ETV Bharat / bharat

PM Narendra Modi visits UAE : વડાપ્રધાન મોદી નવા વર્ષમાં કરશે UAEનો પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગલ્ફ દેશ સંયુક્ત આરબ અમીરાતની પ્રસ્તાવિત મુલાકાત(PM Narendra Modi visits UAE) લે તેવી શક્યતા છે. જ્યારે બંને દેશો તેમના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી આ દરમિયાન દુબઈ એક્સપોની મુલાકાત(PM Modi visits Dubai Expo) પણ લઈ શકે છે.

PM Narendra Modi visits UAE : વડાપ્રધાન મોદી નવા વર્ષમાં પ્રથમ વિદેશ પ્રવાસે UAE જશે

author img

By

Published : Dec 29, 2021, 8:57 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 જાન્યુઆરી 2022ના રોજ સંયુક્ત આરબ અમીરાતની(PM Narendra Modi visits UAE) મુલાકાત લે તેવી શક્યતા છે. નવા વર્ષમાં આ તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ હશે. જો કે, તારીખને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મળતી માહિતી અનુસાર ભારત અને UAE 6 જાન્યુઆરીની આસપાસ પ્રવાસનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે.

વડાપ્રધાન દુબઈ એક્સપોની મુલાકાતની શક્યતા

વડાપ્રધાનની વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગલ્ફ કન્ટ્રીની પ્રસ્તાવિત મુલાકાત એવા સમયે આવી શકે છે જ્યારે બંને દેશો તેમના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. સૂત્રોના અનુસાર મોદી આ દરમિયાન દુબઈ એક્સપોની મુલાકાત(PM Modi visits Dubai Expo) પણ લઈ શકે છે.

વેપાર અને રોકાણ ચર્ચા

ભારત અને UAE આર્થિક સંબંધોને(Relations Between India and UAE) વધુ મજબૂત કરવા માટે વ્યાપક મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો કરી રહ્યા છે અને આ મુલાકાત દરમિયાન કેટલાક વિષય પર આગળ વધે તેવી શક્યતા છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત તાજેતરમાં ચાર દેશોના નવા જૂથમાં જોડાયા છે, જે વેપાર અને રોકાણ સંબંધિત વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જૂથના અન્ય બે સભ્યો યુએસ અને ઇઝરાયેલ છે.

UAE એ US પછી ભારતનું બીજું સૌથી મોટું નિકાસ સ્થળ

2015માં મોદીની UAEની મુલાકાત પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી હતી અને તેને ભાગીદારીમાં નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવ્યું હતું. સમૃદ્ધ વ્યાપારી સંબંધો ઉપરાંત, ભારત અને UAE મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી પણ ધરાવે છે, જેમાં વર્ષોથી જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે UAE એ US પછી ભારતનું બીજું સૌથી મોટું નિકાસ સ્થળ(World Largest Export Destination) છે. UAEએ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને રોકાણ(UAE Invests in India for Infrastructure) કરવા માટે 100 અબજ ડોલર પ્રતિબદ્ધ છે.

2019 UAEમાં વડાપ્રધાન મોદીએ નવાજવામાં આવ્યા

અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને UAE આર્મ્ડ ફોર્સના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન 2016માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ જાન્યુઆરી 2017માં મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ દુબઈમાં આયોજિત 6ઠ્ઠી 'વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ'માં(World Government Summit) ભાગ લેવા ફેબ્રુઆરી 2018માં ફરી UAEની મુલાકાત લીધી હતી. તે ફરી એકવાર ઓગસ્ટ 2019માં UAE ગયા, જ્યાં તેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, ઓર્ડર ઓફ ઝાયેદથી નવાજવામાં આવ્યા.

1981માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કુવૈતની મુલાકાત લીધી હતી

આ વર્ષની શરૂઆતમાં (2021), વડાપ્રધાન મોદીએ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને UAE સશસ્ત્ર દળોના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ કોવિડ રોગચાળાની અસર અંગે ચર્ચા કરી.

આ ઉપરાંત મળતી માહિતી અનુસાર આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈત જશે નહીં. ભારતથી કુવૈતની પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત જૂનમાં વિદેશ પ્રધાન ડૉ. એસ જયશંકરની હતી. મુલાકાત દરમિયાન જયશંકરે કુવૈતના વિદેશ પ્રધાન સાથે મુલાકાત કરી હતી. 1981માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કુવૈતની મુલાકાત લીધી હતી, ત્યારબાદ કોઈ ભારતીય વડાપ્રધાને કુવૈતની મુલાકાત(Indian PM visit Kuwait) લીધી નથી.

આ પણ વાંચોઃ Foreign tour of Junagadh students: કૃષિ પદ્ધતિ અને ટેક્નોલોજીની તાલીમ લેવા કૃષિ કોલેજના 15 વિદ્યાર્થીઓ વિદેશ જશે

આ પણ વાંચોઃ 5 વર્ષમાં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ પર 446 કરોડનો ખર્ચ થયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.