ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું

author img

By

Published : Oct 20, 2021, 10:10 AM IST

Updated : Oct 20, 2021, 11:22 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના કુશીનગર પહોંચ્યા છે. અહીં ભારતમાં બૌદ્ધિ તીર્થયાત્રીઓને હવાઈ યાત્રા જરૂરિયાતોને સુવિધાજનક બનાવવા માટે કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બૌદ્ધ તીર્થસ્થળોને વિશ્વભરથી જોડવાના પ્રયાસ અંતર્ગત ઉત્તરપ્રદેશમાં બનાવવામાં આવેલા કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. તો એરપોર્ટ પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન મોદીએ કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું
  • બૌદ્ધ તીર્થસ્થળોને વિશ્વભરથી જોડવાના પ્રયાસ અંતર્ગત આ એરપોર્ટ બનાવાયું છે
  • વડાપ્રધાન આ ઉપરાંત અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હી/કુશીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના કુશીનગર પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે બૌદ્ધ તીર્થસ્થળોને વિશ્વ સાથે જોડવાના પ્રયાસ અંતર્ગત ઉત્તરપ્રદેશમાં બનાવવામાં આવેલા કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું (Kushinagar International Airport)ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન પોતાના પ્રવાસ દરમિયાન રાજકીય મેડિકલ કોલેજ સહિત 12 અન્ય પ્રોજેક્ટ્સનો પણ શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી થશે. વડાપ્રધાન કાર્યાલયે (PMO) આ અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન કુશીનગર મહાપરિનિર્વાણ મંદિરમાં અભિધમ્મ દિવસ પર યોજાયેલા આ સમારોહમાં ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે

આ પણ વાંચો- PM Modi આજે વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના CEO, નિષ્ણાતો સાથે વાતચીત કરશે

પહેલું વિમાન શ્રીલંકાથી આવશે

કુશીનગર એક આંતરરાષ્ટ્રીય બૌદ્ધ તીર્થસ્થળ છે, જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું. કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટનના પ્રસંગે ત્યાં શ્રીલંકાના કોલંબોથી આવનારું પહેલું વિમાન ઉતરશે, જેના માધ્યમથી 100થી વધુ બૌદ્ધ ભિક્ષુઓ અને મહાનુભાવોનું એક શ્રીલંકાઈ પ્રતિનિધિમંડળ કુશીનગર પહોંચશે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, આ પ્રતિનિધિ મંડળમાં શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના તમામ ચાર પોઈન્ટ અસગિરિયા, અમરપુરા, રામન્યા અને માલવત્તાના અનુનાયક (ઉપપ્રમુખ) પણ સામેલ હસે. સાથે જ કેબિનેટ પ્રધાન નમલ રાજપક્ષેના નેતૃત્ત્વવાળી શ્રીલંકા સરકારના પાંચ પ્રધાન પણ આનો ભાગ હશે.

આ પણ વાંચો- મિનિમમ સરકાર, મેક્સિમમ શાસન પર ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ: વડાપ્રધાન મોદી

260 કરોડના ખર્ચથી બનાવવામાં આવ્યું છે એરપોર્ટ

કાર્યાલયે જણાવ્યું હતું કે, 589 એકરમાં આ એરપોર્ટ 260 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવ્યું છે. આનાથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય તીર્થયાત્રીઓ માટે ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્થળની યાત્રા કરવી સુવિધાજનક થશે. આ એરપોર્ટનું નિર્માણ વિશ્વને આ બૌદ્ધ તીર્થસ્થળથી જોડવાના પ્રયાસ અંતર્ગત કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ ઉત્તરપ્રદેશ અને બિહારના નજીકના જિલ્લાઓ માટે લાભદાયી હશે અને આ ક્ષેત્રમાં રોકાણ અને રોજગારની તક વધારવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે.

વડાપ્રધાન મહાપરિનિર્વાણ મંદિર જશે

વડાપ્રધાન મહાપરિનિર્વાણ મંદિરમાં ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય બૌદ્ધ કોન્કલેવનો પણ 11.30 વાગ્યાની આસપાસ શુભારંભ કરાવશે. વડાપ્રધાન મહાપરિનિર્વાણ મંદિર જઈને ભગવાન બુદ્ધની ઉંઘતા હોય તેવી મુદ્રાવાળી મૂર્તિના દર્શન કરશે અને બૌધિ વૃક્ષનો છોડ લગાવશે. તેઓ અભિધમ્મ દિવસ પર યોજાયેલા આ સમારોહમાં પણ ભાગ લેશે. આ દિવસ બૌદ્ધ ભિક્ષુઓ માટે ત્રણ મહિનાની વર્ષાની આપસી 'વર્ષાવાસ' કે 'વાસ'નું પ્રતીક છે. તે દરમિયાન બૌદ્ધ ભિક્ષુ વિહાર અને મઠમાં એક સ્થાન પર રહે છે અને પ્રાર્થના કરે છે. આ કાર્યક્રમમાં શ્રીલંકા, થાઈલેન્ડ, મ્યાંમાર, દક્ષિણ કોરિયા, નેપાળ, ભૂતાન અને કમ્બોડિયાના જાણીતા બૌદ્ધ ભિક્ષુ અને વિભિન્ન દેશોના રાજદૂત સામેલ થશે.

મેડિકલ કોલેજનો શિલાન્યાસ થશે

વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી વડનગર અને ગુજરાતના અન્ય સ્થળોમાં ખોદકામમાં મળેલી બૌદ્ધ કલાકૃતિઓ અને બૌદ્ધ સૂત્ર સુલેખ તથા અજંતાની ભિત્તિ ચિત્રોના પ્રદર્શનનું પણ અવલોકન કરશે. વડાપ્રધાન એક સાર્વજનિક કાર્યક્રમમાં રાજકીય મેડિકલ કોલેજ, કુશીનગરનો શિલાન્યાસ કરશે, જેને 280 કરોડ રૂપયાથી પણ વધુના ખર્ચથી બનાવવામાં આવશે. કોલેજમાં 500 બેડવાળી હોસ્પિટલ હશે અને આ શૈક્ષણિક સત્ર 2022-23માં MBBS અભ્યાસક્રમમાં 100 વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. કાર્યાલયે જણાવ્યું હતું કે, મોદી તે દરમિયાન 180 કરોડથી વધુના 12 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેઓ કુશીનગરમાં જ રામકોલા રોડ, નારાયણપુરમાં જનસભાને સંબોધિત કરશે અને લગભગ 1 વાગ્યે વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કરશે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કરી સમીક્ષા

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખી મંગળવારે કુશીનગરની મુલાકાત દરમિયાન સંપૂર્ણ તૈયારીઓની સમીક્ષા કરી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, આ ઉત્તરપ્રદેશનું સૌભાગ્ય છે કે, વડાપ્રધાન દ્વારા ઉત્તરપ્રદેશને કાલે ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સોંપવામાં આવશે. પૂર્વીય ઉત્તરપ્રદેશ અને પશ્ચિમોત્તર બિહારના વિકાસમાં આ નવા એરપોર્ટનું ઘણું યોગદાન હશે. આનાથી માત્ર પર્યનની પુષ્કળ સંભાવનાઓ જ નહીં ઉપલબ્ધ થાય. ઉલટાની રોજગારની તક પણ મળશે.

વડાપ્રધાને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા દેશોને જોડવાનું કાર્ય કર્યું છેઃ યોગી આદિત્યનાથ

મુખ્યપ્રધાને કહ્યું હતું કે, અમે બધા જાણીએ છીએ કે, ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા મહત્તમ પાવન સ્થળ ઉત્તરપ્રદેશમાં છે અને આનાથી જોડાયેલી જેટલી પણ સંભાવનઓ હતી. તેનો સારો ઉપયોગ નથી થઈ શક્યો, પરંતુ અમે વડાપ્રધાનના આભારી છીએ કે, તેમણે બૌદ્ધ સર્કિટમાં પર્યટનની તમામ સંભાવનોએને આગળ વધારવા અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા દેશોને જોડવાનું કાર્ય કર્યું છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કરી સમીક્ષા
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કરી સમીક્ષા

શ્રીલંકાના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળનું કરાશે ભવ્ય સ્વાગત

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કાલે શ્રીલંકાનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અહીં આવશે, જેના સભ્યોના સ્વાગતની તક રાજ્ય સરકાર અને કુશીનગરના નાગરિકોને મળી રહી છે અને અમે બધા 'અતિથિ દેવો ભવઃ'ની ભાવનાથી તેમનું સ્વાગત કરીશું. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહાઈ ચપ્પન પહેરનારાઓને પણ હવાઈ યાત્રાની તક આપવાનું વચન આપ્યું હતું અને આજે ઉત્તરપ્રદેશ દેશમાં મહત્તમ એરપોર્ટવાળું રાજ્ય બની ગયું છે. યોગીની સાથે આજે કુશીનગરની યાત્રા કરનારાઓમાં રાજ્યના નાગરિક ઉડ્ડયન પ્રધાન નંદ ગોપાલ ગુપ્તા નંદી, શ્રમ પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્ય અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Oct 20, 2021, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.