ભોપાલઃ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. આ સમયને સાચવતા વડાપ્રધાને મધ્યપ્રદેશને અનેક ભેટ આપી છે. બિના રિફાઈનરીમાં 50 હજાર કરોડ રૂપિયાના પેટ્રો કેમિકલ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું છે. તેમજ કુલ 1800 કરોડના ખર્ચે તૈયાર થયેલ 6 ઈન્ડસ્ટ્રિયલ પાર્કનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો. જેમાં રતલામ, ગુના, નર્મદાપુરમ, શાહપુર, મઉગંજ, આગર માળવા અને મક્સીના પાર્કનો સમાવેશ થાય છે.
બીપીસીએલ દેશનો બીજો સૌથી મોટો પ્લાન્ટઃ વડાપ્રધાન ગુરૂવાર સવારે બિના રિફાઈનરીના હેલીપેડ પર પહોંચ્યા હતા. ત્યાંથી 3 કિલોમીટર દૂર હડકલખાલી ગામ સ્થિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ સ્થળેથી વડાપ્રધાન મોદીએ બીપીસીએલ પેટ્રો કેમિકલ રિફાઈનરીનું ભૂમિપૂજન કર્યુ હતું. બુંદેલખંડ માટે આ એક મોટી ભેટ છે.
-
आज मुझे मध्यप्रदेश के विकास को नई गति देने वाली अनेकों परियोजनाओं का भूमिपूजन करने का अवसर मिला।
— Chief Minister, MP (@CMMadhyaPradesh) September 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
यह परियोजनाएं इस क्षेत्र के औद्योगिक विकास को नई ऊर्जा देंगी।
- प्रधानमंत्री श्री @narendramodi जी#BulandBundelkhand pic.twitter.com/J2MGwxOrKc
">आज मुझे मध्यप्रदेश के विकास को नई गति देने वाली अनेकों परियोजनाओं का भूमिपूजन करने का अवसर मिला।
— Chief Minister, MP (@CMMadhyaPradesh) September 14, 2023
यह परियोजनाएं इस क्षेत्र के औद्योगिक विकास को नई ऊर्जा देंगी।
- प्रधानमंत्री श्री @narendramodi जी#BulandBundelkhand pic.twitter.com/J2MGwxOrKcआज मुझे मध्यप्रदेश के विकास को नई गति देने वाली अनेकों परियोजनाओं का भूमिपूजन करने का अवसर मिला।
— Chief Minister, MP (@CMMadhyaPradesh) September 14, 2023
यह परियोजनाएं इस क्षेत्र के औद्योगिक विकास को नई ऊर्जा देंगी।
- प्रधानमंत्री श्री @narendramodi जी#BulandBundelkhand pic.twitter.com/J2MGwxOrKc
રિફાઈનરી ક્ષમતા ડબલ થશેઃ બિના રિફાઈનરીની સરખામણીમાં આ પ્રોજેક્ટ 3 ગણો મોટો છે. વર્તમાનમાં બિના રિફાઈનરી 7.8 મિલિયન મેટ્રિક ટન ઓઈલ રિફાઈન કરે છે જ્યારે આ પ્રોજેકને પરિણામે તેની ક્ષમતા 15 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી જશે. ગુજરાત બાદ બીપીસીએલ દેશનો બીજો સૌથી મોટો રિફાઈનરી પ્રોજેક્ટ છે.
પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાની સંભાવનાઃ આ કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરીએ 2014 પહેલા 45 ટકા પરિવાર ગેસ સિલિન્ડરથી વંચિત હોવાનું જણાવ્યું હતું. અત્યારે સમગ્ર દેશમાં 32 કરોડ ગેસ સિલિન્ડર કનેકશન છે. આ સાથે જ વિક્સિત દેશોમાં પેટ્રોલ ડીઝલની કિંમત 30થી 50 ટકા વધી છે. વડાપ્રધાન મોદીએ જે નિર્ણયો લીધા છે તેનાથી ભારતમાં પેટ્રોલની કિંમતમાં 5 ટકા જ્યારે ડીઝલ 0.2 ટકા ઘટાડો થયો છે.
બુંદેલખંડની ઈમેજ બદલાશેઃ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ જણાવે છે કે આ પરિયોજનાથી સાગર જિલ્લા સહિત સમગ્ર મધ્યપ્રદેશની ઈમેજ બદલાશે. શિવરાજ સિંહે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે મોદી વિશ્વકલ્યાણ કરવામાં વ્યસ્ત છે. જી-20ની ઐતિહાસિક સફળતા બાદ મોદી મધ્યપ્રદેશના મહેમાન બન્યા છે. આ પેટ્રો કેમિકલ પ્લાન્ટની શરૂઆત થતાં જ બુંદેલખંડની કાયાપલટ થઈ જશે. આ પરિયોજનાથી 4 લાખ યુવાનોને રોજગાર મળશે.