ETV Bharat / bharat

PM Narendra Modi UP visit: યુપીનાં બલરામપુરમાં સરયુ કેનાલ રાષ્ટ્રીય યોજનાનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુપીના(PM Narendra Modi UP visit) બલરામપુર જિલ્લામાં સરયૂ નહેર રાષ્ટ્રીય (Saryu Canal project) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

author img

By

Published : Dec 11, 2021, 7:13 AM IST

PM Narendra Modi UP visit : વડાપ્રધાન મોદી અટલ બિહારી વાજપેયીની કર્મભૂમિ બલરામપુર યુપીમાં સરયુ કેનાલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

  • વડાપ્રધાન મોદી બલરામપુર યુપીમાં સરયુ કેનાલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
  • સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું પર કામ 1978માં શરુ થયું હતું
  • સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટમાં પાંચ નદીઓને પણ જોડવામાં આવી છે
  • ખેડુતોને મોટા પાયે ઉત્પાદક ક્ષમતાનો લાભ લઈ શકશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાની મુલાકાત(PM Narendra Modi UP visit) લેશે અને સરયૂ નહેર રાષ્ટ્રીય(Saryu Canal project) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ 14 લાખ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડશે અને વિસ્તારના લગભગ 29 લાખ ખેડૂતોને ફાયદો થશે. PMOએ(project management office) શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી શનિવારે બહરાઈચ, શ્રાવસ્તી અને બલરામપુર થઈને ગોરખપુર જતી 318 કિલોમીટર લાંબી અને લગભગ 9,800 કરોડ રૂપિયાના ખર્ચવાળી સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું(Saryu Canal project in Balrampur) ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે...

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે, 'હું 11 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં એક સરયુ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન(PM Modi inaugurates Saryu Canal National Project) કરવા આવીશ. આ પ્રોજેક્ટ પૂર્વીય ઉત્તર પ્રદેશમાં સિંચાઈ(canal irrigation in up) સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવશે અને અમારા મહેનતુ ખેડૂતોને મદદ કરશે. સરયૂ કેનાલ નેશનલ પ્રોજેક્ટ(Saryu Canal National Project) પર કામ 1978માં શરૂ થયું હતું પરંતુ દાયકાઓ સુધી આ પ્રોજેક્ટ ક્યારેય પૂરો થયો ન હતો. ખર્ચા વધ્યા અને લોકોની મુશ્કેલી પણ વધી.

સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું પર કામ 1978માં શરુ થયું હતું

PMOએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પર કામ 1978માં શરૂ થયું હતું. પરંતુ બજેટ ફાળવણી, સંબંધિત વિભાગો વચ્ચે સંકલન અને યોગ્ય દેખરેખના અભાવને કારણે તેમાં વિલંબ થયો અને લગભગ ચાર દાયકા સુધી તે જમીન પરથી ઉતરી શક્યું નહીં. આ ઉપરાંત ખેડૂતોના કલ્યાણ અને સશક્તિકરણની પ્રતિબદ્ધતા તેમજ રાષ્ટ્રીય મહત્વના પેન્ડિંગ પ્રોજેક્ટને અગ્રતાપૂર્ણ રીતે પૂર્ણ કરવાને કારણે વડાપ્રધાનું ધ્યાન આ પ્રોજેક્ટ પર કેન્દ્રિત કર્યું.

ચાર વર્ષમાં આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ કર્યું

આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે, મોદીએ તેને વર્ષ 2016માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના(Pradhan Mantri Krishi Sinchai Yojana) હેઠળ લાવ્યા અને તેને સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું. PMOએ કહ્યું કે આને વાસ્તવિકતા બનાવવા માટે જમીન સંપાદન અને કાયદાકીય અડચણો સહિત અન્ય સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું અને તેના પરિણામે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું કામ ચાર વર્ષમાં પૂર્ણ થયું.

પાંચ નદીઓ જોડાયેલ છે

PMOએ કહ્યું કે આ પ્રોજેક્ટ રૂ. 9800 કરોડમાં પૂરો થયો છે. તેમાંથી છેલ્લા ચાર વર્ષમાં 4600 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં પાંચ નદીઓને(Five rivers in the Saryu canal) પણ જોડવામાં આવી છે. ઘાઘરા, સરયુ, રાપ્તી, બાણગંગા અને રોહીન નદીઓને જોડતી 318 કિમી લાંબી મુખ્ય નહેર અને તેની સાથે જોડાયેલ 6,600 કિમી લાંબી લિંક કેનાલોનો સમાવેશ કરતી આ નહેર પૂર્વાંચલના નવ જિલ્લાઓ જેમ કે બહરાઇચ, શ્રાવસ્તી, બલરામપુર, ગોંડા, બસ્તી, મહારાજગંજ, સાથે જોડાયેલ છે. સિદ્ધાર્થનગર, સંત કબીર નગર અને ગોરખપુરના લગભગ 29 લાખ ખેડૂતોને લાભ મળશે.

ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો

PMOએ કહ્યું કે આ પ્રોજેક્ટમાં વિલંબને કારણે ધણા વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, પરંતુ હવે ફાયદો થશે. હવે વિસ્તારના ખેડૂતો મોટા પાયે ઉત્પાદન કરી શકશે અને વિસ્તારની કૃષિ ઉત્પાદક ક્ષમતાનો લાભ લઈ શકશે.

આ પણ વાંચોઃ ગગનયાનમાં ક્રાયોજેનિક ટેકનોલોજી બનાવનાર ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક એન.કે.ગુપ્તા સાથે ETV Bharatનું રૂબરૂ

આ પણ વાંચોઃ Omicron In India: સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી- 59 દેશોમાં ફેલાયો ઓમિક્રોન, નિયમોનું પાલન કરવું જરૂરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.