નવી દિલ્હી: રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ (Russian FM Lavrov visits india) શુક્રવારે તેમની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) મળ્યા હતા. પીએમઓ અનુસાર બેઠક દરમિયાન રશિયાના વિદેશ પ્રધાન લવરોવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુક્રેનમાં ચાલી રહેલી શાંતિ વાટાઘાટો સહિતની સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા.
આ પણ વાંચો: PM મોદીને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી, NIAને મળ્યો ઈ-મેલ
રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) હિંસાનો વહેલી તકે અંત લાવવાના તેમના આહ્વાનને પુનરાવર્તિત કર્યું અને શાંતિ પ્રયાસોમાં કોઈપણ રીતે યોગદાન આપવા માટે ભારતની તૈયારી દર્શાવી. પીએમઓ અનુસાર રશિયાના વિદેશ પ્રધાને ડિસેમ્બર 2021માં આયોજિત ભારત-રશિયા દ્વિપક્ષીય સમિટ દરમિયાન લેવાયેલા નિર્ણયોની પ્રગતિ અંગે પણ વડાપ્રધાનને અપડેટ કર્યું હતું.
રશિયા અને ભારતના ઘણા છે સારા સંબંધો : આ પહેલા રશિયાના વિદેશ પ્રધાન લવરોવે ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચેની વાતચીત દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ પહેલા પત્રકારો સાથે વાત કરતા રશિયાના વિદેશ પ્રધાને કહ્યું હતું કે, અમે ભારતને કોઈપણ સામાન સપ્લાય કરવા તૈયાર છીએ, તે અમારી પાસેથી જે પણ ખરીદવા માંગે છે. રશિયા અને ભારતના ઘણા સારા સંબંધો છે.
આ પણ વાંચો: PM મોદીએ બાળકોને આપી પરીક્ષાલક્ષી ટિપ્સ, પરીક્ષાના અનુભવોને બનાવો તાકાત
રશિયાના વિદેશ પ્રધાન કહ્યું ભારત એક મહત્વપૂર્ણ દેશ છે : રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે કહ્યું કે, ભારત મોસ્કો અને કિવ વચ્ચે મધ્યસ્થી કરી શકે છે કારણ કે બંને દેશો વચ્ચેની શાંતિ મંત્રણા યુદ્ધને સમાપ્ત કરવા માટે ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ભારત મધ્યસ્થી બનવાની સંભાવના અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “ભારત એક મહત્વપૂર્ણ દેશ છે." જો ભારત સમસ્યાનો ઉકેલ લાવી શકે તેવી ભૂમિકા ભજવવા માંગે છે. જો આંતરરાષ્ટ્રીય પડકારો પર ભારતની સ્થિતિ ન્યાયી અને સારી રીતે સમજવામાં આવે તો તે આવી બાબતોમાં સહયોગ કરી શકે છે.