ETV Bharat / bharat

PM Modi Tripura Visit: વડાપ્રધાન મોદી મંગળવારે ત્રિપુરાની મુલાકાતે, પ્રવાસ પહેલા સુરક્ષા વધારી દેવામાં આવી

author img

By

Published : Jan 3, 2022, 8:39 PM IST

4 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi Tripura Visit) અગરતલાની મુલાકાત (Prime Minister Narendra Modi's visit) પહેલા ત્રિપુરા પોલીસે સુરક્ષા વધારી દીધી છે. મુખ્ય સચિવ કુમાર આલોક (Chief Secretary Kumar Alok) અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક VS યાદવે (State Director General of Police VS Yadav) મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ (Chief Minister Biplab Kumar Deb) સાથે રવિવારે મોડી રાત્રે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

PM Modi Tripura Visit: વડાપ્રધાન મોદી મંગળવારે ત્રિપુરાની મુલાકાતે, પ્રવાસ પહેલા સુરક્ષા વધારી દેવામાં આવી
PM Modi Tripura Visit: વડાપ્રધાન મોદી મંગળવારે ત્રિપુરાની મુલાકાતે, પ્રવાસ પહેલા સુરક્ષા વધારી દેવામાં આવી

અગરતલા: ETV BHARAT સાથે વાત કરતા DGP ત્રિપુરા પોલીસ VS યાદવે (State Director General of Police VS Yadav) કહ્યું કે, વડાપ્રધાન મોદીની મુલાકાત (Prime Minister Narendra Modi's visit) માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે. 4 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને (PM Modi Tripura Visit) ધ્યાનમાં રાખીને અમે વ્યાપક સુરક્ષા (security beefed up in tripura) વ્યવસ્થા કરી છે.

સાદા કપડામાં પોલીસ તૈનાત કરવામાં આવશે

સાદા કપડામાં પોલીસ તૈનાત કરવામાં આવશે. યાદવે કહ્યું કે, ત્રિપુરા પોલીસ RAW, SIB, BSF અને અન્ય સુરક્ષા એજન્સીઓના સંપર્કમાં છે. તમામ પોલીસ સ્ટેશન, આઉટ પોસ્ટ અને ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

માસ્ક, થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઈઝરની પૂરતી વ્યવસ્થા

કોવિડ પ્રોટોકોલ મેનેજમેન્ટ (Covid protocol management) પર તેમણે કહ્યું કે, અમે સમય સમય પર કર્મચારીઓને કોવિડ મેનેજમેન્ટ પ્રેક્ટિસ વિશે માહિતગાર કરીએ છીએ ગ્રાઉન્ડ પર જ લોકો માટે માસ્ક, થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઈઝરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.

ઇમ્ફાલમાં રૂ. 4800 કરોડના 22 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, પીએમ મોદી ઇમ્ફાલમાં રૂ. 4800 કરોડના 22 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. જ્યારે અગરતલામાં તેઓ મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આ સાથે 2 મહત્વની વિકાસ યોજનાઓ પણ શરૂ કરવામાં આવશે.

મણિપુરમાં મોદી 1850 કરોડ રૂપિયાના 13 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

મણિપુરમાં મોદી 1850 કરોડ રૂપિયાના 13 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને 2950 કરોડ રૂપિયાના 9 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, આ પ્રોજેક્ટ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણીનો પુરવઠો, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ અને કળા અને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે.

5 રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કનેક્ટિવિટી સુધારવા માટે દેશભરમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની જેમ રૂ.1,700 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવનાર 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. અન્ય મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ નેશનલ હાઈવે-37 પર બરાક નદી પર રૂ. 75 કરોડના ખર્ચે બનેલો સ્ટીલ બ્રિજ છે, જે ઈમ્ફાલથી સિલચર સુધીની કનેક્ટિવિટી વધારશે અને મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન થશે.

પીવાના પાણીના પુરવઠા માટેના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે

વડાપ્રધાન લગભગ રૂ. 1100 કરોડના ખર્ચે બનેલા 2387 મોબાઈલ ટાવર મણિપુરના લોકોને સમર્પિત કરશે, જેનાથી મોબાઈલ કનેક્ટિવિટીમાં સુધારો થશે. પીએમઓએ કહ્યું કે, દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની મોદીની કવાયતના ભાગરૂપે રાજ્યમાં પીવાના પાણીના પુરવઠા માટેના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે, તેમાં થોબલ બહુહેતુક પ્રોજેક્ટની રૂ. 280 કરોડની વોટર ટ્રાન્સમિશન સિસ્ટમનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કરશે

અન્ય એક પ્રોજેક્ટમાં તામેંગલોંગ જિલ્લાના 10 વિસ્તારોના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી મળશે અને તેની કિંમત રૂ. 65 કરોડ છે. મોદી 51 કરોડના ખર્ચે સેનાપતિ જિલ્લા મુખ્યાલય પાણી પુરવઠા યોજનાનું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન ઈમ્ફાલમાં રૂ. 160 કરોડના ખર્ચે નિર્માણ થનારી કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે, તેઓ કિઆમગેઈમાં 200 બેડની કોવિડ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે.

ઇમ્ફાલ સ્માર્ટ સિટી મિશન હેઠળ ઘણા પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે

ભારતીય શહેરોને પુનર્જીવિત કરવાના પ્રયાસોના ભાગરૂપે મોદી ઇમ્ફાલ સ્માર્ટ સિટી મિશન હેઠળ ઘણા પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. પીએમઓએ કહ્યું કે, મોદી સેન્ટર ફોર ઈન્વેન્શન, ઈનોવેશન, ઈન્ક્યુબેશન એન્ડ ટ્રેનિંગ (CIIIT)નો પણ પાયો નાખશે. આ પ્રોજેક્ટ રાજ્યમાં જાહેર-ખાનગી ભાગીદારીની સૌથી મોટી પહેલ છે અને તે માહિતી ટેકનોલોજી ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપશે અને રાજ્યમાં રોજગારીની તકો પણ ઊભી કરશે.

આ પણ વાંચો:

PM Modi Visits Meerut : વડાપ્રધાન મોદી પહોંચ્યા મેરઠ, મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો કરશે શિલાન્યાસ

Vaishno Devi Stampede : નવા વર્ષ પર વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગથી 12ના મોત, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી સંવેદના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.