ચંદીગઢ: પંજાબ પોલીસે મોડી રાત્રે મોહાલીના સેક્ટર-89માં દરોડા પાડીને અમૃતપાલના બે નજીકના મિત્રોની અટકાયત કરી હતી. કસ્ટડીમાં લેવામાં આવેલા બંને નજીકના સંબંધીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. બંનેના નામ ગુરજંત સિંહ અને નિશા રાની છે. તેના પર અમૃતપાલને આશ્રય આપવાનો આરોપ છે. દિલ્હી અને પંજાબ પોલીસે ગઈકાલે રાત્રે 9 થી 10 વાગ્યા સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલમાં પોલીસે બંનેની ધરપકડની પુષ્ટિ કરી નથી.
અમૃતપાલ સિંહના બે નજીકના સાથીઓ પકડાયા: પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દિલ્હી પોલીસે પંજાબ પોલીસને માહિતી આપી હતી કે અમૃતપાલને આશરો આપનારા તેના બે સાથીઓ મોહાલીના સેક્ટર-89માં છુપાયેલા છે. જે બાદ પંજાબ પોલીસ અને દિલ્હી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરતા ગુર્જંત અને નિશા રાનીને પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી એક કાર (PB 10 FQ 8055) પણ કબજે કરી છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે..
આ પણ વાંચો Bunty Chor Arrested: બિગ બોસ ફેમ 'સુપર ચોર બંટી' 10 વર્ષ જેલમાં રહ્યા પછી કેમ બન્યો 'ચિંદી ચોર' ?
અમૃતપાલ ફરાર: જણાવી દઈએ કે અમૃતપાલ સિંહને ફરાર થયાને એક મહિનો વીતી ગયો છે, પરંતુ પોલીસને હજુ સુધી અમૃતપાલનો કોઈ સુરાગ મળ્યો નથી. આ દરમિયાન પોલીસે અમૃતપાલના 10 સાગરિતો સહિત તેના ઘણા નજીકના મિત્રોની ધરપકડ કરી છે. જેમાં તેમના ખાસ સહયોગી પપલપ્રીત સિંહ પણ સામેલ છે, જ્યારે અન્ય સહયોગીઓમાં બસંત સિંહ દૌલતપુરા, ભગવંત સિંહ ઉર્ફે બાજેકે, જોગા સિંહ, દલજીત સિંહ કલસી, વરિંદર સિંહ ઉર્ફે ફૌજી, ગુરમીત સિંહ બુક્કનવાલ અને વરિંદર સિંહનો સમાવેશ થાય છે. જોગા સિંહ સિવાય તમામ પર NSA લાદવામાં આવી છે. આ તમામને આસામની ડિબ્રુગઢ જેલમાં રાખવામાં આવ્યા છે.