ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓ સાથે PM Modiની ચર્ચા એ રચનાત્મક પહેલઃ ઓર્ગેનાઈઝર

author img

By

Published : Jul 1, 2021, 9:21 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના 14 રાજકીય દળો (14 political forces of Jammu and Kashmir)ના નેતાઓ સાથે બેઠક યોજી એક રચનાત્મક પહેલ કરી હતી, પરંતુ આ અંગે સજાગ રહેવાની જરૂર છે. RSS સાથે જોડાયેલી પત્રિકા ઓર્ગેનાઈઝરના સંપાદકીય (Organizer's Editorial)માંં આ વાત કહેવામાં આવી છે. આ સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, નવી બેઠકો માટે સીમાંકન (Delimitation)નું કામ ચાલુ છે. સ્વાભાવિક રીતે કેન્દ્ર સરકાર રાજકીય દળોને આ પ્રક્રિયાનો ભાગ બનાવવા માગે છે. આમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી આયોગ આ કાર્ય કરી રહ્યું છે અને તેઓ (રાજકીય દળો) સૂચનો આપી શકે છે અને વાંધો પણ વ્યક્ત કરી શકે છે.

જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓ સાથે PM Modiની ચર્ચા એ રચનાત્મક પહેલઃ ઓર્ગેનાઈઝર
જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓ સાથે PM Modiની ચર્ચા એ રચનાત્મક પહેલઃ ઓર્ગેનાઈઝર
  • વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi)એ જમ્મુ-કાશ્મીરના 14 રાજકીય દળો (14 political forces of Jammu and Kashmir)ના નેતાઓ સાથે મુલાકાતનો ઉલ્લેખ RSS સાથે જોડાયેલી એક પત્રિકામાં કરાયો
  • RSS સાથે જોડાયેલી પત્રિકા ઓર્ગેનાઈઝરના સંપાદકીય (Organizer's Editorial)માં આ બેઠકને એક રચનાત્મક પહેલ કહેવામાં આવી હતી
  • નવી બેઠકો માટે સીમાંકનનું કામ ચાલુ છે, સ્વાભાવિક રીતે કેન્દ્ર સરકાર રાજકીય દળોને આ પ્રક્રિયાનો ભાગ બનાવવા માગે છેઃ સંપાદકીય

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ હાલમાં જ જમ્મુ-કાશ્મીરના 14 રાજકીય દળો (14 political forces of Jammu and Kashmir)ના નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. જોકે, હવે આ અંગે RSS સાથે જોડાયેલી એક પત્રિકા ઓર્ગેનાઝરના સંપાદકીય (Organizer's Editorial)માં પણ વાત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, આ બેઠક એક રચનાત્મક પહેલ હતી. આ સાથે જ નવી બેઠકોનું સીમાંકનનું કામ ચાલુ છે. સ્વાભાવિક રીતે કેન્દ્ર સરકાર રાજકીય દળોને આ પ્રક્રિયાનો ભાગ બનાવવા માગે છે. આમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી આયોગ આ કાર્ય કરી રહ્યું છે અને તેઓ (રાજકીય દળો) સૂચનો આપી શકે છે અને વાંધો પણ વ્યક્ત કરી શકે છે.

આ પણ વાંચો- જમ્મુ-કાશ્મીરના નેતાઓને ચૂંટણીના આશ્વાસન સાથે વડાપ્રધાનની સર્વપક્ષીય બેઠક સમાપ્ત

ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખતા સજાગ રહેવાની જરૂરઃ સંપાદકીય

આ સંપાદકીય અનુસાર, આવું કરતા સમયે આપણે ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખતા સજાગ રહેવાની જરૂર છે. બેવડી વાત કરવા, પાકિસ્તાનનના વલણને અનુસરવા અને જમ્મુ વિસ્તારના અધિકારીઓને નકારવાની જૂની આદત આટલી જલદી નહીં જાય. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જા (Special status of Jammu and Kashmir)ને સમાપ્ત કરવા અને તેને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના બે વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ જમ્મુ-કાશ્મીરના પ્રમુખ રાજકીય દળો (Major political forces of Jammu and Kashmir)ના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને જમીની સ્તર પર લોકતંત્રને મજબૂત બનાવવાની કેન્દ્રની પ્રાથમિકતા અંગે તેમને જાણ કરી હતી. આ માટે સીમાંકનને જરૂરી ગણાવ્યું હતું.

આ પણ વાંચો- અમેરિકાના દબાણ હેઠળ PM મોદીએ જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે બેઠક યોજી: સુબ્રમણ્યમ સ્વામી

કાશ્મીરના નેતાઓએ પોતાના ફાયદા માટે કાશ્મીરમાં ડરનો માહોલ સર્જ્યો

RSS સાથે જોડાયેલી પત્રિકાના સંપાદકીયમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, કલમ- 370ની મોટા ભાગની જોગવાઈઓ સંશોધિત કરવા અને 35-એને પૂર્ણ કર્યાના લગભગ 2 વર્ષ પછી મોદી સરકારે રચનાત્મક પહેલ કરી છે. જમ્મુ-કાશ્મીરના 14 રાજકીય દળોના નેતાઓ સાથે ગયા અઠવાડિયે વાત કરવામાં આવી હતી. આમાં કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાનનું આમંત્રણ સ્વીકારતા અબ્દુલ્લા અને મુફ્તી તરફથી કોઈ નહતું આવ્યું. નીચલા સ્તર પર વૈકલ્પિક નેતૃત્વને આગળ વધારવા અને કલમ 370 પછી સ્થિતિને લોકો દ્વારા વધતી સ્વીકાર્યતાના કારણે ડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ સાથે જ કાશ્મીર કેન્દ્રિત અને સ્વયંને પોષિત કરનારા નેતાઓ દ્વારા પોતાની સ્થિતિને ધ્યાનમાં રાખી આવું કરવામાં આવી રહ્યું હતું.

અમુક સ્વાર્થી તત્ત્વો વિશેષ દરજ્જાના નામે લોકોને મૂર્ખ બનાવતા હતા

આ સાથે જ સંપાદકીયમાં કહેવામાં આવ્યું હતું કે, સરકારે વિશેષ દરજ્જો સમાપ્ત કર્યા પછી જ જમ્મુ-કાશ્મીરના સમાવેશી વિકાસ માટે અનેક પગલાં ઉઠાવ્યા છે. આ પગલાના કારણે લોકો તે અનુભવી રહ્યા છે કે, વિશેષ દરજ્જાના નામે સ્વાર્થી તત્ત્વો તેમને મૂર્ખ બનાવી રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.