બેંગ્લુરૂ-કર્ણાટકઃ PM નરેન્દ્ર મોદી સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક (IEW) 2023ને ખુલ્લુ મૂકશે. આ ઇવેન્ટ પરંપરાગત અને બિનપરંપરાગત ઊર્જા ઉદ્યોગોમાં તક, પડકારો, તથા સ્ત્રોત અંગે ચર્ચા કરવા માટે ઉદ્યોગો સાથે ચર્ચા કરશે. આ કાર્યક્રમમાં વિશ્વભરના 30થી વધુ સચીવ અધિકારીઓ તેમજ પ્રધાન ભાગ લેશે. IEW, તારીખ 6-8 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જેનો ઉદ્દેશ્ય ઊર્જા સંક્રમણ પાવરહાઉસ તરીકે વધતી શક્તિને પ્રદર્શિત કરવાનો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (MoPNG) એ એક ભારત તરફી એક નિવેદનમાં જણાવ્યું હતું. જેમાં આ વિષય પર મહત્ત્વની વાત કહી છે.
આ પણ વાંચોઃ Mohan Bhagwat on Casteism: ભગવાનની સામે કોઈ જાતિ-પાત્ર નથી, પંડિતોએ બનાવી છે શ્રેણી
મોટો લક્ષ્યાંકઃ આ કાર્યક્રમ દરમિયાન, પીએમ મોદી વૈશ્વિક તેલ અને ગેસ સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ ડિસ્કશનમાં પણ ભાગ લેશે. તે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ અનેક પહેલ કરશે. IEW, જે G20 ઇવેન્ટ છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉર્જા પરિવર્તન મહાસત્તા તરીકે ભારતની વધતી ઊર્જા શક્તિને પ્રદર્શિત કરવાનો છે. જેમાં અન્ય મહેમાનો તેમજ નિષ્ણાંતો આ વિષયને લઈને મોટો પ્રકાશ પાડશે. આ કાર્યક્રમમાં 30,000 થી વધુ પ્રતિનિધિઓ, 1,000 પ્રદર્શકો અને 500 વક્તા દેશના ઊર્જા ભવિષ્યના પડકારો અને તકની ચર્ચા કરવા માટે ભેગા થશે. 12 રાજ્યોમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના 84 રિટેલ આઉટલેટ્સ પર E20 ઇંધણ વડાપ્રધાન મોદી લોન્ચ કરશે. પેટ્રોલ સાથે 20 ટકા E20 એ ઇથેનોલનું મિશ્રણ છે. વર્ષ 2025 સુધીમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ હાંસલ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે.
આ પણ વાંચોઃ Mathura News: બાંકે બિહારી મંદિરમાં ફરી ભીડ થઈ બેકાબૂ, ત્રણ લોકો બેહોશ
ઊર્જા સ્ત્રોતો પર ફોક્સઃ વડાપ્રધાન ક્લિન ફ્યૂલ સોર્સ વિશે જાગૃતિ લાવવા માટે ગ્રીન મોબિલિટી રેલીને પણ લીલી ઝંડી આપશે. તે ઈન્ડિયન ઓઈલની ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમનું ટ્વીન-કુક ટોપ મોડલ પણ સમર્પિત કરશે. એક ક્રાંતિકારી ઇન્ડોર સોલાર કૂકિંગ સોલ્યુશન જે એકસાથે સૌર અને સહાયક ઊર્જા સ્ત્રોતો પર કાર્યરત છે. ભારતના સંરક્ષણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનના વધુ એક વિઝન રૂપે નરેન્દ્ર મોદી તારીખ 6 ફેબ્રુઆરીએ કર્ણાટકના તુમાકુરુ જિલ્લામાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ની હેલિકોપ્ટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવાના છે. તેઓ ચિક્કનાયકનાહલ્લી અને તિપ્તુર ખાતે જલ જીવન મિશન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.