ETV Bharat / bharat

વડાપ્રધાન 'ઉજ્જવલા યોજના'ના બીજા તબક્કાનું કરશે લોકાર્પણ - ઉજ્જવલા યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) મંગળવારના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશના મહોબામાં (Mahoba) એલપીજી કનેક્શન (LPG connection) સોંપીને ઉજ્જવલા 2.0 (Prime Minister Ujjwala Yojana)ની શરૂ કરશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ઉજ્જવલાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.

વડાપ્રધાન 'ઉજ્જવલા યોજના'ના બીજા તબક્કાનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન 'ઉજ્જવલા યોજના'ના બીજા તબક્કાનું કરશે લોકાર્પણવડાપ્રધાન 'ઉજ્જવલા યોજના'ના બીજા તબક્કાનું કરશે લોકાર્પણ
author img

By

Published : Aug 10, 2021, 10:08 AM IST

  • ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાથીઉજ્જવલા યોજનાનું કરાશે લોકાર્પણ
  • ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ઓનલાઇન પ્રમાણપત્ર
  • વડાપ્રધાન ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર, 10 ઓગસ્ટના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના મહોબા જિલ્લામાંથી 'વડાપ્રધાન ઉજ્જવલા યોજના'ના બીજા તબક્કા (ઉજ્જવલા 2.0) નું લોકાર્પણ કરશે. પીએમના આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath) પણ ભાગ લેશે. એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે, વડાપ્રધાન ઉજ્જવલા 2.0 ના 10 લાભાર્થીઓને ઓનલાઇન પ્રમાણપત્ર આપશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.

આ પણ વાંચો: આનંદોઃ ઉજ્જવલા યોજનાના હેઠળ હવે સપ્ટેમ્બર સુધી મફત 3 ગેસ સિલિન્ડર મળશે

પ્રથમ તબક્કામાં વંચિત રહેલાને બીજા તબક્કામાં લાભ મળશે

'વડાપ્રધાન ઉજ્જવલા યોજના'ના પ્રથમ તબક્કામાં રાજ્યના ગરીબ પરિવારોને કુલ 1 કરોડ 47 લાખ 43 હજાર 862 એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામાં જે ગરીબ પરિવારો આ યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહી ગયા હતા, તેમને બીજા તબક્કામાં લાભ મળશે. ઉજ્જવલા 2.0 ના લાભાર્થીઓને ડિપોઝિટ ફ્રી એલપીજી કનેક્શન સાથે પ્રથમ રિફિલ અને હોટપ્લેટ મફત આપવામાં આવશે. તેમજ ન્યૂનતમ કાગળની જરૂર પડશે. ઉજ્જવલા 2.0 માં લોકોને રેશનકાર્ડ કે એડ્રેસ પ્રૂફ જમા કરાવવાની જરૂર રહેશે નહીં.

કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન

વડાપ્રધાન, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, પ્રધાન હરદીપ સિંહ વિશ્વ બાયોફ્યુઅલ દિવસ નિમિત્તે મહોબા પોલીસ લાઇન પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રસંગે મુઝફ્ફરનગરમાં સ્થપાઈ રહેલા કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.

આ પણ વાંચો: દાહોદમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમ યોજાયો, વડાપ્રધાને વર્ચુઅલ રીતે આપી હાજરી

બીપીએલ પરિવારોની 5 કરોડ મહિલા સભ્યોને એલપીજી કનેક્શન

વર્ષ 2016 માં લોન્ચ થયેલા ઉજ્જવલા 1.0 દરમિયાન, બીપીએલ પરિવારોની 5 કરોડ મહિલા સભ્યોને એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ, એપ્રિલ 2018 માં સ્કીમનું વિસ્તરણ કરવામાં આવ્યું હતુ. જેમાં સાત વધુ કેટેગરી (SC/ST, PMAY, AAY, મોસ્ટ બેકવર્ડ ક્લાસ, ટી ગાર્ડન, વનવાસી, આઇલેન્ડર્સ) માંથી મહિલા લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 8 કરોડ એલપીજી જોડાણોનો લક્ષ્યાંક સુધારી દેવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે, આ લક્ષ્ય ઓગસ્ટ 2019 માં સાત મહિના પહેલા પ્રાપ્ત થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.