- મંત્રી મંડળમાં વિસ્તરણની શક્યતાઓ અંગેની યોજાનારી બેઠક રદ્દ
- હાલના પ્રધાનોમાંથી અમુક પ્રધાનોને પરિષદમાંથી હટાવવાની શક્યતા
- નવા ચહેરાઓને મળી શકે છે મંત્રી મડળ સ્થાન
નવી દિલ્હી: મંત્રી મડળમાં વિસ્તરણની શક્યતાઓ વચ્ચે આજે સાંજે PM નિવાસ્થાને યોજાનારી બેઠક રદ્દ કરવામાં આવી છે. આ બેઠકમાં મંત્રીઓના કામની સમીક્ષા અને મંત્રાલયોની આગળની યોજનાઓ અંગે કરવામાં આવેલા અહેવાલમાં ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન, પિયુષ ગોયલ, પ્રહલાદ જોશી અને નરેન્દ્રસિંહ તોમર ઉપસ્થિત રહેશે. આ પહેલા 20 જૂને PM મોદીએ તેમના વરિષ્ઠ પ્રધાનો સાથે છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલા કામની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચોઃ પાર્લામેન્ટ્રી બેઠકને લીધે કેબિનેટ બેઠક રદ્દ
હાલના મંત્રી મંડળમાં 9 પ્રધાનો
માનવામાં આવી રહ્યું છે કે, ઘણા હાલના પ્રધાનોને પ્રધાન પરિષદમાંથી હટાવવામાં આવી શકે છે, જ્યારે ઘણા નવા ચહેરાઓને પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્થાન મળી શકે છે. હાલના મંત્રી મંડળમાં 9 પ્રધાનો છે, જેમની પાસે એક કરતા વધારે વિભાગ છે. જેમાં પ્રકાશ જાવડેકર, ડો. હર્ષ વર્ધન, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્રસિંહ તોમર, નીતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની અને હરદીપસિંહ પુરીના નામ શામેલ છે. પ્રકાશ જાવડેકરની પાસે માહિતી પ્રસારણ, ભારે ઉદ્યોગો, પર્યાવરણ મંત્રાલયની જવાબદારી છે. પિયુષ ગોયલ પાસે રેલવે, વાણિજ્ય અને ખાદ્ય પુરવઠા મંત્રાલય છે. ધર્મેન્દ્ર પ્રધાન પાસે સ્ટીલ અને પેટ્રોલિયમ મંત્રાલય છે. નીતિન ગડકરી પાસે ટ્રાન્સપોર્ટ વિભાગ અને MSME વિભાગ છે. હર્ષ વર્ધન પાસે આરોગ્ય અને વાણિજ્ય અને તકનીકિ મંત્રાલય છે. નરેન્દ્રસિંહ તોમર પાસે કૃષિ, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય છે. રવિશંકર પ્રસાદ પાસે કાયદા, IT અને કોમ્યુનિકેશન્સ મંત્રાલય છે. સ્મૃતિ ઈરાની પાસે મહિલા, બાળ વિકાસ અને કાપડ મંત્રાલય છે. હરદીપસિંહ પુરી (સ્વતંત્ર હવાલો સાથે રાજ્ય પ્રધાન) ગૃહ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય ધરાવે છે.
આ પણ વાંચોઃ બીજી વખત કેબિનેટ બેઠક રદ: નગરપાલિકા, જિલ્લા પંચાયતની પાર્લમેન્ટરી બોર્ડની બેઠકનો બુધવારે અંતિમ દિવસ
મંત્રી મડળમાં નવા ચહેરાઓને મળી શકે છે સ્થાન
સંભવિત પ્રધાનોમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને સર્વાનંદ સોનોવાલના નામ આગવું છે. કારણ કે, આવતા વર્ષે શરૂઆતમાં ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે અને રાજકીય રીતે દેશનું સૌથી મહત્વપૂર્ણ રાજ્ય પણ માનવામાં આવે છે. આ વિસ્તરણમાં પશ્ચિમ બંગાળનું પ્રતિનિધિત્વ પણ વધી શકે છે. માનવામાં આવે છે કે, ભાજપના સહયોગી અને AAP દળને પણ પ્રતિનિધિત્વ મળી શકે છે. રાજ્યમાંથી 5 પ્રધાનો બનાવી શકાય છે. જેમાં વરુણ ગાંધી, રીટા બહુગુણા જોશી, અનિલ જૈન, રામશંકર કથીરિયા અને ઝફર ઇસ્લામના નામ શામેલ છે. આવતા વર્ષે પણ ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે નૈનિતાલના સાંસદ અજય ભટ્ટ અથવા રાજ્યસભાના સાંસદ અનિલ બાલુનીને મંત્રી મંડળમાં શામેલ કરી શકાય છે. કેબિનેટ માટે ભાજપના સાંસદ પરવેશ વર્મા અથવા દિલ્હીથી મીનાક્ષી લેખીનું નામ સામે આવી રહ્યું છે.