- આજે યોજાશે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક
- બેઠકની અધ્યક્ષતા કરશે (PM Modi meeting) વડાપ્રધાન મોદી
- કોવિડ તેમ જ મંત્રાલયોની કામગીરીની પણ સંભાવના
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (બુધવાર) કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકની ( PM Modi meeting ) અધ્યક્ષતા કરશે. આ બેઠક અંગે સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે કોવિડને લગતી પરિસ્થિતિની બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે અને કેટલાક મંત્રાલયોના કામની સમીક્ષા પણ થવાની સંભાવના છે.
ઓનલાઈન યોજાશે બેઠક PM Modi meeting
સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે સાંજે ( PM Modi meeting ) આ બેઠક ઓનલાઈન માધ્યમથી યોજાશે. બેઠકમાં માર્ગ અને પરિવહન મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ટેલિકોમ મંત્રાલયની કામગીરીની સમીક્ષા કરી શકાય છે. આમાં કોવિડ -19 સંબંધિત પરિસ્થિતિ પર પણ વિસ્તૃત ચર્ચા થઈ શકે છે.
લગભગ એક અઠવાડિયા પહેલાં વડાપ્રધાન મોદીએ પ્રધાનો અને રાજ્ય પ્રધાનોના વિવિધ જૂથો સાથે બેઠક ( PM Modi meeting ) યોજી હતી અને તેમના મંત્રાલયોની કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકો વડાપ્રધાન મોદીના સત્તાવાર નિવાસસ્થાને યોજાઇ હતી અને મોટાભાગની બેઠકોમાં ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ મોદી કેબિનેટનું વિસ્તરણ : 27 સાંસદ પ્રધાન પદની રેસમાં
રાજકીય નિરીક્ષકો અને ભાજપના આંતરિક સૂત્રોનું માનવું છે કે મંત્રીમંડળની બેઠકો ( PM Modi meeting ) એવા સમયે ખાસ મહત્વ ધરાવે છે કેમ કે રાજકીય વર્તુળોમાં કેબિનેટ વિસ્તરણ અને ફેરબદલ અંગે અટકળો ચાલી રહી છે.
આ પણ વાંચોઃ અમેરિકાના દબાણ હેઠળ PM મોદીએ જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે બેઠક યોજી: સુબ્રમણ્યમ સ્વામી