- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળીનો ઉત્સવ કરશે મેળાપ
- દિવાળીના પર્વ પર PM મોદી જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે
- PM મોદી છેલ્લા સાત વર્ષનો દિવાળી ઉત્સવ રાષ્ટ્રના સૈનિકો સોથે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વર્ષે પણ સૈનિકોPM Narendra Modi soldiers) સાથે દિવાળી ઉજવશે. પીએમ મોદી ગુરુવારે જમ્મુ-કાશ્મીરની મેળાપ કરશે. જ્યાં PM મોદી નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા સાત વર્ષની દિવાળી
વર્ષ 2020માં મોદીએ રાજસ્થાન બોર્ડર પર લોંગેવાલા ચોકી પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
વર્ષ 2019માં નરેન્દ્ર મોદીએ એલઓસી પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવા માટે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાની મુલાકાત લીધી હતી.
વર્ષ 2018માં વડાપ્રધાને ઉત્તરાખંડના હરસિલમાં આર્મી અને ITBPના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
વર્ષ 2017માં પીએમ મોદીએ તત્કાલિન આર્મી ચીફ જનરલ બિપિન રાવત સાથે જમ્મુ અને કાશ્મીરમાં બાંદીપોરા જિલ્લામાં નિયંત્રણ રેખાની મુલાકાત લીધી હતી. તેમણે ગુરેઝ સેક્ટરમાં 15 કોર્પ્સના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
વર્ષ 2016માં મોદીએ ભારત-ચીન સરહદી વિસ્તારો પસંદ કર્યા અને હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાની મુલાકાત લીધી. તેમણે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ, ઈન્ડિયન આર્મી અને ડોગરા સ્કાઉટ્સના જવાનો સાથે આ તહેવારની ઉજવણી કરી હતી.
વર્ષ 2015માં પીએમ મોદીએ ભારત-પાક બોર્ડરની મુલાકાત લીધી હતી. જ્યાંં 1965ના યુદ્ધની 50મી વર્ષગાંઠ હતી. જેના કારણે મોદીએ ડોગરાઈ વોર મેમોરિયલની સાથે બાર્કી વોર મેમોરિયલ અને સૌથી મોટી ટેંક બેટલ પૈકીના એક અસલ ઉત્તરની મુલાકાત લીધી હતી.
વર્ષ 2014માં મોદીએ ભારત-પાક બોર્ડર પાસે સિયાચીન ગ્લેશિયરની મુલાકાત લઈને સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જે પૃથ્વી પરનું સૌથી ઉંચુ યુદ્ધ મેદાન છે.
આ પણ વાંચોઃ ભારત 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં અંદાજિત એક અબજ ટનનો ઘટાડો કરશે : વડાપ્રધાન મોદી
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીનું એકજ રટ્ટણ ''વિડીયોગ્રાફી અંગે મને કોઇ જાણ નથી'', આવતીકાલે ફરી સુનાવણી