નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રમાં પીએમ મોદીએ કહ્યું કે બીજા વિશ્વ યુદ્ધ પછી દુનિયામાં મોટો બદલાવ આવ્યો છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાને આ વાત કહી છે. વિપક્ષી પાર્ટી પર પ્રહાર કરતા પીએમ મોદીએ (Pm Modi On opposition party) જણાવ્યું કે, દેશની જનતા તેમને કેમ નકારી રહી છે, તેના પર વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે, ઘણી જગ્યાએ રિજેક્ટ થયા પછી પણ તેનો અહંકાર દૂર થતો નથી.
વડાપ્રધાનના વિપક્ષી પાર્ટી પર આકરા પ્રહારો
- જુઓ તમારી શું હાલત છે, ઘણા રાજ્યોએ તમને વર્ષોથી તક નથી આપી
- અમે એક પણ ચૂંટણી હારીએ તો તમે મહિનાઓ સુધી ચર્ચા કરતા રહો છો
- ન તો તમારો અહંકાર જાય છે કે, ન તો તમારી ઇકો સિસ્ટમ તેને જવા દે છે
- જ્યારે તેઓ દિવસને રાત કહે તો તરત જ સંમત થાઓ, જો નહિ માનો તો તેઓ દિવસમાં નકાબ ઓઢી લેશે
- જરૂર પડશે તો વાસ્તવિકતાને થોડું ટ્વિસ્ટ કરીશું, તેને ગર્વ છે પોતાની સમજ પર
- તેમને અરીસો ના બતાવો, તેઓ અરીસો પણ તોડી નાખશે.
ટીકા એ જીવંત લોકશાહીનું આભૂષણ છે: પીએમ મોદી
પીએમ મોદીએ જણાવ્યું કે, અમે લોકતંત્ર માટે પ્રતિબદ્ધ છીએ. ટીકા એ જીવંત લોકશાહીનું આભૂષણ છે પણ આંધળો વિરોધ આ જાહેર તંત્રનો અનાદર છે. દરેકના પ્રયત્નો આ ભાવનાથી ભારતે જે કંઈ હાંસલ કર્યું છે તે સારૂ થાત જો તેને ખુલ્લા મનથી સ્વીકારવામાં આવ્યું હોત તો તેનું ગૌરવ ગાન કરતા. છેલ્લા 2 વર્ષથી આખી દુનિયા સૌથી મોટી મહામારીનો સામનો કરી રહી છે, જો ભારતને ભૂતકાળમાં જોવાની આદત હોત તો આજે પરિસ્થિતિ અલગ જ હોત. ભારતમાં બનેલી કોવિડ રસી વિશ્વમાં સૌથી અસરકારક છે.
કોવિડ રસીને પણ પાર્ટીના રાજકારણમાં લઈ આવ્યાં
અધીર રંજન ચૌધરીના ટોકવા પર ટિપ્પણી કરતા પીએમે જણાવ્યું કે, કોઈ પણ ટોપી પહેરવાની શું જરૂર છે, મેં કોઈનું નામ નથી લીધું. હવે હું નામ લઈને જ વાત કરીશ. આ કોરોના કાળમાં કોંગ્રેસે તેની હદ વટાવી દીધી છે. તેમણે કહ્યું કે, પ્રથમ લહેર દરમિયાન જ્યારે લોકોને જ્યાં છે ત્યાં જ રહેવાનો સંદેશ આપવામાં આવી રહ્યો હતો, ત્યારે કોંગ્રેસે મુંબઈના રેલવે સ્ટેશન પર ઊભા રહીને મુંબઈમાં કાર્યકરોને મફત ટિકિટ આપી અને કહ્યું કે જાઓ... મહારાષ્ટ્રમાં અમારા પરનો બોજ ઓછો થાય અને કહ્યું કે, બિહાર-યુપી જઈને તમે કોરોના ફેલાવો. અમારા કાર્યકરોને મુશ્કેલીમાં ધકેલી દીધા, ત્યારે દિલ્હી સરકારે જીપ પર માઈક પર જઈને કહ્યું કે સંકટ મોટું છે, દિલ્હીથી જવા માટે વાહનો આપ્યા. જેના કારણે યુપી-ઉત્તરાખંડ-પંજાબમાં કોરોના વધુ ફેલાઈ ગયો.
આ પણ વાંચો: ભારત-ચીન સરહદ વિવાદઃ કોંગ્રેસે કહ્યું- PM મોદી સર્વપક્ષીય બેઠકમાં દેશ સામે સાચા તથ્યો જણાવતા નથી
પીએમ મોદીએ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો
આ પહેલા પીએમ મોદીએ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના નિવેદન પહેલા લતા મંગેશકરના નિધન પર લોકસભા અધ્યક્ષે શોકગ્રસ્ત પરિવાર અને લતાજીના ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. શુક્રવારે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પીએમ મોદીની હાજરીમાં BJP નેતાઓ પર આકરા પ્રહારો (Strike On BJP in the presence of Modi)કર્યા હતા. તેમણે કહ્યું કે જેટલો ટાઈમ મોદી મોદી કરવામાં કાઢ્યો, તેના કરતા જો તેમણે ભગવાન રામનું નામ લીધું હોત તો, ભગવાન રામ પોતે અહીં આવી ગયા હોત.
અધીર રંજન ચૌધરીએ મોદીની હાજરીમાં BJP નેતાઓ પર પ્રહારો કર્યા
પીએમ મોદીના સમર્થકોને સિકોફન્ટ (sycophants) ગણાવતા અધીર રંજને કહ્યું કે, લોકસભામાં 3 દિવસથી ચર્ચા ચાલી રહી છે, જેટલી વખત મોદી-મોદી-મોદીનો નારો લગાવવામાં આવ્યો, તે જોઈને મને લાગે છે કે તેટલી વખત રામ-રામ-રામ યોગ્ય રીતે ઉચ્ચારવામાં આવ્યું હોત તો, ભગવાન રામ પોતે જ સાંસદમાં આવી જાત.