- મુખ્યપ્રધાન નવીન પટનાયક, કેન્દ્રીયપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપ સારંગી સાથે ઓડિશામાં ચક્રવાત પછીની પરિસ્થિતિની સમીક્ષા કરી
- ઓડિશાના બાલાસોર,ભદ્રક જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે
- પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે
ભુવનેશ્વર/કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) આજે ચક્રવાત 'યાસ'થી પ્રભાવિત ઓડિશા અને પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે. મોદીએ મુખ્યપ્રધાન નવીન પટનાયક, કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપ સારંગી સાથે ઓડિશામાં ચક્રવાત પછીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચોઃ ગૃહપ્રધાન અમિત શાહે 'ચક્રવાત યાસ' અંગે મુખ્યપ્રધાનોની બોલાવી હતી બેઠક
વડાપ્રધાન ચક્રવાત 'યાસ'થી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે
વડાપ્રધાન ભુવનેશ્વર પહોંચ્યા છે. આ પછી વડાપ્રધાન ઓડિશાના બાલાસોર,ભદ્રક અને પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે.
સર્જાયેલા વિનાશની સમીક્ષા કરવા મમતા બેનર્જી કરશે બેઠક
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યની મુલાકાત લેશે, ત્યારે તેઓ ચક્રવાત 'યાસ' દ્વારા સર્જાયેલા વિનાશની સમીક્ષા કરવા તેમની સાથે બેઠક કરશે. બેનર્જીએ જણાવ્યું હતું કે, આ બેઠક શુક્રવારે પશ્ચિમ મિદનાપુર જિલ્લાના કલાઇકુંડા ખાતે યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાઇકુંડામાં સમીક્ષા બેઠક કરશે
રાજ્ય સચિવાલયમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના તોફાન પ્રભાવિત વિસ્તારોનો સર્વે કર્યા પછી અહીં આવશે. તે દિઘા થઈને કલાઇકુંડા આવશે અને ત્યાંથી તે દિલ્હી જશે. વડાપ્રધાન મારી સાથે કલાઇકુંડામાં સમીક્ષા બેઠક કરશે.
ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરાશે
મુખ્ય પ્રધાન બેનર્જી મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાય સાથે શુક્રવારે ચક્રવાતથી અસરગ્રસ્ત પૂર્વ મિદનાપુર, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લાના વિસ્તારોનો હવાઈ સર્વેક્ષણ પણ કરવાના કાર્યક્રમ છે.
કેન્દ્ર અને રાજ્ય એજન્સીઓને સામાન્ય જીવનને વહેલી તકે પુનઃસ્થાપિત કરવા જણાવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ગુરુવારે ચક્રવાતી તોફાન 'યાસ'ના વ્યાપક પ્રભાવોની સમીક્ષા કરવા માટે એક બેઠકને અધ્યક્ષતા આપી હતી અને આ દરમિયાન તેમણે કેન્દ્ર અને રાજ્ય એજન્સીઓને સામાન્ય જીવનને વહેલી તકે પુનઃસ્થાપિત કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ તૌકતે ચક્રવાતને કારણે ગુજરાતને ભારે નુકસાન, વડાપ્રધાન મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણ
'યાસ' એ તૌકતે પછી એક અઠવાડિયામાં દેશના કાંઠે અથડાનારુ બીજું ચક્રવાત
ચક્રવાતના કારણે ઓડિશામાં ત્રણ અને પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પશ્ચિમ બંગાળની સરકારે દાવો કર્યો છે કે, આ કુદરતી આફતના કારણે ઓછામાં ઓછા એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. 'યાસ' એ તૌકતે પછી એક અઠવાડિયામાં દેશના કાંઠે અથડાનારુ બીજું ચક્રવાત છે.