- આજે વડાપ્રધાન મોદી કરશે સંબોધન
- કોવિન ગ્લોબલ કોન્ક્લેવને કરશે સંબોધિત
- PMO દ્વારા આપવામાં આવી જાણકારી
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ( 5 જૂલાઈ ) કોવિન ગ્લોબલ કોન્ક્લેવ (CoWIN Global Conclave) ને સંબધિત કરશે. આ વિશે ઘોષણા રવિવારે કરવામાં આવી હતી. PMOએ એક ટ્વીટમાં કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂલાઈએ બપોરે 3 વાગે કોવિન ગ્લોબલ કોન્ક્લેવને સંબોધિત કરશે.
વડાપ્રધાન મોદી કરશે સંબોધન
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણે ટ્વીટ કરી હતી કે, અમે જણાવતા ખૂશી થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોવિન ગ્લોબલ કોન્ક્લેવની સાથે પોતાના વિચાર જણાવશે. કારણ કે ભારત કોવિડ-19ની સામેની લડાઈ માટે કોવિનને દુનિયા માટે એક ડિજિટલ જનતાની રૂપમાં રજૂઆત કરી છે. 5 જૂલાઈએ કોવિન ગ્લોબલ કોન્ક્લેવની સાથે જોડાશે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પોસ્ટ મૂકનારા રત્નકલાકારની ધરપકડ
રસીકરણ 35 લાખને ઉપર
આ પહેલા રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને કહ્યું કે ભારતમાં શનિવારે રસીકરણનો આંકડો 35 લાખની ઉપર જતો રહ્યો હતો. જેમાં 46,04,925 ડોઝ દ્વારા 35,12,21,306 લોકોને વેક્સીન આપવામાં આવી.
આ પણ વાંચો : વેપારીઓને સશક્ત બનાવવા એ મારી પ્રાથમિકતાઃ PM Modi