ETV Bharat / bharat

PM Security Breach In Punjab: BJP અધ્યક્ષ નડ્ડાએ કર્યા ધડાધડ ટ્વીટ્સ, પંજાબના CMને લઇને કર્યો મોટો ખુલાસો - પીએમ મોદીની સુરક્ષામાં ખામી

પંજાબના ફિરોજપુરમાં PM મોદીની મુલાકાત (PM Security Breach In Punjab) સ્થગિત કરવાને લઈને BJP અધ્યક્ષ જેપી નડ્ડા (BJP President JP Nadda Tweets)એ મોટું નિવેદન આપ્યું છે. નડ્ડાએ ટ્વીટ કર્યું કે, રાજ્ય પોલીસને લોકોને રેલી (pm modi punjab rally)માં આવવાથી રોકવા માટે સૂચના આપવામાં આવી હતી.

PM Security Breach In Punjab: BJP અધ્યક્ષ નડ્ડાએ કર્યા ધડાધડ ટ્વીટ્સ, પંજાબના CMને લઇને કર્યો મોટો ખુલાસો

author img

By

Published : Jan 5, 2022, 6:47 PM IST

નવી દિલ્હી: પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક (PM Security Breach In Punjab) અને વિરોધ પ્રદર્શનો (protest in punjab against pm modi)ના કારણે તેમના ફિરોજપુર (pm modi firozpur rally) ન પહોંચી શકવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા (BJP President JP Nadda Tweets)એ બુધવારે રાજ્યની કોંગ્રેસ સરકારને આડેહાથ લીધી છે. નડ્ડાએ કહ્યું કે, પંજાબ માટે હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ (development projects for punjab) શરૂ કરવા માટે PMની મુલાકાતમાં વિક્ષેપ પડ્યો તે દુઃખદ છે. રાજ્ય પોલીસને લોકોને રેલી (pm modi punjab rally)માં આવવાથી રોકવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન ચન્નીએ ફોન પર વાત કરવાનો કે ઉકેલ લાવવાનો ઇનકાર કર્યો હતો.

ફ્લાયઓવર પર 15થી 20 મિનિટ સુધી અટવાયા PM

  • यह दुःखद है कि पंजाब के लिए हजारों करोड़ की विकास परियोजनाओं को शुरू करने के लिए आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी का दौरा बाधित हो गया। लेकिन, हम ऐसी घटिया मानसिकता को पंजाब की तरक्की में बाधक नहीं बनने देंगे और पंजाब के विकास के लिए प्रयास जारी रखेंगे।

    — Jagat Prakash Nadda (@JPNadda) January 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નડ્ડાએ આરોપ લગાવ્યો કે આગામી વિધાનસભા ચૂંટણી (punjab assembly election 2022)માં હારના ડરથી તેમણે વડાપ્રધાનના કાર્યક્રમોમાં તોડફોડ કરવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા. નોંધનીય છે કે, વિરોધ પ્રદર્શનને કારણે વડાપ્રધાન પંજાબમાં એક ફ્લાયઓવર પર 15થી 20 મિનિટ સુધી અટવાયા હતા. પંજાબના ફિરોજપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ મોકૂફ (PM Modi's program In punjab canceled) રાખવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આને વડાપ્રધાનની સુરક્ષામાં ગંભીર ખામી (pm modi security lapse) ગણાવી છે અને આ મામલે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.

પોલીસ અને પ્રદર્શનકારીઓની મિલીભગત

નડ્ડાએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં કહ્યું કે, વડાપ્રધાન જે કાર્યક્રમમાં પંજાબમાં હજારો કરોડની વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરવાના હતા તેને ખોરવવામાં આવ્યો. રાજ્ય પોલીસને રેલીમાં આવવાથી રોકવાની સૂચના આપવામાં આવી હતી. પોલીસની કડકાઈ અને પ્રદર્શનકારીઓની મિલીભગતને કારણે મોટી સંખ્યામાં બસો ફસાઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, પરંતુ અમે આ તુચ્છ માનસિકતાને કારણે પંજાબના વિકાસને અવરોધવા નહીં દઈએ. પંજાબના વિકાસ માટે અમારા પ્રયાસો ચાલું રહેશે.

પંજાબની કોંગ્રેસ સરકાર વિકાસ વિરોધી

તેમણે કહ્યું કે, 'મતદારોના હાથે હારના ડરથી પંજાબની કોંગ્રેસ સરકારે રાજ્યમાં વડાપ્રધાનના કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે તમામ સંભવિત ઉપાયોનો ઉપયોગ કર્યો. આવું કરતી વખતે તેમણે એ પણ વિચાર્યું નહીં કે, વડાપ્રધાન, ભગતસિંહ અને અન્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા હતા અને અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. આવી ગંદી રાજનીતિ કરીને પંજાબની કોંગ્રેસ સરકારે બતાવ્યું છે કે તે વિકાસ વિરોધી છે અને સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે તેને કોઈ માન નથી.'

આ પણ વાંચો: Cds Rawat Chopper Crash: CDS બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ રાજનાથ સિંહને સોંપાયો

રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે રસ્તો સાફ હોવાની ખાતરી આપી હતી

નડ્ડાએ કહ્યું કે, સૌથી ચિંતાજનક વાત એ છે કે આ સમયગાળા દરમિયાન વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક થઈ. તેમણે કહ્યું કે, વિરોધીઓને વડાપ્રધાનના માર્ગમાં આવવાની મંજૂરી આપવામાં આવી હતી જ્યારે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે SPG (pm narendra modi spg security)ને ખાતરી આપી હતી કે રસ્તો સાફ છે. તેમણે કહ્યું કે, મુદ્દો ત્યારે વધારે ગંભીર થઈ જાય છે જ્યારે મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની ફોન પર વાત કરવા અથવા મુદ્દાનું નિરાકરણ લાવવા પણ તૈયાર ન થયા. પંજાબની સરકારનું આ વલણ લોકશાહી સિદ્ધાંતોમાં વિશ્વાસ કરનારા તમામ લોકોને ધ્રાસકો આપનારું છે.

PM 42,750 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના હતા

વડાપ્રધાન ફિરોજપુરમાં ચંદીગઢ સ્થિત પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના 'સેટેલાઇટ સેન્ટર' અને દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે સહિત રૂ. 42,750 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના હતા. બાદમાં તેઓ એક રેલીને સંબોધવાના પણ હતા.

આ પણ વાંચો: PM Modi Punjab Visits Cancel : આ કારણે વડાપ્રધાન મોદીએ પંજાબનો પ્રવાસ રદ કર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.