તુતીકોરિન: તમિલનાડુમાં કુલસેકરનાપટ્ટનમ પોલીસે રવિવારે સાંજે ઇબેન્ગુડી માર્કેટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સઘન ચેકિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. જેની પાસેથી મોટી માત્રામાં એમ્બરગ્રીસ(વ્હેલના આંતરડામાંથી નીકળતો પદાર્થ) મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા એમ્બરગ્રીસની કિંમત અંદાજે 2.30 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
16 કિલો એમ્બરગ્રીસ જપ્ત: વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે કુમારન પાસેથી જપ્ત કરાયેલ એમ્બરગ્રીસનું કુલ વજન 2.560 કિલો છે અને તેની આંતરરાષ્ટ્રીય કિંમત 2.30 કરોડ છે. ગયા વર્ષે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં આ વિસ્તારમાંથી 16 કિલો એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવી હતી. હવે, એમ્બરગ્રીસ ત્રીજી વખત જપ્ત કરવામાં આવી છે.
એક આરોપીની ધરપકડ: પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર આરોપીની ઓળખ કુમારન (38) તરીકે થઈ છે. જે પુદુમાનાઈ પલ્લીવાસલ સ્ટ્રીટ એબેનાકુડીનો રહેવાસી છે. આ ચેકિંગ દરમિયાન પોલીસે કુમારનને પકડી લીધો અને તેની પાસેથી એમ્બરગ્રીસ કબજે કરી અને તિરુચેન્દુર ફોરેસ્ટ ઓફિસરને સોંપી દીધી. તુતીકોરિન ફોરેસ્ટ ઓફિસર અભિષેક તોમરની સૂચનાઓ બાદ તિરુસેન્થુર ફોરેસ્ટ ઓફિસર કનિમોઝી અરાસુએ કુમારનની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: Delhi Ambergris Smuggling: 22 કરોડની કિંમતની દુર્લભ એમ્બરગ્રીસ મળી આવી, 3 દાણચોરોની ધરપકડ
એમ્બરગ્રીસની કરોડોમાં કિમત: અગાઉ તમિલનાડુ પોલીસે ટિંડિવનમમાં પાંચ લોકોની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમતના 15 કિલો એમ્બરગ્રીસ સાથે ધરપકડ કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસ કરોડોમાં વેચાય છે. પોલીસે બાતમીના આધારે સામગ્રી કબજે કરી પાંચ લોકોની ધરપકડ કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન એક પોલીસ ટીમે પાંચ લોકોને એક ઘરની બહાર ટ્રાવેલ બેગ લઈને જતા જોયા, જેની તપાસ કરતા તેમની પાસેથી એમ્બરગ્રીસ મળી આવી હતી.
આ પણ વાંચો: રાજ્યમાં વ્હેલ એમ્બરગ્રીસ( Whale ambergris )ની તસ્કરીનો સૌપ્રથમ ગુનો નોંધાયો, 3ની ધરપકડ
પરફ્યુમ ઉદ્યોગમાં વ્યાપકપણે ઉપયોગ: પૂછપરછમાં, ધરપકડ કરાયેલા લોકોએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ સંભવિત ખરીદદારોની શોધમાં હતા જેથી કરોડો રૂપિયાની કિંમતની 15 કિલો એમ્બરગ્રીસ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી શકાય. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એમ્બરગ્રીસ એક નક્કર, મીણ જેવો પદાર્થ છે જે સ્પર્મ વ્હેલના આંતરડામાંથી બહાર આવે છે અને સમુદ્રમાં તરતો જોવા મળે છે. તે પરફ્યુમ ઉદ્યોગમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
(IANS)