ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું, અમૃત મહોત્સવની ગુંજ પંચાયતથી સંસદ સુધી

વડાપ્રધાન મોદી (PM MODI) દર મહિનાના છેલ્લા રવિવારે માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (mann ki baat november 2021) દ્વારા દેશવાસીઓને સંબોધિત કરે છે ત્યારે આજે પણ વડાપ્રધાને આ રેડિયોના મારફતે દેશને સંબોધન કર્યું હતું. જેમાં દેશના સુરક્ષા દળોને અને આપણા નાયકોને યાદ કર્યા હતા.

MANN KI BAAT
MANN KI BAAT
author img

By

Published : Nov 28, 2021, 8:41 AM IST

Updated : Nov 28, 2021, 12:27 PM IST

  • વડાપ્રધાન મોદી આજે દેશને સંબોધશે
  • 'મન કી બાત'ના 83મા એપિસોડમાં રાષ્ટ્રને કર્યું સંબોધન
  • વર્ષ 2021ની બીજી છેલ્લી આવૃત્તિ હશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ને સંબોધિત કરતા કહ્યું હતું કે, દેશ ડિસેમ્બરમાં નેવી ડે અને સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ઉજવે છે. દેશ 16 ડિસેમ્બરે 1971ના યુદ્ધના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ બધા અવસરો પર હું દેશના સુરક્ષા દળોને અને આપણા નાયકોને યાદ કરું છું. અમૃત મહોત્સવ શીખવાની સાથે સાથે દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે. પછી તે દેશભરમાં સામાન્ય લોકો હોય કે સરકારો, પંચાયતથી લઈને સંસદ સુધી અમૃત મહોત્સવની ગુંજ છે અને આ મહોત્સવ સાથે સંબંધિત કાર્યક્રમો યથાવત છે.

દેશે પણ આદિવાસી ગૌરવ સપ્તાહની ઉજવણી કરી છે: વડાપ્રધાન મોદી

નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, આઝાદીમાં તેના આદિવાસી સમુદાયના યોગદાનને ધ્યાનમાં રાખીને દેશે પણ આદિવાસી ગૌરવ સપ્તાહની ઉજવણી કરી છે. દેશના વિવિધ ભાગોમાં આને લગતા કાર્યક્રમો પણ યોજાયા હતા. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં, જારાવા અને ઓંગે જેવા આદિવાસી સમુદાયોના લોકોએ તેમની સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન કર્યું છે. દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમ 'આઝાદી કી કહાની - ચિલ્ડ્રન્સ સ્પીચ'માં બાળકોએ સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલી વાર્તાઓ રજૂ કરી હતી. ખાસ વાત એ છે કે આમાં ભારતની સાથે નેપાળ, મોરેશિયસ, તાન્ઝાનિયા, ન્યુઝિલેન્ડ અને ફિજીના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.

આ પણ વાંચો: 'મન કી બાત' માં વડાપ્રધાન મોદીએ કહ્યું, 100 કરોડ વેક્સિનેશન બાદ દેશમાં નવી ઉર્જાનો સંચાર

વડાપ્રધાન મોદીએ શનિવારે ટ્વિટ 'મન કી બાત' કાર્યક્રમ સાંભળવાની અપીલ કરી

ઉલ્લેખનીય છે કે, દર મહિનાના છેલ્લા રવિવારે વડાપ્રધાન મોદી માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (mann ki baat november 2021) દ્વારા દેશવાસીઓને સંબોધિત કરે છે. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા ન્યૂઝ અને મોબાઈલ એપ સાથે ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્ક (Doordarshan Network) પર પણ પ્રસારિત કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ શનિવારે ટ્વિટ કરીને લોકોને રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત' કાર્યક્રમ સાંભળવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો: Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે " મન કી બાત "

3 ઓક્ટોબર, 2014એ 'મન કી બાત' નો પહેલો એપિસોડ

'મન કી બાત' નો પહેલો એપિસોડ (The first episode of 'Mann Ki Baat') 3 ઓક્ટોબર, 2014ના રોજ પ્રસારિત થયો હતો. 24 ઓક્ટોબરે પ્રસારિત 'મન કી બાત' ના એપિસોડમાં વડાપ્રધાને સ્વચ્છ ભારત અભિયાનના અમલીકરણ પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે, ભારત વિશ્વના એવા કેટલાક દેશોમાંથી એક છે. જે ડ્રોનની મદદથી પોતાના ગામડાઓમાં જમીનનો ડિજિટલ રેકોર્ડ તૈયાર કરી રહ્યું છે.

Last Updated : Nov 28, 2021, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.