ભાજપના હાઈ કમાન્ડ (BJP's high command) પાસે નેતૃત્વ પરિવર્તન (Leadership change)નો એક જ વિકલ્પ બચ્યો છે.

સમયસર ચૂંટણી લડી લેત તો આવો દિવસ ન આવત

ચૂંટણી આયોગના નિયમાનુસાર, મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત પાસે પેટા ચૂંટણી લડવા માટે કોઈ વિકલ્પ નથી બચ્યો. જોકે, તેઓ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી લેતા તો કદાચ આ દિવસ ન આવત. તેવામાં આ તમામ સમીકરણોને સમજતા હાઈ કમાન્ડે હાલમાં ઉત્તરાખંડ રાજ્યમાં ફરી એક વાર નેતૃત્વ પરિવર્તન (Leadership change) કરવાનું મન બનાવ્યું છે. જો રાજ્યમાં આવું થશે તો 9 સપ્ટેમ્બરે 6 મહિનાના કાર્યકાળ પૂરા થયા પછી મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે (Chief Minister Tirath Singh Rawat) જાતે જ રાજીનામું આપવું પડશે. તેવામાં આગામી વિધાનસભા ચૂંટણી માટે 3 મહિનાનો જ સમય બચ્યો છે.

કોણ હશે નવા મુખ્યપ્રધાન?

સૌથી મોટો પ્રશ્ન અત્યારે પણ ઉભો જ છે કે મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત જો રાજીનામું આપે તો રાજ્યના આગામી મુખ્યપ્રધાન કોણ હશે. આ અંગે અત્યાર સુધી સ્થિતિ સ્પષ્ટ નથી થઈ શકી, પરંતુ આ દિવસોમાં રાજ્યની રાજનીતિમાં જે ઉથલપાથલ થઈ રહી છે તેનાથી સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં ઘણો ફેરફાર થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.