- વડાપ્રધાન મોદી નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો કરશે શિલાન્યાસ
- ઉત્તરપ્રદેશ પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું રાજ્ય બનશે
- નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશનું પ્રથમ શૂન્ય નિકાસકારી એરપોર્ટ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે 25 નવેમ્બરે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો (Noida International Airport) શિલાન્યાસ કરશે. આ એરપોર્ટ પૂર્ણ થયા બાદ ઉત્તરપ્રદેશ દેશનું એકમાત્ર એવું રાજ્ય બની જશે જ્યાં પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (International Airport) હશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આ દેશનું પ્રથમ શૂન્ય ઉત્સર્જન એરપોર્ટ ( Zero Emission Airport) હશે.
ઉત્તરપ્રદેશ અને ભારતનો ઈતિહાસ ઐતિહાસિક પ્રસંગ
વડાપ્રધાન મોદીએ નોઈડા એરપોર્ટના ઉદ્ઘાટનને લઈને ટ્વીટ કરીને કહ્યું કે, જેવર એરપોર્ટનો શિલાન્યાસ એ ઉત્તર પ્રદેશ અને ભારતના ઈતિહાસમાં (Indian History) એક ઐતિહાસિક પ્રસંગ છે.
વડાપ્રધાન મોદીના વિઝનને અનુરૂપ એરપોર્ટ
આ પહેલા મંગળવારે એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવરમાં 25 નવેમ્બરે બપોરે 1 વાગ્યે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરશે. આ સાથે ઉત્તર પ્રદેશ પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું એકમાત્ર રાજ્ય બની જશે. PMOએ કહ્યું હતું કે, આ એરપોર્ટનો વિકાસ એવિએશન સેક્ટરને ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર કરવા અને કનેક્ટિવિટી મજબૂત કરવાના વડાપ્રધાન મોદીના વિઝનને અનુરૂપ છે.
નોઈડા એરપોર્ટ મૂળ પ્રાણીઓનું રક્ષણ કરશે
ભારતમાં આ પહેલું એવું એરપોર્ટ હશે, જ્યાં ઉત્સર્જન શૂન્ય ( Zero Emission Airport) હશે. એરપોર્ટે એક સમર્પિત પ્લોટની ઓળખ કરી છે, જ્યાં પ્રોજેક્ટ સાઈટ પરથી હટાવવાના વૃક્ષો ફરીથી વાવવામાં આવશે અને જંગલ જેવો પાર્ક આપવામાં આવશે. નોઈડા એરપોર્ટ ત્યાંના તમામ મૂળ પ્રાણીઓનું રક્ષણ (Protection of animals) કરશે અને એરપોર્ટના વિકાસ દરમિયાન પ્રકૃતિનું ધ્યાન રાખવામાં આવશે.
પ્રોજેક્ટનો પ્રથમ તબક્કમાં 10,050 કરોડનો ખર્ચ
આ એરપોર્ટનો અમલ આંતરરાષ્ટ્રીય બિડર 'ઝ્યુરિચ એરપોર્ટ ઇન્ટરનેશનલ એજી' (Zurich Airport International AG) દ્વારા કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 10,050 કરોડ રૂપિયાથી વધુના અંદાજિત ખર્ચે વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થવાનો છે. 1300 હેક્ટર જમીનમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ દર વર્ષે 1.2 કરોડ પ્રવાસીઓને સેવા આપશે.
આ પણ વાંચો: