ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીના મંત્રીમંડળનું થઈ શકે છે વિસ્તરણ, સિંધિયા, અનુપ્રિયા સહિતના નેતા થઈ શકે છે સામેલ - BJP MP Jyotiraditya Scindia

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ થઈ શકે છે. આ અંગે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. સૂત્રોનું માનીએ તો, 10 દિવસથી વડાપ્રધાન પોતે તમામ મંત્રાલયોની સમીક્ષા કરી રહ્યા છે અને આમાં તેમનો સાથ ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડી પણ આપી રહ્યા છે. પ્રાપ્ત સમાચાર અનુસાર, પોતાના દળના નેતા અનુપ્રિયા પટેલ, ભાજપ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્બાનંદ સોનોવાલ, દેવેન્દ્ર ફડણવીસને નવી જવાબદારી મળી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2019માં મોદી મંત્રી મંડળનું ગઠન પછી અત્યાર સુધી કોઈ વિસ્તરણ નથી થયું.

વડાપ્રધાન મોદીના મંત્રીમંડળનું થઈ શકે છે વિસ્તરણ, સિંધિયા, અનુપ્રિયા સહિતના નેતા થઈ શકે છે સામેલ

author img

By

Published : Jun 15, 2021, 9:29 AM IST

  • વડાપ્રધાન પોતાના મંત્રીમંડળનું કરી શકે છે વિસ્તરણ
  • પાર્ટીના નવા ચહેરાઓની કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા
  • સિંધિયા, ફડણવીસ, અનિપ્રિયા જેવા નેતા કેબિનેટમાં સામેલ થવા લાઈનમાં ઉભા છે

નવી દિલ્હીઃ આમ જોઈએ તો પીએમઓ (PMO) દર વર્ષે પોતાના દરેક મંત્રાલયોનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરે છે અને તેના આધારે આ મંત્રાલયોના ઈન્ટરનલ રેન્કિંગ પણ કરવામાં આવે છે, પરંતુ છેલ્લા 10 દિવસોથી સૂત્રોની માનીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે તમામ મંત્રાલયોની સમીક્ષા કરી રહ્યા છે અને આમાં તેમનો સાથ ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડી પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો- લોક જનશક્તિ પાર્ટીના 5 લોકસભા સાંસદે કર્યો બળવો, JDUમાં સામેલ થવાની સંભાવના

નાના મોટા મંત્રાલયોની કરવામાં આવી રહી છે સમીક્ષા

સૂત્રોનું માનીએ તો તમામ નાના મોટા મંત્રાલયોની સમક્ષી કરવામાં આવી રહી છે. તેના અનુસાર જ કેબિનેટનું વિસ્તરણ થશે, જેમાં એ પણ ખબર મળી રહી છે કે, અત્યાર સુધી કૃષિ, ગ્રામીણ વિકાસ મંત્રાલય, કોલસા અને ખાણકામ, પેટ્રોલિયમ અને શહેરી વિકાસ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન, રેલવે, સંસ્કૃતિ, પર્યટન, જનજાતિ કાર્ય મંત્રાલય, મત્સ્ય પાલન-પશુપાલન અને ડેરી મંત્રાલય, પર્યાવરણ રસ્તા અને પરિવહન સ્કિલ ડેવલપમેન્ટ અને ઉત્તર પૂર્વીય વિકાસ મંત્રાલયની સમીક્ષા કરાઈ ચૂકી છે.

આ પણ વાંચો- તાપી: બુહારી ગામના ઉપસરપંચ સૂરજ દેસાઇની ભાજપ પ્રદેશ યુવા મોરચાના મંત્રી તરીકે નિમણૂક

વર્ષ 2019 પછી કેન્દ્રિય મંત્રી મંડળનું નથી થયું વિસ્તરણ

વર્ષ 2019 પછી કેન્દ્રિય મંત્રી મંડળમાં અત્યાર સુધી કોઈ વિસ્તરણ નથી થયું. આ તમામની વચ્ચે ઉત્તરપ્રદેશમાં પણ મંત્રી મંડળના વિસ્તરણની અટકળો તેજ થઈ છે અને આ વાત અંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વડાપ્રધાન અને અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

સિંધિયા અને અનુપ્રિયાને મળી શકે છે જવાબદારી

આ અંગે મળતી માહિતી અનુસાર, જ્યાે ઉત્તરપ્રદેશથી પોતાના દળના નેતા અનુપ્રિયા પટેલનું નામ કેન્દ્રિય કેબિનેટ માટે સામે આવી રહ્યું છે. તો મધ્યપ્રદેશથી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ નરેન્દ્ર મોદી કેબિનેટનો ભાગ બનવાનો મોકો મળી શકે છે. સિંધિયાના સમર્થક આ વાતનો દાવો પણ કરી ચૂક્યા છે. સિંધિયાને આ મહિને થનારા વિસ્તરણમાં રેલવે કે માનવ સંશાધન વિકાસ મંત્રાલય જેવું મહત્વનું મંત્રાલય મળી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.