હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 3 જુલાઈના (PM Modi Hyderabad Visit) રોજ સિકંદરાબાદના (PM in Hyderabad) પરેડ ગ્રાઉન્ડ ખાતે 'વિજય સંકલ્પ સભા'ના નામથી જાહેર સભાને સંબોધિત કરશે. જાહેર સભાનું શીર્ષક જ (PM Modi will address a public meeting ) સૂચવે છે કે, મોદી આગામી વર્ષે (2023) તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપના કાર્યકરોને તૈયાર કરવા માટે (public meeting in Hyderabad ) ચૂંટણીનું બ્યુગલ વગાડી શકે છે. મોદી શનિવારે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી (PM Modi lands in Hyderabad ) બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા અને રવિવારે સાંજે જાહેરસભાને સંબોધિત કરશે.
આ પણ વાંચો: એકનાથ શિંદેને શિવસેનાએ આપ્યો ઝટકો
પારિવારિક રાજકારણ પર હુમલો કર્યો: વડા પ્રધાને છેલ્લે 26 મેના રોજ (pm modi public meeting in hyderabad) શહેરની મુલાકાત લીધી હતી જ્યારે તેમણે રાજ્યમાં સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના છૂપા સંદર્ભમાં "કુટુંબવાદીઓ" લોકશાહીના "સૌથી મોટા દુશ્મન" કહીને પારિવારિક રાજકારણ પર હુમલો કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં ભાજપ સત્તામાં આવશે. રાજકીય પંડિતોના મતે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, મોદી, મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ અને શાસક ટીઆરએસ પર તેમનો હુમલો ચાલુ રાખશે.
આ પણ વાંચો: તમે રાજ્યમાં સરકાર ઉથલાવશો તો અમે દિલ્હીની બહાર કાઢી મૂકીશુ: ચંદ્રશેખર રાવ
રેલીની સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન: KCR તરીકે જાણીતા રાવે શનિવારે પાર્ટીની બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિરોધ પક્ષોના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપ્યું હતું. મોદીની ટીકા કરતા તેમણે માંગ કરી હતી કે, રવિવારની રેલીમાં 'લોકોએ' પૂછેલા પ્રશ્નોના જવાબ વડાપ્રધાને આપવા જોઈએ. હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે શુક્રવારે જણાવ્યું હતું કે, જાહેર સભા માટે વિશેષ પોલીસ, ગ્રેહાઉન્ડ્સ અને ઓક્ટોપસ ટુકડીઓ સહિત લગભગ 3000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. તેઓ રેલીની સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેન્ટોન્મેન્ટ બોર્ડ અને હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જાહેર સભામાં લોકોને લાવતા વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરી છે.