ETV Bharat / bharat

PM Modi 71st birthday: ભાજપ આજથી સેવા સમર્પણ અભિયાન શરૂ કરશે - વડાપ્રધાન મોદીનો જન્મદિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની વાજતે-ગાજતે ઉજવણી કરવાની પાર્ટીએ તૈયારી કરી લીધી છે, 5 કરોડ પોસ્ટકાર્ડ મોકલવામાં આવશે, 20 દિવસ સુધી કાર્યક્રમ ચાલશે.

PM Modi 71st birthday
PM Modi 71st birthday
author img

By

Published : Sep 17, 2021, 7:06 AM IST

Updated : Sep 17, 2021, 7:37 AM IST

  • આજે વડાપ્રધાન મોદીનો 71મો જન્મદિવસ
  • ભાજપ આજથી સેવા સમર્પણ અભિયાન શરૂ કરશે
  • 20 દિવસ સુધી કાર્યક્રમ ચાલશે.

ન્યૂઝ ડેસ્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ આજે ઉજવવામાં આવશે. ત્યારે ભારતીય જનતા પાર્ટી તેમનો જન્મદિવસ ધૂમધામથી ઉજવશે. આ ઉજવણીને સેવા અને સમર્પણ અભિયાનનું નામ આપવામાં આવ્યું છે. 20 દિવસની આ મેગા ઈવેન્ટની શરુઆત 17 સપ્ટેમ્બર એટલે કે આજથી થશે. વડાપ્રધાનની 20 વર્ષની સાર્વજનિક સેવાને ધ્યાનમાં રાખીને આ 20 દિવસની ઉજવણી ઉત્સાહ અને જોશ સાથે કરવામાં આવશે. 20 દિવસની આ ઈવેન્ટ માટે પાર્ટીએ અનેક કાર્યક્રમોની યોજના તૈયાર કરી છે. સ્વચ્છતાને લગતા કાર્યક્રમો અને બ્લડ ડોનેશન કેમ્પેઈન જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવાની પાર્ટીની યોજના છે.એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના બૂથ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાંચ કરોડ પોસ્ટકાર્ડ મોકલવામાં આવશે.

અલગ અલગ ભાષાઓમાં દિગ્ગજોના લેખ પ્રકાશિત કરાશે

ઉત્તરપ્રદેશમાં પાર્ટીના કાર્યકર્તા 71 સ્થળો પર ગંગા નદીને સાફ કરવા માટે અભિયાન ચલાવશે.નમો એપ પર પણ વર્ચ્યુઅલ ઈવેન્ટ્સ ચલાવવામાં આવશે. પાર્ટીએ જણાવ્યું કે, તમામ જન પ્રતિનિધિ રાશન વિતરણ કેન્દ્રો પર જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા માટે વીડિયો ક્લિપ બનાવશે. યુથ વિંગ દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને તેમની ઉપલબ્ધિઓને લગતી ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે જાણીતી હસ્તીઓ અને બુદ્ધિજીવીઓને બોલાવવામાં આવશે. લોકો સુધી સંદેશ પહોંચે તે માટે અલગ અલગ ભાષાઓમાં દિગ્ગજોના લેખ પ્રકાશિત કરવામાં આવશે. જિલ્લા સ્તર પર સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવશે. તેમાં મહિલા નેતાઓ મહત્વની ભૂમિકા ભજવશે.

દેશમાં 17મી સપ્ટેમ્બરથી 7મી ઑક્ટોબર સુધી 20 દિવસ સુધી અનેક કાર્યક્રમો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિનની ધામધૂમથી ભવ્ય ઊજવણી કરવા માટે ભાજપે તૈયારી કરી લીધી છે. પીએમ મોદીના જન્મદિનની વિશેષ ઊજવણી માટે ભાજપે દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1.5 કરોડ લોકોને કોરોનાની રસી આપવાનું આયોજન કર્યું છે. આ સાથે ભાજપે સમગ્ર દેશમાં 17મી સપ્ટેમ્બરથી 7મી ઑક્ટોબર સુધી 20 દિવસ સુધી અનેક કાર્યક્રમો યોજવાની તૈયારી કરી લીધી છે. ક્યાંક ભારત માતા મંદિરને 71 હજાર દિવડાઓથી સુશોભિત કરાશે તો ક્યાંક ગંગા નદીને 71 મીટરની ચૂંદડી અર્પણ કરાશે.

આ પણ વાંચો : હું હરહંમેશ રાજકોટનો ઋણી રહીશ: પીએમ મોદી

દેશમાં 1.50 કરોડથી વધુ લોકોને રસી આપવાની ભાજપ સંગઠનની તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિનને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે ભાજપે સમગ્ર દેશમાં 1.50 કરોડથી વધુ લોકોને રસી આપવાની ભાજપ સંગઠને તૈયારી કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને કોરોના વિરોધી રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનને વ્યાપક બનાવવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે, હેશટેગ વેક્સિન સેવાને વ્યાપક બનાવી અત્યાર સુધીમાં જેમણે રસી નથી લીધી તેમને રસી અપાવીએ. વડાપ્રધાન માટે આ પહેલ સૌથી સારી ભેટ હશે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 76 કરોડથી વધુ લોકોને કોરોના વિરોધી રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે.

ગંગામાં 71 મીટરની ચૂંદડી ચઢાવાશે

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિને તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 17મી સપ્ટેમ્બરથી 21 દિવસ સુધી 71 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરથી ગુજરાતમાં પહેલી વખત તેમના મુખ્યપ્રધાન બનવાના 7મી ઑક્ટોબરના દિવસ સુધી સેવા સમર્પણ અભિયાન ચલાવાશે. વધુમાં ભારત માતા મંદિરમાં 71 હજાર દિપક પ્રગટાવાશે, ગંગામાં 71 મીટરની ચૂંદડી ચઢાવાશે અને બધી જ વિધાનસભાઓમાં 71-71 કિલો લાડુનું વિતરણ કરાશે. ઉપરાંત જિલ્લા અને મહાનગરમાં 71 મુખ્ય મંદિરોમાં આરતી અને દીપોત્સવનો કાર્યક્રમ પણ યોજાશે.

જમ્મુના 500 બૂથમાંથી વડાપ્રધાનને પાંચ લાખ કાર્ડ મોકલવામાં આવશે

જમ્મુ-કાશ્મીર ભાજપે તેના 21 દિવસના કાર્યક્રમમાં જમ્મુના 500 બૂથમાંથી વડાપ્રધાનને પાંચ લાખ કાર્ડ મોકલવા, જળસ્રોતોની સાફ સફાઈ, વૃક્ષારોપણ અભિયાન અને રક્તદાન શિબિરના આયોજન જેવા કાર્યક્રમો યોજશે. આ સિવાય ભાજપ યુવા મોરચા દ્વારા પણ દેશભરમાં 21 દિવસ સુધી વિશેષ કાર્યક્રમોના આયોજનની જાહેરાત કરાઈ છે.

Last Updated : Sep 17, 2021, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.