મથુરાઃ વડા પ્રધાન મોદી આજે મથુરા જશે. તેઓ મથુરામાં ત્રણેક કલાક રોકાવાના છે. આ દરમિયાન તેઓ બ્રજ રજ ઉત્સવમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ઉપ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય, બ્રિજેશ પાઠક, કેન્દ્રીય પ્રધાન મિનાક્ષી લેખી, સાંસદ હેમા માલિની સહિત અને દિગ્ગજો ઉપસ્થિત રહેશે. વડા પ્રધાન શ્રી કૃષ્ણ જન્મભૂમિના દર્શને પણ જશે. વડા પ્રધાન મોદી શ્રી કૃષ્ણ જન્મભૂમિના દર્શને જાય તે પ્રથમ વખત બનતી ઘટના છે. વડા પ્રધાન મોદીના યજમાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ બનવાના છે.
વડા પ્રધાનનો કાર્યક્રમઃ વડા પ્રધાન મોદીના આગમન સંદર્ભે દરેક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મથુરાને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. આયોજન સ્થળે ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ રાધા સિવાય મીરાબાઈની પ્રતિમાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. વડા પ્રધાન અંદાજીત 3.40 કલાકે મથુરા આર્મી એરિયા ગ્રાઉન્ડના હેલીપેડ પર લેન્ડ કરશે. ત્યારબાદ વડા પ્રધાન શ્રી કૃષ્ણ જન્મભૂમિના દર્શને જશે. અહીં 15 મિનિટના દર્શન કાર્યક્રમ બાદ વડા પ્રધાન ધોલી પ્યાઉ રેલવે ગ્રાઉન્ડ પર બ્રજ રજ ઉત્સવમાં ભાગ લેશે. જ્યાં મીરાબાઈના 525મા જન્મ દિવસે યોજનારા બ્રજ રજ ઉત્સવમાં વડા પ્રધાન મોદી ભાગ લેશે. અહીં તેઓ ઉપસ્થિત ભક્તોને સંબોધન પણ કરશે. આ કાર્યક્રમમાં હેમા માલિની મીરાબાઈ આધારિત એક પ્રસ્તુતિ પણ કરશે.
ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કાનું લોકાર્પણઃ આ કાર્યક્રમમાં વડા પ્રધાન મીરાબાઈના સન્માનમાં ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કાનું લોકાર્પણ કરશે. ત્યારબાદ વડા પ્રધાન દિલ્હી જવા રવાના થશે. વડા પ્રધાન મોદીના આગમનને લઈને એસપીજી લેવલના ઓફિસર સમગ્ર બંદોબસ્તની દેખરેખ કરી રહ્યા છે. આખા કાર્યક્રમ સ્થળના એક એક ઈંચને સુઘન સુરક્ષાથી કવર કરવામાં આવ્યો છે. વડા પ્રધાન મોદીનો આ ચોથો મથુરા પ્રવાસ છે. જેમાં તેઓ પ્રથમ વખત શ્રી કૃષ્ણ જન્મભૂમિના દર્શન કરશે.
મથુરામાં રુટ ડાયવર્ઝન અને પાર્કિંગ પ્લેસઃ વડા પ્રધાન મોદી આ ચોથી વખતે મથુરાના પ્રવાસે છે. વડા પ્રધાનની આ વિઝિટને લઈને સ્થાનિક તંત્ર, પોલીસ વિભાગ, વાહન વ્યવહાર વિભાગ અને આખી સરકાર અત્યંત વ્યસ્ત છે. એસપીજી લેવલના પોલીસ ઓફિસર પણ સમગ્ર બંદોબસ્ત પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમજ વાહન વ્યવહાર વિભાગ તરફથી કેટલાક રૂટ ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યા છે. તેમજ ચોક્કસ સ્થળોએ પાર્કિંગ પ્લેસ નક્કી કરવામાં આવ્યા છે. વડા પ્રધાનના આ કાર્યક્રમમાં લાખો લોકો ઉમટી પડવાની સંભાવના છે તેથી આ વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો છે.