- લોક જનશક્તિ પાર્ટી (LJP)ના સંસ્થાપક રામવિલાસ પાસવાનની આજે જન્મજયંતી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ટ્વિટ (Tweet) કરી રામવિલાસ પાસવાન (Ramvilas Paswan)ને પાઠવી શ્રદ્ધાંજલિ (Tribute)
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની નેતૃત્વવાળી સરકારમાં પ્રધાન (Minister) રહી ચૂકેલા પાસવાનનું ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં થયું હતું નિધન (Death)
નવી દિલ્હીઃ દલિત નેતા અને લોક જનશક્તિ પાર્ટી (LJP)ના સંસ્થાપક રામવિલાસ પાસવાન (Ram Vilas Paswan)ની આજે જન્મજયંતી હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આજે (સોમવારે) કહ્યું કે, જનસેવા અને વંચિતો, દલિતોને સશક્ત બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં પ્રદાન રહી ચૂકેલા પાસવાનનું ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં નિધન થયું હતું. તેઓ સૌથી અનુભવી સાંસદોમાંથી એક હતા અને તેમણે સમાજવાદી સમૂહોને લઈને કોંગ્રેસ અને ભાજપ સહિત વિવિધ દળોની સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી.
આ પણ વાંચો- દલિતોના નેતા તરીકે ઓળખાતાં પાસવાનની રાજકીય સફર વિશે જાણીએ..
વડાપ્રધાને ટ્વિટ કરી રામવિલાસ પાસવાનને આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આજે મારા મિત્ર દિવંગત રામવિલાસ પાસવાનની જન્મજયંતી છે. આજે તેમની ગેરહાજરી વર્તાઈ રહી છે. તેઓ ભારતના સૌથી અનુભવી સાંસદો અને પ્રશાસકોમાંથી એક હતા. જનસેવા અને વંચિતોના સશક્તિકરણમાં તેનું યોગદાન હંમેશા યાદ રહેશે.
આ પણ વાંચો- Tribute: પાટણમાં BJP દ્વારા Dr. Shyamaprasad mukherjee ને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
રામવિલાસ પાસવાનના નિધન પછી LJPમાં થઈ રહ્યા છે ધમપછાડા
ઉલ્લેખનીય છે કે, રામવિલાસ પાસવાનના નિધન પછી તેમની પાર્ટીની અંદર ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. તેમના પૂત્ર ચિરાગ પાસવાન અને તેમના ભાઈ પશુપતિ કુમાર પારસ બંનેએ પાસવાનની રાજકીય વારસા પર દાવો વ્યક્ત કર્યો છે. ચિરાગ પોતાના પિતાની પરંપરાગત લોકસભા બેઠક હાજીપુરથી પ્રવાસ શરૂ કરવાના છે, જેથી તેમના પક્ષમાં પાર્ટી સમર્થકોને જોડી શકાય.