નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપી હેડક્વાર્ટર ખાતે ભાજપશાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને નાયબ મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર હતા.
-
Delhi: PM Modi holds discussions on 2024 Lok Sabha elections in meeting with CMs of BJP-ruled states
— ANI Digital (@ani_digital) May 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/y3p0lU37n6#Delhi #PMModi #LokSabha #BJP #ChiefMinisters pic.twitter.com/uVKcqjRTAZ
">Delhi: PM Modi holds discussions on 2024 Lok Sabha elections in meeting with CMs of BJP-ruled states
— ANI Digital (@ani_digital) May 28, 2023
Read @ANI Story | https://t.co/y3p0lU37n6#Delhi #PMModi #LokSabha #BJP #ChiefMinisters pic.twitter.com/uVKcqjRTAZDelhi: PM Modi holds discussions on 2024 Lok Sabha elections in meeting with CMs of BJP-ruled states
— ANI Digital (@ani_digital) May 28, 2023
Read @ANI Story | https://t.co/y3p0lU37n6#Delhi #PMModi #LokSabha #BJP #ChiefMinisters pic.twitter.com/uVKcqjRTAZ
બેઠકમાં શું થઈ ચર્ચા: ANIના અહેવાલ મુજબ બેઠક દરમિયાન મુખ્યપ્રધાનોએ PMને રાજ્યોમાં ચાલી રહેલા વિકાસ કાર્યો વિશે માહિતી આપી હતી. 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરી હતી. જેમાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં વધુને વધુ લોકોનો સંપર્ક કરવા માટે કયા પ્રકારના કાર્યક્રમો યોજવા જોઈએ, ઉપરાંત જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં તેમની સ્થિતિ કેવી રીતે મજબૂત કરવી તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
CM અને DYCM સાથે બેઠક: હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત અન્ય નેતાઓ બેઠકમાં હાજરી આપવા માટે બીજેપી મુખ્યાલય પહોંચ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને ત્રિપુરાના મુખ્યપ્રધાન માણિક સાહા પણ બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા.
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન: અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા સાથે ત્યાં સેંગોલની સ્થાપના કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે નવું સંસદ ભવન 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિક છે અને લોકશાહીનું આ મંદિર વિશ્વને ભારતના સંકલ્પનો સંદેશ આપે છે. મોદીએ કહ્યું, આ માત્ર એક ઇમારત નથી, તે 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છે. આ આપણા લોકશાહીનું મંદિર છે જે વિશ્વને ભારતના સંકલ્પનો સંદેશ આપે છે.