નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષના પહેલા દિવસે 1 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Modi to release PM kisan Installment ) અંતર્ગત 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને 20,000 કરોડ રૂપિયાના નાણાકીય લાભનો 10મો હપ્તો (PM Modi will release the 10th installment of PM Kisan) જાહેર કરશે.
-
Prime Minister Narendra Modi will release the 10th installment of financial benefit under the Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme on 1st Jan at 12:30 pm via video conferencing: PMO
— ANI (@ANI) December 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Prime Minister Narendra Modi will release the 10th installment of financial benefit under the Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme on 1st Jan at 12:30 pm via video conferencing: PMO
— ANI (@ANI) December 29, 2021Prime Minister Narendra Modi will release the 10th installment of financial benefit under the Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme on 1st Jan at 12:30 pm via video conferencing: PMO
— ANI (@ANI) December 29, 2021
PMOએ આપી માહિતી
વડાપ્રધાન કાર્યાલયે (PMO) બુધવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, વડાપ્રધાન 1 જાન્યુઆરીએ બપોરે 12.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 10મો હપ્તો (PM Modi will release the 10th installment of PM Kisan) જાહેર કરશે અને સાથે જ લગભગ 351 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) માટે 14 કરોડ રૂપિયાથી વધુ ઈક્વિટી ગ્રાન્ટ પણ જાહેર કરશે. આ પ્રસંગે કેન્દ્રિય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે.
-
This will enable the transfer of an amount of more than Rs. 20,000 crore to more than 10 crore beneficiary farmer families: PMO
— ANI (@ANI) December 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">This will enable the transfer of an amount of more than Rs. 20,000 crore to more than 10 crore beneficiary farmer families: PMO
— ANI (@ANI) December 29, 2021This will enable the transfer of an amount of more than Rs. 20,000 crore to more than 10 crore beneficiary farmer families: PMO
— ANI (@ANI) December 29, 2021
આ પણ વાંચો: PM Modi Uttarakhand Visit: વડાપ્રધાન મોદી આજે હલ્દ્વાનીમાં ઉત્તરાખંડની બીજી AIIMSનો કરશે શિલાન્યાસ
દર વર્ષે આ યોજના અંતર્ગત દર ચોથા મહિને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે રૂપિયા
પીએમ-કિસાન યોજના (Pradhan Mantri Kisan Yojana) અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયાની રકમ 2,000 રૂપિયાના ત્રણ માસિક હપ્તામાં પ્રત્યેક ચોથા મહિને ખેડૂતોના બેન્ક ખાતામાં સીધા જ ટ્રાન્સફર કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાની ઔપચારીક રીતે શરૂઆત 24 જાન્યુઆરી 2019માં ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં એક સમારોહમાં કરી હતી. આ યોજનાની શરૂઆત દેશભરના તમામ ખેતી કરતા ખેડૂતોના પરિવારોને આવક સહાયતા આપીને ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશમાં કરવામાં આવી હતી, જેથી તેમની કૃષિ અને તેને સંબંધી ગતિવિધિઓની સાથે જ સ્થાનિક વ્યયની આવશ્યકતાઓને પૂર્ણ કરી શકાય.
આ પણ વાંચો- PM Modi Hold Cabinet Meeting: PM મોદીએ બોલાવી બેઠક, Omicron પર ચર્ચા થવાની આશા
PM ખેડૂત ઉત્પાદક સંગઠનો માટે ઈક્વિટી ગ્રાન્ટ પર કરશે જાહેર
PMOએ કહ્યું (PMO on PM kisan installment) હતું કે, ,આ યોજના અંતર્ગત અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી ચૂકી છે. PMOએ વધુમાં ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન (PMO on PM kisan installment) લગભગ 351 ખેડૂત ઉત્પાદક સંગઠનો માટે 14 કરોડ રૂપિયાથી વધુની ઈક્વિટી ગ્રાન્ટ (Equity grants for farmer producer organizations) પણ જાહેર કરશે. આનાથી 1.24 લાખ ખેડૂતોને લાભ થશે. આ પ્રસંગે વડાપ્રધાન ખેડૂત ઉત્પાદક સંગઠનો સાથે સંવાદ કરશે અને પછી તેમને સંબોધિત કરશે.