ETV Bharat / bharat

રેમડીસીવરના સપ્લાઇમાં પોતાની ‘દખલ’ અંગે ભાજપ રાજકીય ચર્ચાના ઘેરામાં

ભાજપે રેમીડીસીવરના સપ્લાઇમાં કરેલી દખલને કારણે ભાજપ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

રાજકીય ચર્ચા
રાજકીય ચર્ચા
author img

By

Published : Apr 22, 2021, 8:57 PM IST

મુંબઇ : શનિવારે રાત્રે મુંબઇ પોલીસને રેમડીસીવરને દમણની એક ફાર્માસ્યુટીકલ કંપની ‘બ્રુક ફાર્મા પ્રાઇવેટ લીમીટેડ’ને આપી હોવાના અહેવાલ મળ્યા હતા. પોલીસનો આક્ષેપ છે કે આ ફાર્માસ્યુટીકલ કંપનીના માલીક રાજેશ દોકનિયા આ દવાની નિકાસ પર પ્રતિબંધ હોવા છતા 60,000 કન્ટેનર દવાના નિકાસનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ સંદર્ભમાં વીલે પાર્લે પોલીસે રાજેશની 45 મીનિટ સુધી પુછપરછ કરી હતી. મહારાષ્ટ્રમાં રેમડીસીવીઅરના કન્ટેઇનરના સપ્લાઇ અંગે ભાજપ આ કંપની સાથે સંપર્કમા હતુ.

બાદમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ વડાપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ, મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા પ્રવિણ દારેકર, ધારાસભ્ય પરાગ અલવાની અને એમએલસી પ્રસાદ લાડ બાંદ્રા કુર્લા સંકુલ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ડોકણીયાની પૂછપરછ અંગે પોલીસ અધિકારી સાથે દલીલ કરી હતી.

કોવીડ-19 સામેની લડતમાં કી એન્ટી-વાયરલ ડ્રગ એવી રેમડીસીવરનું વિતરણ સરકારી મશીનરી દ્વારા થવાનું માનવામાં આવે છે. એક તરફ ઘણા રાજ્યો તેની અછત અંગે ફરીયાદ કરી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા દાન આપવા માટે દવાની હજારો શીશીઓ ખરીદતા તે ચર્ચાનો વિષય બન્યો છે. થોડા દિવસો પહેલા ગુજરાતના બીજેપી યુનીટ દ્વારા મફતમાં આ દવાનું વિતરણ કરવામાં આવ્યુ છે. થોડા દિવસો અગાઉ નોંધાયેલી અન્ય એક ઘટનામાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સન ફાર્મા પાસેથી નાગપુર શહેર માટે 10,000 રેમડીસીવરની ખરીદી કરી હતી.

ભારત સ્થીત બ્રુક ફાર્મા પ્રાઇવેટ લીમીટેડ રેમડીસીવરનો મોટો નિકાસકાર છે. ભારતમાં કોવીડ 19ના બીજા વેવ પછી આ દવાની માંગ વધુ છે.

મીડિયા સાથે વાત કરતા ફડનવીસે મહારાષ્ટ્રની મહાવિકાસ અગાડી સરકારને વખોળતા તેને ‘શરમજનક કૃત્ય’ ગણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ કે, “એક તરફ જ્યાં આપડે કોવીડ સામે લડી રહ્યા છીએ અને મહામારીને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે સરકાર આવી શરમજનક બાબતોમાં વ્યસ્ત છે. તેમણે બ્રુક ફાર્મા કંપનીના માલીકની અટકાયત કરી છે. કંપનીએ મહારાષ્ટ્ર સરકાર અને દમણના વહીવટીતંત્ર પાસેથી તમામ પરવાનગી લીધી હતી. આ ઉપરાંત યુનીયન કેમીકલ અને ફર્ટીલાઇઝર મીનીસ્ટર મનસુખ માંડવીયાએ આ કંપનીને મહત્તમ દવાની શીશીઓ મહારાષ્ટ્રને આપવાનું કહ્યુ હતુ. પરંતુ રાજ્યસરકાર રાજકીય કાવાદાવામાં વ્યસ્ત છે.”

મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલ્સે-પાટીલે ભાજપ પર પોલીસની ફરજમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, "અમે વિરોધી પક્ષો દ્વારા આવા કૃત્યો સહન નહી કરીએ. શનિવારની ઘટનાની વિસ્તૃત તપાસ કરવામાં આવશે.“

કોંગ્રેસના નેતા પ્રીયંકા ગાંધીએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ કે એક તરફ જ્યાં રેમડીસીવરની ખોટ પડી રહી છે ત્યાં બીજી તરફ જવાબદાર હોદ્દા પરના લોકો આવા માનવતા સામેના કૃત્યમાં સામેલ છે.

શીવસેનાના એમપી પ્રીયંકા ચતુર્વેદીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, “જો આ સસ્તી રાજનીતિ માટે મહારાષ્ટ્રના લોકોની પીઠ પર વાર નથી તો બીજુ શું છે ? વિપક્ષી નેતા ગુપ્ત રીતે ખરીદવામાં આવતી ઇમર્જન્સી ડ્રગનો સંગ્રહ કરી રહ્યા છે અને જ્યારે તેઓ મુંબઇ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી રહ્યા છે. મીસ્ટર ફડનવીસ માટે આ શરમજનક છે. તમારી તરકીબો ફરી એક વાર ખુલ્લી થઈ છે.”

આ પહેલા મહારાષ્ટ્રના લઘુમતી પ્રધાન અને એનસીપીના પ્રવક્તા નવાબ મલીકે ટ્વીટ કરીને ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશનને પત્ર લખ્યો હતો અને દાવો કર્યો હતો કે કેન્દ્રની સાવકી માતાને સાબીત કરતા મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં રેમડીસીવરનો વધુ પુરવઠો મળ્યો છે.

મહારાષ્ટ્રમાં સત્તા હાંસલ કરવાના પ્રયત્નમાં મોદી સરકારે નિકાસકારોને ઇંજેશનનો સપ્લાય ન કરવાનો આદેશ આપતા નિકાસકારોનો પરવાનો રદ્દ કરવાની ધમકી આપી છે. આ પગલાને નિંદાજનક પગલુ ગણાવીને મહારાષ્ટ્રના પ્રદેશ કોંગ્રેસ સમીતીના જનરલ સેક્રેટરી સચીન સાવંતે મોદી સરકાર પર આરોપ મુક્યો છે.

યુનિયન મીનીસ્ટર પીયુષ ગોહેલે પણ ટ્વીટ કરી હતી કે, “હજુ ગઈકાલે જ પીએમે પોતાની સમીક્ષામાં જણાવ્યુ હતુ કે મહામારીના આ સમયમાં કેન્દ્ર અને રાજ્યએ સહમતી સાથે કામ કરવુ જોઈએ. આ પૃષ્ઠભૂમી સાથે @OfficeOfUT જે રાજકારણ રમવામાં આવે છે તે જાણીને દુ:ખ થયુ. તેમણે આ રીતે રાજકારણ રમવાનું બંધ કરીને પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ.”

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.