- વડાપ્રધાન મોદીએ કોરોના રસીના ઉત્પાદકો સાથે કર્યો સંવાદ
- આ બેઠકમાં રસીના સાત ઉત્પાદકો રહ્યા હતા હાજર
- કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ રહ્યા ઉપસ્થિત
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે સાત ભારતીય કોવિડ -19 રસી ઉત્પાદકોને મળ્યા હતા. દેશમાં એન્ટી-કોરોના વાયરસ રસીના 100 કરોડ ડોઝ આપવાના ઐતિહાસિક લક્ષ્યને હાંસલ કરવાને ધ્યાનમાં રાખીને આ બેઠક થઈ હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, સાત રસી ઉત્પાદકો - સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ભારત બાયોટેક, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઝાયડસ કેડિલા, બાયોલોજિકલ ઇ, જેનોવા બાયોફાર્મા અને પેનેશિયા બાયોટેકના પ્રતિનિધિઓએ વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય પ્રધાન ભારતી પ્રવીણ પવાર પણ હાજર રહ્યા હતા.
-
PM Narendra Modi interacts with vaccine manufacturers including Serum Institute's Adar Poonawalla. Union Health Minister Mansukh Mandaviya and MoS Health Bharati Pravin Pawar also present. pic.twitter.com/hiSmjEueuC
— ANI (@ANI) October 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">PM Narendra Modi interacts with vaccine manufacturers including Serum Institute's Adar Poonawalla. Union Health Minister Mansukh Mandaviya and MoS Health Bharati Pravin Pawar also present. pic.twitter.com/hiSmjEueuC
— ANI (@ANI) October 23, 2021PM Narendra Modi interacts with vaccine manufacturers including Serum Institute's Adar Poonawalla. Union Health Minister Mansukh Mandaviya and MoS Health Bharati Pravin Pawar also present. pic.twitter.com/hiSmjEueuC
— ANI (@ANI) October 23, 2021
બધા માટે રસી મંત્ર પર કરાયું કામ
એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન વડાપ્રધાને ભારતની તમામ પાત્ર વસ્તીને વહેલામાં વહેલી તકે રસીકરણ કરવાની અને "બધા માટે રસી" મંત્ર હેઠળ અન્ય દેશોને મદદ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ ડેટા મુજબ ભારતમાં અત્યાર સુધી રસીના 101.30 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.